સલમાન અને માધુરી સાથે દેખાઈ હતી આ ચુલબુલી અભિનેત્રી, 50 ફિલ્મો પણ કરી હતી, હવે ફેન્સ પૂછે છે કે હમ આપકે હે કોન?

રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આઇકોનીક ફિલ્મ હમ આપકે હે કોન આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. આ ફિલ્મનું દરેક પાત્ર ખુદમાં જ એક મિશાલ છે. પ્રેમ અને નિશા વચ્ચેનો પ્રેમ આજે પણ લોકોના દિલોમાં વસેલો છે. 27 વર્ષ પછી આજે પણ જ્યારે આ ફિલ્મ ટીવી પર આવે છે તો લોકો પોતાના પરિવાર સાથે એનો આનંદ લે છે. આ ફિલ્મનું દરેક પાત્ર લોકોના દિલમાં વસી ગયું છે. એ પાત્રોમાંથી જ એક છે રિટાનું પાત્ર. જે પ્રેમના પ્રેમ માટે કઈ પણ આડીઅવળી હરકતો કરે છે. આ પાત્રને સાહિલા ચઢ્ઢાએ ભજવ્યું હતું. સાહિલા ઉર્ફે રીટા ઘણા સમયથી પડદાથી દૂર છે. તો ચાલો જાણી લઈએ આજકાલ આ અભિનેત્રી શુ કરી રહી છે.

image source

સાહિલાએ આમ તો પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1985માં આવેલી ફિલ્મ આઈ લવ યુથી કરી હતી પણ નિર્દેશક સૂરજ બળજાતયાની ફિલ્મ હમ આપકે હે કોનથી એ ઘર ઘરમાં લોકપ્રિય બની ગઈ. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ હતી કે માધુરી અને સલમાનની સાથે સાથે બધા કલાકારોના પાત્રોને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. સાહિલાએ ફિલ્મમાં રિટાનું પાત્ર ભજવ્યું હતું જે એક્ટ્રેસ બિંદુની ભાણી બની હતી.

image source

રિટાની ભૂમિકા કરનારી સાહિલાનું પાત્ર કૉમેડી નહોતું, પણ એમની ઓનસ્ક્રીન ટાઇમિંગ સલમાન ખાન સાથે એટલી જબરદસ્ત હતી કે લોકો એમની એક્ટિંગને જોઈને હસી પડતા હતા. ફિલ્મમાં એ સલમાન ખાન ઉર્ફે પ્રેમનું દિલ જીતવા માટે કઈ પણ કરી શકતી હતી. હમ આપકે હે કોનમાં સાહિલાના ચુલબુલા અંદાજને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો. સલમાન ખાનને પોતાની તરફ રીઝવવા માટે દરેક બનતો પ્રયત્ન કરવો અને ફિલ્મમાં પોતાના આશિકને ધૂતકારવાના એમના અંદાજને દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો.

image source

સાહિલાએ વિરાના, અબ ઇન્સાફ હોગા, નમક, આંટી નંબર 1, ટીરછી ટોપીવાલે અને સેલાબ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે અને ટીવીમાં પણ એમને ઘણી નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. એ સિવાય પોતાના ફિલ્મી કરિયરમાં એ સલમાન ખાન, શાહરુખ ખાન, ગોવિંદા અને સંજય દત્ત જેવા મુખ્ય અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે.

image source

વર્ધ 1985માં ફિલ્મી જગતમાં પગ મુકનારી સાહિલા પડદા પર છેલ્લી વાર ફિલ્મ વન ટુ કા ફોરમાં દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને જુહી ચાવલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

image source

વર્ષ 2014 પછી સાહિલા મોટા અને નાના બન્ને પડદાથી દૂર છે. એ પોતાના પતિ નિમય બાલી સાથે પોતાનું વિવાહિત જીવનનો આનંદ લઈ રહી છે. આ બન્નેની એક ખૂબ જ સુંદર દીકરી છે જેનું નામ પ્રિન્સેસ બાલી છે. સાહિલા ઘણીવાર સ્ટાર્સ સાથે પોતાની દીકરીને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સાહિલાના પતિ પણ અભિનેતા છે અને એ ઘણી ટીવી સિરિયલનો ભાગ રહી ચૂક્યા છે. અભિનેતા નિમય બાલી બોલિવુડના ખલનાયક સંજય દત્તના કઝીન ભાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!