તારક મહેતાની..સોનુંનો ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાયો ગ્લેમરસ અંદાજ, જોઇ લો અંદરની એક તસવીરમાં તમે પણ

Taarak Mehta Ka Ooltah Chashmah સીરિયલ છેલ્લા અનેક વર્ષોથી દર્શકોનું મન મોહી રહી છે અને સાથે જ તમને મનોરંજન સાથે જ્ઞાન આપી રહી છે. એક ફેમિલિ સીરિયલમાં દરેક પ્રકારના રંગ ભરવાની કોશિશ કરાઈ છે. આ શોના દરેક પાત્રો દર્શકોના ફેવરિટા રહ્યા છે. આ શોમાં જૂની સોનૂનો રોલ તો તમને યાદ જ હશે. હા જૂની સોનૂ એટલે કે નિધિ ભાનુશાલી. તેણે એક ખાસ રોલ અદા કર્યો હતો. નિધિ સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ એકટ્રેસ અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ શેર કરતી રહે છે. આ સાથે નિધિની એક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર ખાસ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

image source

નિધિ ભાનુશાલી તારક મહેતાનો શો ઘણા સમયથી છોડી ચૂકી છે. પરંતુ દર્શકોના મન પર રાજ કરી રહી છે. હવે તેની ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો તેના ફેન્સ ક્લબના ઈન્સ્ટાગ્રામ પર શેર કરાઈ છે. ફોટોમાં નિધિ યલો ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે હાથમાં પર્સ લઈને પોઝ આપી રહી છે. તેની આ ફોટો ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

હાલમાં નિધિ ભાનુશાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમાં તે પર્પલ હૂડીમાં જોવા મળી હતી. તે ઘાંસ પર સૂતી છે અને કેમેરાને જોઈને ખાસ પોઝ આપી રહી છે. આ લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ સિવાય પણ અન્ય એક ફોટોમાં તે તડકામાં ખાસ પોઝ આપતી જોવા મળી રહી છે.

image source

એક્ટ્રેસનો આ ફોટો સાચે જ ખૂબ જ સુંદર છે. તેનો બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ ફોટો પર ફેન્સની તરત જ અનેક પ્રતિક્રિયાઓ આવી છે. દરેક લોકો નિધિના વખાણ કરી રહ્યા છે. તેની અદાઓના દિવાના છે. એક યૂઝરે લખ્યું કે સુંદરતા એક શબ્દ છે તમે તેને યોગ્ય બનાવો છો. અન્ય એક યૂઝરે કહ્યું , પ્લીઝ તારક મહેતામાં પાછા આવી જાઓ. એકે લખ્યું કે હોટનેસ ઓવર લોડેડ, તો કોઈએ કહ્યું તમે બહુ ક્યૂટ છો.

image source

ઉલ્લેખનીય છે કે નિધિએ 2012માં ઝીલ મહેતાને સોનૂના રોલથી રિપ્લેસ કરી હતી અને પોતાની અદાઓ અને પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીત્યું હતું. નિધિએ ટીવી ડેબ્યૂથી આ શોને શરૂ કર્યો હચો. 2019માં નિધિએ શો છોડ્યો અને સાથે તેના રોલને પલક સિધવાનીએ રિપ્લેસ કર્યો. નિધિએ આ શો એટલા માટે છોડ્યો હતો કે તે પોતાની સ્ટડીઝ પર ધ્યાન આપવા ઈચ્છતી હતી. મળતી માહિતી અનુસાર નિધિ મુંબઈમાં રહે છે અને અહીંની એક કોલેજથી બીએ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત