સલમાન ખાનનો ફિલ્મના સેટ પરથી ફર્સ્ટ લુક થયો લીક, લાંબા વાળ અને દાઢીમાં ઓળખાતા પણ નથી.

સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ ટાઇગર 3ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન અને કેટરીના કેફ ટાઇગર 3ના શૂટિંગ માટે ગયા શુક્રવારે રુસ માટે રવાના થઈ ગયા હતા.એમને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક વાયરલ થયો છે.

image soucre

સલમાન ખાન અને કેટરીના રુસના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઇગર 3નું શૂટિંગ કરી રહ્યા છે. રુસ પહોંચતા જ એ એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. એમાં એ કાર ચેઝિંગ સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો લુક વાયરલ થયો છે જેમાં એમને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

image socure

સલમાન ખાનના વાયરલ થઈ રહેલા આ લુકમાં એ બ્રાઉન કલરના લાંબા વાળ અને દાઢીમાં દેખાઈ રહ્યા છે. એ સાથે જ એમને માથા પર લાલ રંગનો બેન્ડ બાંધ્યો છે. સલમાન ખાનને આ લુકમાં ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે એમનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં સલમાન ખાનની સાથે એમના ભાઈ સોહેલ ખાનના દીકરા નિર્વાણ ખાન પણ દેખાઈ રહ્યા છે.

image socure

તો બીજા ફોટામાં રુસમાં સલમાન ખાનના ફેન્સ એમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. સલમાન ખાનના ફેન પેજ અનુસાર એકટર એ દરમિયાન કાર ચેઝિંગ સિક્વન્સનું શૂટિંગ કરી રહયા હતા. સલમાન ખાનનો લુક જોઈને ફેન્સને ફિલ્મ જોવાની એક્સાઇટમેન્ટ વધી ગયું છે.

image source

આ ફોટા પર એક ફેને લખ્યું છે કે શું લુક છે ભાઈજાન. તો બીજા એક ફેને લખ્યું છે કે લાગે છે ભાઈ વર્ષ 2022 વાળી ઇદમાં ધમાકો કરશે. એક યુઝરે લખ્યું છે કે ઇમરાન હાસમીનો પણ કોઈ લેટેસ્ટ ફોટો ટાઇગર સાથે આવી જાય.

image soucre

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરીના કેફ મુંબઈમાં ફિલ્મના અમુક પોર્શન શૂટ કર્યા પછી રુસ ગયા છે. એ પછી ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં હશે. રિપોર્ટ્સનું માનીએ તો ઇમરાન હાશ્મી તુર્કી સિડયૂલથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

image soucre

ટાઇગર 3 વર્ષ 2022માં રિલીઝ કરવામાં આવશે. આ વર્ષ 2022ની સૌથી મોટી બૉલીવુડ ફિલ્મોમાંથી એક હશે. આ ટાઇગર ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ એક થા ટાઇગર બીજી ટાઇગર ઝીંદા હે અને ત્રીજા ટાઇગર 3 હશે. ફિલ્મના પહેલા પાર્ટને કબીર ખાન અને બીજા ભાગને અલી અબ્બાસ જફરે ડાયરેકટ કરી હતી.