લેબના ઉંદર પર નહિ, ગુજરાતના ભિખારીઓ પર ડ્રગ્સનો ટ્રાયલ કરી રહ્યા છે માફિયા, જાણી લો આખરે બેઘર કેમ બની રહ્યા છે નિશાનો.

કોઈપણ દવાનો ટ્રાયલ ઉંદર પર કરવામાં આવે છે પણ ગુજરાતના અમદાવાદમાં ડ્રગ્સ માફિયા પોતાના નવા સિન્થેટિક ડ્રગ્સનું પરીક્ષણ કરવા માટે ભિખારીઓને નિશાનો બનાવી રહ્યા છે. અહીંયા ગુપચુપ ભિખારીઓને ડ્રગ્સ આપીને એની અસર પર નજર રાખવામાં આવી રહી છે.જો ડ્રગ્સનો ટ્રાયલ સફળ થઈ જાય છે તો આ ડ્રગ્સ માફિયા બ્લેક માર્કેટ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. જો ટ્રાયલ સફળ ન થાય તો ભિખારીઓ પર ડ્રગ્સના સાઈડ ઇફેક્ટ પર કોઈ ધ્યાન પણ નથી આપતું.

ઘણીવાર ભિખારીઓ જીવને થઈ જાય છે જોખમ.

image soucre

માફિયા સામાન્ય રીતે ભિખારીઓ અને બેઘર લોકોને શહેરના લાલ દરવાજાની સાથે સાથે રેલવે સ્ટેશન અને બસ ટર્મિનસથી ઉઠાવી લે છે. ઘણા કેસમાં તો ડ્રગ્સ ટ્રાયલ દરમિયાન ભિખારીઓનો જીવ જોખમમાં પડી ગયો હતો.

નાકમાંથી બે દિવસ સુધી વહેતુ રહ્યું લોહી.

image soucre

સલીમ મોહમ્મદનું ઘર કાલુપુર રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે. 38 વર્ષીય સલીમ ભીખ માંગે છે. એ ગાંજો પીવે છે. એને જણાવ્યું કે એક દિવસ બીજા ભીખારીએ એને નવા ડ્રગ્સ ટ્રાય કરવાનું કહ્યું. એને એ ડ્રગ્સ લીધું પણ થોડી જ વારમાં એને ઊલટીઓ થવા લાગી અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

મોહમ્મદની તબિયત બે દિવસ સુધી ખરાબ રહી. બે દિવસ પછી એક અજ્ઞાત વ્યક્તિ આવ્યો અને એ વિશે પૂછપરછ કરી. એ મોહમ્મદને એક ડોકટર પાસે લઈ ગયો જેને એને અમુક દવા આપી. એ પછી મોહમ્મદની સ્થિતિમાં સુધારો થયો.

હિંસક થઈ દીવાલ પર માર્યો મુક્કો

image soucre

ખમસામાં ફૂટપાથ પર રહેતા 25 વર્ષના મહેશ દંતાની મજૂર હતો.કામ નહીં મળવાના કારણે લોકડાઉનમાં એ ભિખારી બની ગયો. એને સુંઘવા માટે અમુક પાઉડર જેવો સમાન આપવામા આવ્યો. એ પાઉડર લઈને એ હિંસક થઈ ગયો. એને પોતાના હાથ વારંવાર એક દીવાલ પર એટલી જોરથી માર્યા કે એના બન્ને હાથ તૂટી ગયા.

બે દિવસ સુધી રહ્યો બેહોશ, દીકરીને ખાવાનું પણ ન મળ્યું.

image soucre

એવી જ રીતે પોતાની પાંચ મહિનાની દીકરી સાથે સારંગપુર પુલ પાસે રહેતી 24 વર્ષીય મેહરુન્નીસા શેખને બે અજ્ઞાત લોકોએ એક ગોળી આપી જેને એને આશ્વસ્ત કર્યા કે આ એને વિભિન્ન બીમારીઓથી બચાવશે. એને જણાવ્યું કે મેં પાણી સાથે ટેબ્લેટ ખાધી. પછી એ માણસોએ અમને થોડું દૂધ આપ્યું જેને મેં અને મારી દીકરીએ પીધું. 15 મિનિટ સુધી મને ચક્કર આવવા લાગ્યા. એવું લાગ્યું જાણે સારંગપુર પુલ મારા પર પડવાનો છે. હું લગભગ એક દિવસ સુધી એવી જ સ્થિતિમાં રહી.

શેખે કહ્યું કે લગભગ દોઢ દિવસ પછી જ્યારે મને હોશ આવ્યો તો મેં જોયુ કે મારા બાળકની તબિયત ખરાબ થઈ ગઈ હતી કારણ કે મેં એને સારી રીતે ખાવાનું નહોતું આપ્યું. કાલુપુર અને પાંજરાપોળ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા 24 વર્ષીય રાજુ મોહિત અને 20 વર્ષીય રેખા કુમારીને પણ આવો જ અનુભવ થયો હતો.

દવા ન મળી તો બ્લેડથી કાપયો હાથ.

image soucre

રોહિતને એક ગોળી આપવામાં આવી જેને એને કચડીને સુંધી એ 2 3 દિવસ માટે હોશ ખોઈ બેઠો. રેખાએ જણાવ્યું કે આ નશીલા પદાર્થને લીધા પછી હું સારી રીતે કામ કરવા, ચાલવા અને બોલવામાં અસમર્થ છું. જ્યારે મને દવા ન મળી તો મેં બ્લેડથી મારો હાથ કાપી નાખ્યો.
ક્રાઈમ બ્રાન્ચમાં એક અધિકારીએ કહ્યું કે એમને ડ્રગ્સ માફિયાઓના આ રીતે ડ્રગ્સ ટ્રાયલ વિશે જાણકારી છે. જો કે કોઈએ પણ એની ફરિયાદ નથી કરી.