આર્યન ખાનને અરેસ્ટ કરનાર સમીર વાનખેડેની પત્ની છે આ જાણીતી હિરોઇન, અજય દેવગન સાથે આપી ચુકી છે હિટ ફિલ્મ

2 ઓક્ટોબરના રોજ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈથી ગોવા જતા ક્રુઝ પરથી NCB દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમાચારે સમગ્ર ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. જ્યારે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો તેના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યાં ઘણા લોકો એવા પણ છે જેમણે આર્યનને લઈને શાહરુખ ખાનને ખરી ખોટી સંભળાવી છે.

image source

આ તો થઈ ગઈ કેસ સાથે સંબંધિત અપડેટ્સ … આજે આપણે એનસીબી અધિકારી સમીર વાનખેડે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે આર્યન ખાનની ધરપકડ કરી હતી. જેના બોલિવૂડ કનેક્શન વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સમીર વાનખેડે દ્વારા આર્યનની ધરપકડ બાદ અધિકારીની પત્ની લાઈમલાઈટમાં આવી છે. વાત જાણે એમ છે કે તે એક જાણીતી અભિનેત્રી છે. તેણે બોલિવૂડની સાથે સાથે અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

image source

તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી ક્રાંતિ રેડકર અજય દેવગન અભિનીત ફિલ્મ ગંગાજલ માં જોવા મળી હતી. હાલમાં, ક્રાંતિ એક ઇંફ્લુઇન્સર ફેશન લાઇનની માલિકી ધરાવે છે. ક્રાંતિએ એક ઇન્ટરવ્યુમાં કહે છે કે જ્યારે સમીર વાનખેડે ઘરમાં આવે છે, ત્યારે ઘણી વખત તેના પેન્ટ પર લોહી લાગેલું હોય છે. તેમના કપડા ફાટી ગયા હોય છે. આ કામ ખૂબ જોખમી છે. તેમ છતાં અમે તેને પૂછતા પણ નથી કે તે ક્યાં ગયા હતા શું થયું. તેઓ ક્યારે આવશે

image source

સમીર વાનખેડેના કામ પર વાત કરતા એક વાતચીત દરમિયાન ક્રાંતિ રેડકરે કહ્યું છે કે, ‘મેં તેના પેન્ટ પર લોહી જોયું છે. ક્યારેક તેમના કપડા ફાટી જાય છે. મને લાગે છે કે લોકો આ બધા વિશે જાણતા નથી. હું તેને ક્યારેય પૂછતી નથી કે તે ક્યાં હતા, તેણે શું કર્યું પરંતુ ડ્રગ માફિયાઓ પર દરોડા પાડવા અને વ્યવહાર કરવો સરળ બાબત નથી. આમ કરવા છતાં લોકો તેના કામની પ્રશંસા કરતા નથી. લોકો આભાર માનતા નથી. ઘણી વખત સવાલ થાય છે કે તે આવું કેમ કરી રહ્યો છે. તે એક થેન્કલ્સ જોબ છે પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. મને લાગે છે કે મીડિયા અને લોકોએ તેને સમર્થન આપ્યું છે.

image source

ક્રાંતિ રેડકર આગળ કહે છે, ‘તેમને ઘણી પ્રકારની ધમકીઓ મળતી રહે છે જે ખૂબ જ ખતરનાક છે. અમે ફક્ત અમારા કામથી જ ઘરની બહાર નીકળીએ છીએ. અમે બાળકો સાથે ક્યાંય પણ મુક્તપણે ફરતા નથી. આ ખૂબ જ બિહામણું છે. તે આ કામનો અભિન્ન ભાગ છે પણ મને મારા પતિ પર ગર્વ છે.

image source

સમીર વાનખેડેએ અગાઉ ઘણા બોલિવૂડ કલાકારોને પૂછપરછ માટે NCB ઓફિસમાં બોલાવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. તો સમીર વાનખેડેની ટીમને કારણે, સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને 1 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે રેવ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, મુનમુન ધામેચા અરબાઝ મર્ચન્ટની જામીન અરજી મુંબઈ કોર્ટે ફગાવી દીધી છે.