શમિતા શેટ્ટીએ કરણ જોહર સામે ઠાલવ્યો ઉભરો, કહ્યું રાકેશ અચાનક બદલાઈ ગયા

બિગ બોસ ઓટીટી હવે એના ફીનાલે તરફ વધી રહ્યો છે. વાત જાણે એમ છે કે આવતા સપ્તાહમાં 18 સપ્ટેમ્બરે શોનો ગ્રાન્ડ ફીનાલે થવાનો છે. એવામાં શોના ફીનાલે પહેલા આ સપ્તાહના સન્ડે કા વોર એપિસોડમાં શોના હોસ્ટ કરણ જોહરે બધા ઘરવાળાઓને એમની ભૂલો તો જણાવી અને એ સાથે જ શોના સૌથી ચર્ચિત કનેક્શન શમિતા શેટ્ટી ને રાકેશ બાપટના સંબંધને લઈને પણ વાત કરી. એ દરમિયાન કરણ જોહરે કહ્યું કે શોની શરૂઆતમાં શમિતા અને નેહા જ રાકેશ માટે મહત્વના રહ્યા છે પછી અચાનક દિવ્યાં રાકેશ માટે આટલી જરૂરી કઈ રીતે થઈ ગઈ. આ સાંભળીને શમિતા શેટ્ટીએ કહ્યું કે એમને પણ એ વાત નથી સમજાતી કે દિવ્યાં ક્યારે અને કેવી રીતે રાકેશ માટે આટલી ખાસ થઈ ગઈ.

image soucre

તો જ્યારે કરણ જોહરે શમિતા શેટ્ટીને પૂછ્યું કે શું રાકેશે એમનું દિલ તોડ્યું છે? એના પર શમિતાએ કહ્યું કે હા રાકેશે એમનું દિલ તોડ્યું છે. શમિતાએ કહ્યું કે રાકેશે એમને સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે. આગળ શમિતા શેટ્ટીએ કહ્યું કે જો એમને લાગે છે કે એ મને દુઃખ નથી પહોંચાડવા માંગતા તો એમને મારી સાથે ખુલીને વાત કરવી જોઈએ જે પણ એમના મનમાં છે પણ એ દૂર થઈ ગયા. મને રાકેશ એવું ફિલ કરાવે છે જાણે હું જ એમની પાછળ પડી છું અને રાકેશ મારી સાથે નથી રહેવા માંગતા.

એ સાથે જ શમિતાએ આગળ કરણ જોહરને જણાવ્યું કે શોની શરૂઆતમાં રાકેશ મને કહેતા હતા કે મને શમિતા ખૂબ જ પસંદ છે, એ મને સ્ટ્રોંગ છોકરી કહેતા હતા બીજું પણ ઘણું બધું રાકેશે કહ્યું. મને લાગતું હતું કે અમારી વચ્ચે બધું બન્નેની મરજીથી થઈ રહ્યું છે પણ રાકેશ અચાનક બદલાઈ ગયા અને હવે હું એક નવા રાકેશને જોઈ રહી છું. આગળ શમિતાએ કહ્યું મેં એમને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો છે કે બહાર કેવું દેખાઈ રહ્યું હશે. તો કરણ જોહરના ગયા પછી શમિતાએ રાકેશને કહ્યું કે એ ઇન્સલટિંગ ફિલ કરી રહી છે કે જાણે એ જ રાકેશની પાછળ પડી છે.

image socure

આ બધું સાંભળીને શમિતાએ રાકેશને એ પણ કહ્યું કે એમની મમ્મી શુ વિચારશે કે છોકરો તો રહેવા જ નથી માંગતો.એ સિવાય શમિતાએ રાકેશને કહ્યું કે નેશનલ ટેલિવિઝન પર જે પણ ખરાબ દેખાયું છે,ઈચ્છે છે કે રાકેશ હવે એમના પ્રત્યે નેશનલ ટેલિવિઝન પર જ પોઝિટિવ એટીટ્યુડ બતાવે. આમ તો ખરેખરમાં શોમાં રાકેશ અને શમિતાના રિલેશન ઉલજી રહયા છે. શોની શરૂઆતમાં બન્ને ખુશ હતા પણ હવે બસ ગુંચવણ બચી છે.