બેંક સંબંધિત કોઈ કામ હોય તો આજે જ જાણી લો આ તારીખો, આવનારા સમયમાં 5 દિવસ બેંક રહેશે બંધ

બેંકના કામ તો સામાન્ય વ્યક્તિને રોજેરોજ નીકળતા જ હોય છે. તેમાં પણ તહેવારો સમયે ખાસ ધ્યાન રાખવું પડે છે કે બેંકમાં રજાઓ હોય તે પહેલા અગત્યના કામો પુરા કરી લેવામાં આવે. જો બેંકની રજા સમયે જરૂરી કામ પુરા ન થયા હોય તો તકલીફ પડી જાય છે. તેવામાં એ વાતની જાણકારી હોવી ખૂબ જ જરૂરી થઈ જાય છે કે બેંકમાં રજાઓ ક્યારે ક્યારે આવે છે. તેમાં પણ જ્યારે બેંકમાં એક સાથે 2,3 દિવસ કરતાં પણ વધારે રજા રહેવાની હોય ત્યારે તે ખાસ જાણવું પડે છે.

image soucre

સપ્ટેમ્બર માસની શરુઆત થઈ ચુકી છે ત્યારે આજે તમને જણાવી દઈએ કે આ માસમાં ક્યારે બેંકમાં રજા રહેશે. ભારતીય રિઝર્વ બેંકના બેન્ક હોલિડે કેલેન્ડર મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશ. પરંતુ જો આ સપ્તાહમાં તો એક સાથે 5 દિવસ બેંક બંધ રહેવાની છે. તો આગામી 5 દિવસમાં તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવાનું હોય તો તે પહેલાં જાણી લો કે તમારા શહેરની બેંકોમાં ક્યારે કામ થશે અને ક્યારે બેંક બંધ રહેવાની છે.

image source

સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો અને સાપ્તાહિક રજાઓના કારણે આ અઠવાડિયે બેંકોમાં 5 દિવસ કોઈ કામ નહીં થાય. તો તમે પણ જોઈ લો આ રજાઓની યાદી અને કરી લો બેંકના કામ પુરા કરવાનું પ્લાનિંગ.

જણાવી દઈએ કે રિઝર્વ બેંક દર મહિને રજાઓની યાદી બહાર પાડે છે. આ મહિને કુલ 12 રજાઓ જાહેર કરવામાં છે જેમાંથી 5 સપ્ટેમ્બરની રજા પુરી થઈ ચુકી છે. હવે કયા કયા દિવસે રજા આવે છે તેના પર કરો એક નજર.

image soucre

8 સપ્ટેમ્બર 2021 – શ્રીમંત શંકરદેવા તિથિ આ દિવસે ગુવાહાટીની બેંકોમાં રજા રહેશે.

9 સપ્ટેમ્બર 2021 – હરિતાલિકા તીજ

હરિતાલિકા તીજ અને ઇન્દ્રજાત્રના કારણે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ગંગટોકમાં બેંકોમાં રજા રહેશે.

10 સપ્ટેમ્બર 2021 – ગણેશ ચતુર્થી, સંવત્સરી

image source

10 સપ્ટેમ્બરે બેંકોમાં રજા રહેશે. આ દિવસે હમદાબાદ, બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર અને પણજીમાં બેંકો બંધ રહેશે.

11 સપ્ટેમ્બર 2021 – મહિનાનો બીજો શનિવાર

image soucre

12 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી તમામ રાજ્યોની બેંકો બંધ રહેશે.