મોંધુ સોનું સસ્તામાં ખરીદવું છે? તો SBI આપી રહી છે ખાસ ઓફર, જલદી જાણી લો કઈ રીતે કરાશે ખરીદી

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ઘણી એવી સુવિધાઓ આપી રહી છે જે કોઈ બીજી બેન્ક કદાચ જ આપી શકે. RBIએ ભારતમાં સોનું આયાત કરવા અને તેને ગ્રાહકોને વેચવા માટે SBIને અધિકૃત કર્યું છે. SBI દુનિયાની પ્રતિષ્ઠિત બેન્કો પાસેથી સોનું ખરીદે છે અને ભારતમાં સર્રાફા જ્વેલર્સ (bullion jewellers) અને વેપારીઓને વેચે છે.

image source

એસબીઆઈ સોનું ખરીદવા માટે મેટલ ગોલ્ડ લોન પણ આપે છે અને અસબીઆઈની વેબસાઈટ મેટલ ગોલ્ડ લોનું
વ્યાજદર ફક્ત 2.7 ટકાથી 4.5 ટકાની વચ્ચે છે.  SBI સોવરેન ગોલ્ડ બોન્ડને ઓનલાઈન ખરીદવાની સુવિધા આપી રહી છે. અહીં માર્કેટ રેટથી 500 રૂપિયા સસ્તુ સોનું ખરીદી શકાશે. જો તમે પણ સસ્તુ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે ખાસ અવસર છે.

મોદી સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં તમે 1 માર્ચથી 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં બોન્ડનો ભાવ 4662 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક ઓનલાઈન સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુલિધા આપી રહી છે.

કોણ કેટલું ખરીદી શકે છે સોનું

image source

રોકાણકાર કર્મશિયલ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, આરબીઆઈ દ્વારા નામિત પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત એક્સચેન્જથી ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. સ્કીમના આધારે વ્યક્તિગત રોકાણકારો અને હિંદુ અવિભાજિત પરિવાર એક વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધારેમાં વધારે 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ દર વર્ષે 20 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે.

500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ મળશે સોનું

image source

ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ રીતે પેમેન્ટ કરવા માટે રોકાણકારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળે છે. એવામાં જો તમે ઓનલાઈન સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો છો તો તમને 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની છૂટ મળે છે.

50 રૂપિયા પ્રતિ ગ્રામ છુટ આપવાનો નિર્ણય

બોન્ડની વેલ્યૂ, ખરીદી સમયગાળાના પહેલાના ત્રણ ટ્રેડિંગ દિવસોમાં 99 ટકા શુદ્ધતાવાળા સરળ સરેરાશ બંધ મૂલ્ય (જેને ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે) પર આધારિત છે. RBIએ આગળ જણાવ્યું કે, સરકારે આરબીઆઈની ભલામણથી ઓનલાઈન અરજી કરનાર રોકાણકારોને આ મૂલ્ય પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છુટ આપવાનો નિર્ણય કર્યો છે. આમાં અરજી માટે પેમેન્ટ ડિજિટલ મોડના માધ્યમથી કરવાનું રહેશે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, આવા ગોલ્ડ બોન્ડ માટે 5,000 રૂપિયા પ્રતિ ગ્રામનો ભાવ રાખવામાં આવ્યો હતો.

image source

SBIની મદદથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં આ રીતે કરો રોકાણ

 SBI નેટ બેંકિંગમાં લોગ ઈન કરો.

image source

 eServices પર ક્લિક કરો અને Sovereign Gold Bond પર જાઓ.

 નિયમ અને શરતો પર ક્લિક કરો અને ‘proceed’ પર ક્લિક કરો.

 રજિસ્ટ્રેશન ફોર્મ ભરો. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે.

image source

 હવે સબમિટ પર ક્લિક કરો.

 પર્ચેઝ ફોર્મમાં સોનાનું પ્રમાણ અને નોમિનીની વિગતો ભરો.

 હવે સબમિટ પર ક્લિક કરો.

તમને જણાવી દઈએ કે બેન્ક 1998થી ગોલ્ડ બેન્કિંગ બિઝનેસમાં સક્રિય છે. તેની હેઠળ મેટલ ગોલ્ડ લોન (Metal Gold Loan) અને ઘરેલુ બઝાર તથા વિદેશમાં સોનાનું બહાર વેચાણ શામેલ છે.

image source

આ યોજના હેઠળ બેન્ક જ્વેલરી મેન્યુફેર્ચરિંગને વર્કિંગ કેપિટલ ફાઈનાન્સ ઉપલબ્ધ કરાવે છે. જ્વેલર્સ આભુષણ બનાવવા માટે બેન્ક પાસેથી લોનના રૂપમાં સોનું ખરીદી શકે છે અને આભુષણને ઘરેલુ બજારમાં વેચી શકે છે અથવા એક્સપોર્ટ કરી શકાય છે.

image source

એસબીઆઈએ એક ટ્વિટમાં સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના 6 ફાયદા પણ બતાવ્યા હતા. ઈન્ટરેસ્ટ ઈનકમ પર ટેક્સ લાગે છે જ્યારે બોન્ડ રીડિમ કરવા સમયે કેપિટલ ગેન સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!