વધી રહ્યા છે કોરોનાના ધડાધડ કેસ, જલદી જાણી લો વેક્સીન લગાવ્યા પછી કેવી થઇ શકે છે આડઅસરો, ડોક્ટર્સ આપી રહ્યાં છે ચેતવણી

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોનાના સંક્રમણથી રક્ષણ મેળવવા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ વેક્સીન પર કામ કરી રહ્યા છે. પહેલીવાર એવુ થશે કે, કોઈ ઈન્ફેક્શનની વેક્સીન માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ કામ કરી રહ્યા છે. હાલ, કોરોના સંક્રમણ માટે જે વેક્સીન બહાર પાડવામા આવી છે તે પ્રભાવશાળી અને સુરક્ષિત હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે પરંતુ, તેને લઈને ડ્રગ કંપનીઓ અને દાક્તરો વિશેષ ચેતવણી આપી રહ્યા છે.

image source

ડોકટરો અને અમુક તજજ્ઞોના મત મુજબ કોરોનાની વેક્સીન લગાવ્યા બાદ ખતરનાક એલર્જી અને આડઅસરોનો ભય તથા સંભાવના વધી શકે છે. અમુક વેક્સીન ટ્રાયલ સાથે વોલેન્ટિયર્સ તરીકે જોડાયેલા કેટલાક લોકોમા વેકિસન ના કારણે આડઅસરો જોવા મળી છે. આ વેક્સીનેશન પ્રોગ્રામને સફળ બનાવવા માટે સૌથી પહેલા તો વેક્સીનની ખામીઓ પર ધ્યાન આપવુ પડશે, તો ચાલો આજે આ લેખમા આપણે વેકસીનની અમુક આડઅસરો વિશે જાણીશુ.

તાવ આવવો અથવા ઠંડી લાગવી :

image source

વેક્સીન લગાવ્યા બાદ એક વોલન્ટિયરને ખુબ જ વધારે તાવ આવી ગયો હતો અને ઠંડી લાગી ગઈ હતી. આ વેક્સીન લગાવ્યાના થોડા કલાક પછી જ તેને ૧૦૨ ડિગ્રી તાવ આવી ગયો હતો. વેક્સીન ઉત્પાદક કંપનીઓએ આ બંને આડઅસરો પર ધ્યાન આપવુ પડશે.

માથામા અસહ્ય પીડા થવી :

image source

વેક્સીન લગાવ્યા બાદ માથાના દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે જ તમને તણાવ , ચિડિયાપણુ અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. વેક્સીન લગાવ્યા બાદ ૫૦ ટકા જેટલા દર્દીઓને આ સમસ્યા થઇ છે.

ઊલટી થવી :

આ વેક્સીનની અસર વ્યક્તિના ગેસ્ટ્રીક સિસ્ટમ પર પડી શકે છે. એક વોલન્ટિયરને મેમા મોડર્નાની હાઈડોઝ આપવામા આવી હતી, જે પછી કલાકો સુધી તેનુ સ્વાસ્થ્ય કથળેલુ રહ્યુ હતુ. આ સમય દરમિયાન વોલન્ટિયરને ઊલટી , ગભરામણ અને પેટદર્દ જેવી સમસ્યાઓ થઇ હતી.

image source

માસપેશીઓમા દર્દ થવો :

જે જગ્યાએ દર્દીઓને વેક્સીન માટે ઈન્જેક્શન આપવામા આવે છે ત્યા માસપેશીઓમા દુ:ખાવો અને સોજો રહે છે. ઈમ્યૂનની પ્રતિક્રિયા પર જે તે ભાગમા રેડનેસ અને રેશીઝની સમસ્યા પણ થઈ શકે છે. મોડર્ના , ફાઈઝર અને ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા આ ત્રણેય વેક્સીનમાં આ આડઅસર જોવા મળી છે.

image source

માઈગ્રેનની સમસ્યા થવી :

એક અહેવાલ મુજબ ફાઈઝન વેક્સીનના ટ્રાયલ બાદ એક વોલન્ટિયરને માઈગ્રેનનો તેજ દર્દ જોવા મળ્યો હતો જેથી, તેણે અન્ય લોકોને સલાહ આપી હતી કે, વેક્સીનના એક દિવસ પહેલા રજા લઈ લે અને ખૂબ આરામ કરે. આ વેક્સીન માઈગ્રેનની સમસ્યાને ટ્રિગર કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!