કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

આજ રોજથી અમદાવાદમાં કર્ફ્યું લાગુ થયા પછી રાજ્યભરની શાળા કોલજોને બંધ રાખવાનો નિર્ણય રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યો.

તા.૧૯ નવેમ્બર, ૨૦૨૦ના ગુરુવારના રોજ ગુજરાતના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તા.૨૩ નવેમ્બર, ૨૦૨૦ ના રોજથી શરુ થનાર શાળા-કોલેજોને શરુ કરવામાં આવવાની હતી પરંતુ હવે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી જવાના લીધે અમદાવાદમાં ફરીથી કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું છે. ગજરાત સરકારની રૂપાણી સરકાર દ્વારા થોડાક કલાકોમાં જ શાળા-કોલેજો અંગે લેવામાં આવેલ નિર્ણયને બદલી દેવામાં આવ્યો છે. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, તા.૨૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજથી રાજ્યભરમાં શરુ થનાર શાળા અને કોલેજો હવે ખુલશે નહી.

image source

નોંધનીય બાબત છે કે, તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૦ આજ રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત રાજ્યના જીલ્લાના DEO સાથે બેઠક આયોજિત કરી હતી. આ બેઠક આયોજિત થયા પછી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજથી શરુ થનાર શાળા-કોલેજોને ખોલવામાં આવશે.

image source

વિદ્યાર્થીઓના વાલીઓનો સતત વિરોધ કરવામાં આવતા શિક્ષણમંત્રી દ્વારા રાજ્યભરની શાળા-કોલેજોને ખોલવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો જોવા મળ્યો હોવાના લીધે અમદાવાદમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ગુરુવારના મોડી રાતના સમયે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળા- કોલેજોને ખોલવાનો લેવામાં આવેલ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે.

image source

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર પછી પણ સતત કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થયો હોવાના લીધે રાજ્ય સરકાર દ્વારા આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય લેવાના કારણે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓ માં તે ઘણી રાહત ભર્યા સમાચાર મળ્યા છે. કારણ કે, વાલીઓ દ્વારા હવે શાળા- કોલેજોને નહી ખોલવા માટેની માંગ કરી રહ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ ભયનું વાતાવરણ બની ગયું હતું.

ઉલ્લેખનીય બાબત છે કે, બપોરના ૩ વાગ્યાના સુમારે બેઠક આયોજિત થયા પછી ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શાળા- કોલેજોને ખોલવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થવાના લીધે આ શાળા-કોલેજોને ખોલવાના નિર્ણય વિષે ફરીથી ચર્ચા કરવામાં આવી હતી. એટલા માટે હવે ફરીથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા દ્વારા ફરીથી શાળા-કોલેજોને ખોલવાના નિર્ણયને થોડાક સમય સુધી મોકૂફ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત