સસરા સામે શાહિદ કપૂરની પહેલી ઇમ્પ્રેશન જ સાવ આવી હતી, લગ્ન થશે કે કેમ પણ નહોતું નક્કી

મીરા રાજપૂત અને શાહિદ કપૂરની જોડી પરફેક્ટ જોડી હોવાનું કહેવાય છે. બંનેના લગ્નને છ વર્ષ થયા છે. તેમને બે બાળકો મીશા અને જેન છે. ઘણીવાર મીરા રાજપૂત બાળકો અને શાહિદ કપૂરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બોલિવૂડ સાથે જોડાયેલા ન હોવા છતાં પણ મીરા રાજપૂતના સોશિયલ મીડિયા પર સારી સંખ્યામાં ફોલોઅર્સ છે અને તે ઘણી એક્ટિવ રહે છે. તેના લગ્ન 21 વર્ષની ઉંમરે શાહિદ કપૂર સાથે થયા હતા. પરંતુ, શું તમે જાણો છો કે શાહિદ કપૂરને જોયા બાદ મીરા રાજપૂતના પિતાએ તેને કહ્યું હતું કે, શુ મારી દીકરી તારી સાથે લગ્ન કરશે?

image soucre

પોતાના એક ઈન્ટરવ્યુમાં શાહિદ કપૂરે કહ્યું હતું કે તેણે અને મીરા રાજપૂત એકબીજાને ક્યારેય ડેટ કર્યા નથી. બંને માત્ર ત્રણથી ચાર વખત મળ્યા હતા અને ત્યાર બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શાહિદ કપૂરે કહ્યું હતું કે તે જ્યારે મીરા રાજપૂતને પહેલીવાર મળ્યો ત્યારે તે ફિલ્મ ‘ઉડતા પંજાબ’નું શૂટિંગ કરી રહ્યો હતો. અભિનેતા શાહિદ કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મને યાદ છે કે જ્યારે હું દિલ્હીના ફાર્મહાઉસ પર મીરા રાજપૂતના માતા-પિતાને મળવા ગયો હતો, તે સમયે હું ફિલ્મના પાત્ર માટે ટોમીના લૂકમાં હતો. મારા વાળ વધેલા હતા અને પોનિટેલ રાખેલી હતી. મેં વિયર્ડ શૂઝ પહેરેલા હતા તેમજ બોડી પર ટેટુ કરાવેલ હતા

image soucre

શાહિદ કપૂરે કહ્યું હતું કે જ્યારે મીરાના પિતાએ તેને આવકારવા માટે દરવાજો ખોલ્યો તો તે તેનો લુક જોઈને ગભરાઈ ગયા હતા. તેમના મોઢામાંથી નીકળી ગયું હતું કે, ‘હે ભગવાન! શું મારી દીકરી તમારી સાથે લગ્ન કરશે?’ લગ્ન પહેલા મીરા રાજપૂતે શાહિદ કપૂર સામે એક શરત રાખી હતી કે લગ્ન પહેલા તેણે પોતાના વાળ પહેલા જેવા જ રાખવા પડશે.

image soucre

તમને જણાવી દઈએ કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમયે, ચાહકોને આશ્ચર્ય થયું હતું કારણ કે શાહિદ કપૂરે ઇન્ડસ્ટ્રીની બહાર લગ્ન કર્યા હતા. જ્યારે ચાહકોને લાગ્યું કે શાહિદ કપૂર લવ મેરેજ કરશે. મીરા રાજપુત શાહિદ કપૂર કરતા 13 વર્ષ નાની છે.

image soucre

બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. શાહિદ કપૂરની જેમ મીરા રાજપૂત પણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.9 મિલિયન ફોલોઅર્સ છે. શાહિદ કપૂરે એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને મીરા એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે.