10 વર્ષ પહેલા વાનખેડેએ કરી હતી શાહરુખ ખાન વિરુદ્ધ કાર્યવાહી અને હવે…

છેલ્લા 1 મહિના જેટલા સમયથી મુંબઈનો હાઈપ્રોફાઈલ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસની શરુઆત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી સાથે શરુ થઈ હતી અને હવે આ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. વાત તો NCBના ઝોનલ ડાયરેક્ટર સમીનના અંગત જીવન પર પણ આવી ચુકી છે. આ મામલે હવે વધુ એક ઘટસ્ફોટ થયો છે. જેમાં જણાવાયું છે કે શાહરુખ અને સમીર વાનખેડે વચ્ચે આ પ્રકારની સ્થિતિ 10 વર્ષ પહેલા પણ જોવા મળી હતી. તો ચાલો આ મામલે જાણીએ વધુ વિગતો.

image source

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ખુદ પણ કેટલાક વિવાદોમાં ફસાયેલા જોવા મળે છે. તેના વિરુદ્ધ નેતા નવાબ મલિક રોજે રોજ નવા નવા ખુલાસા કરી રહ્યા છે. તેમણે તો સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા છે. આ બધા જ વિવાદોનું કારણ એ છે કે સમીર વાનખેડે આર્યન ખાનના ડ્રગ્સના કેસમાં તપાસ કરી રહ્યા છે. આ મામલે બોલિવૂડના અન્ય કલાકારો વિરુદ્ધ પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image soucre

શરુઆતથી જ આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ કેસની તપાસ સમીર વાનખેડેના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. હવે સમીર વાનખેડેની પર્સનલ લાઈફ પણ જાહેરમાં ચર્યાનો વિષય બની છે તેવામાં તેમની પ્રોફેશનલ લાઈફને લઈને નવો ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે શાહરુખ અને વાનખેડે એકબીજાની આમનેસામને છે. આ પહેલા પણ સમીર વાનખેડે અને શાહરૂખ ખાન સામસામે આવી ચૂક્યા છે.

image soucre

એક અહેવાલ મુજબ આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011માં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પર કાર્યવાહી કરી હતી. તે સમયની ઘટનાની વિગતો એવી હતી કે ત્યારે શાહરૂખ ખાન લંડન અને હોલેન્ડથી વેકેશન મનાવીને પરિવાર સાથે ભારત પરત ફર્યો હતો. તે દિવસોમાં સમીર વાનખેડે કસ્ટમ વિભાગમાં હતા. તેણે શાહરૂખ ખાનને એરપોર્ટ પર રોક્યો હતો. શાહરૂખને રોકવા પાછળ સમીર વાનખેડેનું કારણ એવું હતું કે શાહરૂખ ખાન પોતાની સાથે 20 બેગ લઈને જઈ રહ્યો હતો.

image soucre

આ મામલે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનની કલાકો સુધી પુછપરછ કરી હતી. એટલું જ નહીં મર્યાદા કરતાં વધુ સામાન સાથે લઈ જવા બદલ શાહરૂખ ખાનને દોઢ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાના 10 વર્ષ બાદ ફરીવાર કિંગ ખાન અને વાનખેડે આમને સામને આવ્યા છે. પરંતુ આ વખતે કાર્યવાહી થઈ છે શાહરુખ ખાનના દીકરા આર્યન વિરુદ્ધ.

image soucre

મહત્વનું છે કે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા ડ્રગ્સના કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ગત 2 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પાર્ટીમાંથી અટકાયત કરવામાં આવી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આર્યન ખાન આ કેસના અન્ય આરોપીઓ સાથે હાલ આર્થર રોડ જેલમાં બંધ છે અને તેને જામીન મળે તે માટે શાહરુખ ખાન જમીન આસમાન એક કરી રહ્યો છે.