25.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૭-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- પાંચમ ૧૨:૦૧ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની

યોગ :- શિવ

કરણ :- બાલવ, ૧૨:૦૧ સુધી, કૌલવ ૨૨:૪૬ સુધી

સૂર્યોદય :-૦૬:૧૦

સૂર્યાસ્ત :-૧૯:૧૯

ચંદ્ર રાશિ :- કન્યા

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- નાગ પંચમી, રાંધણ છઠ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની બેચેની કે તણાવ માંથી બહાર આવી શકશો.

સ્ત્રીવર્ગ:- કર્મ ફળ જરૂર મળશે.ધીરજ ધરવી.

લગ્ન ઈચ્છુક :-મનના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી શકો.

પ્રેમીજનો:-પ્રયત્નો ફળે.સ્નેહી મિત્ર થી મિલન.

નોકરિયાત વર્ગ:- ઉત્સાહ અને આશાના બળે આગળ વધવું.પ્રયત્નો ફળે.

વેપારીવર્ગ:- વેપાર અંગે સમય સાનુકૂળ થતો જણાય.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં સાનુકૂળ તક સર્જાય. વિઘ્નો દૂર થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ચિંતા અશાંતિના વાદળ વિખરતા જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવન અંગે સમય સાનુકૂળ થતો જણાય.

લગ્ન ઈચ્છુક :- આપના પ્રયત્નો ફળતા લાગે. સ્વજન ઉપયોગી બને.

પ્રેમીજનો:- ધ્યેય તરફ આગળ વધી શકો.

નોકરિયાત વર્ગ:-તણાવમાંથી બહાર આવી શકશો.

વ્યાપારી વર્ગ:-હાનિના પ્રસંગ થી બચવાના પ્રયત્નો કરવા.પ્રયત્નો ફળે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્યની સમસ્યા હલ કરી શકો.આર્થિક પ્રશ્ન ઉભો રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપનો સમય વિચારોમાં વીતી ન જાય તે ધ્યાન રાખજો.

સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ બેચેની માંથી બહાર આવી શકશો.

લગ્ન ઈચ્છુક:- સમાધાનકારી વલણ થી વાત બનવાના સંજોગો રહે.

પ્રેમીજનો:-ખ્વાબો માં ન રહેતા અંતઃકરણ જ કામ લાગશે.

નોકરિયાત વર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે. નાણાકીય પ્રશ્નો હલ થાય.

વેપારીવર્ગ:-નવી મિલકત વસાવી શકશો. સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ચિંતા રહે.વાતાવરણ હળવું લાગે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટેના ચઢાણ કપરાં લાગે.

સ્ત્રીવર્ગ:- કોઈના ભરોસે ચાલવું નહીં. વિવાદનો પ્રસંગ.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટે સાનુકૂળ તક સર્જાય.

પ્રેમીજનો:- મુલાકાતથી વિલંબ ટળે. વિવાદ ટળે.

નોકરિયાત વર્ગ:- નાણાભીડ ટળે.કામ અંગે પ્રવાસ થાય.

વેપારી વર્ગ:-ઉઘરાણીના કામ અંગે ચકમક ટાળવી.

પારિવારિક વાતાવરણ:-સ્વમાન કરતા સમાધાન અપનાવવું.નાણાકીય પ્રશ્નો હલ થાય.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ઉત્સાહ અને આશાના બળે આગળ વધી શકો.

સ્ત્રીવર્ગ:- આર્થિક સાનુકૂળતા જણાય.

લગ્ન ઈચ્છુક:- સંયમ જાળવવો.વિલંબ થતો જણાય.

પ્રેમીજનો :- સ્વમાન ને વધુ મહત્વ ન આપવું.

નોકરિયાત વર્ગ :-ભાઈ ના સહયોગથી નોકરી મળી શકે.

વેપારીવર્ગ :- આર્થિક મદદ મળી આવે.વિઘ્ન દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મિત્ર સ્વજન ઉપયોગી બને.

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના તણાવથી માર્ગ ન મળે.

સ્ત્રીવર્ગ:- મુશ્કેલીના માર્ગથી બચવું.કોઈના ભરોસે ના ચાલવું.

લગ્ન ઈચ્છુક:- અતિ સ્વમાનને મહત્વ ન આપવું. સમય સાથે ચાલવું.

પ્રેમીજનો:- મક્કમ નિર્ધાર તથા વાસ્તવવાદી રહેવું.

નોકરિયાત વર્ગ:- હાલના કામકાજ છોડવા નહીં. ધીરજથી આગળ વધવું.

વેપારીવર્ગ:-ડૂબતા નાણામાંથી થોડા નાણા આવે. સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ વ્યય અટકાવવા.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.ગુંચવણ વધતી લાગે.

સ્ત્રીવર્ગ:- અતિ સ્વમાન વાદવિવાદ, વિખવાદ કરાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં અડચણ આવી શકે.

પ્રેમીજનો:- મિલન માટે ના સંજોગો ધાર્યા પ્રમાણે જણાય નહીં.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે પ્રગતિ ધીમી પણ મહત્વની ગણાય.

વ્યાપારી વર્ગ:- વિરોધીની કારી ફાવે નહીં.

પારિવારિક વાતાવરણ:- અકારણ વિવાદથી તણાવ સર્જાય.સંયમ રાખવો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ઉચાટ,વિષાદ દૂર કરવા.

સ્ત્રીવર્ગ:- પારિવારિક બેચેની અને ઉદાસી દૂર થતી જણાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીત વચ્ચેની અડચણ દૂર થાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- તણાવ ધીમે ધીમે દૂર થતો જણાય.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સાનુકૂળતા રહે.લાભની તક સર્જાય.

પારિવારિક વાતાવરણ:- બોલચાલ તેમજ આર્થિક બાબતે ધ્યાન આપવું.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં તણાવ રહે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામો નિપટાવી શકો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત વાતચીતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો :- કામકાજ સાથે પ્રેમ આસાન ન હોય સંભાળવું.

નોકરિયાતવર્ગ :-નોકરીના કામકાજમાં લાભ ઉભો કરી શકો.

વેપારીવર્ગ:- કરજ લેવાની તજવીજ કરવી પડે. ઉઘરાણીમાં તકાદો કરવો.

પારિવારિક વાતાવરણ:- મજબૂત મનોબળ અને ધીરજથી સરળતા બને.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આળસ ત્યજી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામમાં ચિંતા રહે. સંતાનના કામમાં સફળતા રહે.

લગ્ન ઈચ્છુક:-ભાગ્ય યોગે વિવાહ ના કામમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- મિલન અંગે સાનુકૂળતા.સંયમ જરૂરી રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે સારા સમાચાર મળે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં ભાઈ,મિત્ર થી નાણાંની મદદ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં વાદ-વિવાદથી દૂર રહેવું.તબિયત જાળવવી.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ધ્યાન આપો.સારા મિત્રોની સોબત રાખવી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા રહે. વાદ-વિવાદથી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- જક્કી વલણ વિવાહ અંગે વિલંબ કરાવે.

પ્રેમીજનો:-પ્રેમના મામલે વિશ્વાસથી ચાલવું. છલ ન કરવું.

નોકરિયાત વર્ગ:- કાયમી કામ ન મળે.સીઝનલ કામ કરવા પડે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામ સારા રહે.આર્થિક સંકડામણ બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- કરંજની ચિંતાથી વાતાવરણ ટેન્શન ભરેલું રહે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર-મકાન ફેરબદલ કરવાની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- અચાનક આપની વાત બંધબેસતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે જક્કી વલણ અંતર વધારે.

નોકરિયાત વર્ગ:- છૂટક નોકરી નું કામ કરવું પડે.

વેપારી વર્ગ:- ચતુરાઈપૂર્વક નું કામ વેપારમાં સાનુકૂળતા આપે.

પારિવારિક વાતાવરણ:- વડીલની તબિયત તથા પારિવારિક ખર્ચ અંગે ચિંતા રખાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત