ટ્વિટર એન્ગેજમેન્ટમાં સોનુ સુદે મારી બાજી, બોલિવૂડના ટોચના હિરોને છોડ્યા પાછળ, જાણો કોણ છે નંબર વન પર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એ ઘણી હસ્તીઓ માટે તેમના સમર્થકો અને ચાહકો સાથે જોડાયલ રહેવાનું એક શ્રેષ્ઠ સાધન છે. આના દ્વારા ઘણા લોકો સામાજિક અને રાજકીય સહિતના દરેક મુદ્દા પર તેમની વાતો રાખે છે. ફિલ્મી સ્ટાર્સ પણ તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ટ્વિટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આ વર્ષે બોલીવુડના ક્યાં સ્ટાર્સે સૌથી વધુ ટ્વીટરનો ઉપયોગ કર્યો છે તેનો રિપોર્ટ બહાર આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદનું નામ પહેલા સ્થાને આવ્યું છે. જેણે બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા અભિનેતાને ટ્વિટર એન્ગેજમેન્ટમાં પાછળ છોડી દીધા છે.

સોનુ સુદ ટ્વિટર પર ખુબ જ સક્રિય રહે છે

image source

સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વીટીટીએ ઓક્ટોબરનો વિશ્લેષણ અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં અભિનેતા સોનુ સૂદે બોલીવુડ સ્ટાર્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે જેમણે આ વર્ષે કોરોના રોગચાળા દરમિયાન સૌથી વધુ ટ્વીટરનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે સોનુ સુદ ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહ્યો છે. આ અહેવાલમાં તે ચોથા ક્રમે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર

image source

ટ્વિટિટ દ્વારા જે કેટેગરીઝની વચ્ચે આ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં રાજકારણી, જર્નલિસ્ટ, બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર અને ઇન્વેસ્ટર્સ, ખેલાડી, શેફ, લેખક, કોમેડિયન અને મૂવી સ્ટાર્સ સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બીજા નંબર પર રાહુલ ગાંધી છે. ત્રીજા પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ સૂદ છે.

સોનુ સૂદના ટ્વિટર પર 4.6 મિલિયન ફોલોઅર્સ

image source

અભિનેતા સોનુ સૂદના ટ્વિટર પર 4.6 મિલિયન ફોલોઅર્સ છે.

image source

જ્યારે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સના ફોલોઅર્સની સંખ્યા સોનુ સૂદના ફોલોઅર્સ કરતા ઘણી વધારે છે. આમ છતાં, સોનુ સૂદ 2.4 મિલિયન સાથે એંગેજમેન્ટની લીસ્ટમાં ભદા બોલીવૂડના સ્ટાર્સથી ઉપર છે. નોંધપાત્ર વાત એ છે કે સોનુ સૂદે આ વર્ષે કોરોના રોગચાળામાં ટ્વિટર દ્વારા લોકોને મદદ કરી હતી.

સોનુ સૂદ હજી પણ ટ્વિટર દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે

image source

સોનુ સોદ સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર કલાકારમાંથી એક છે. લોકડાઉન દરમિયાન, તેમણે પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને જરૂરીયાતમંદોને મદદ કરી હતી. ઘણા લોકોએ ટ્વિટર દ્વારા સોનુ સૂદની મદદ માંગી હતી.

image source

અભિનેતાએ તરત જ તેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી અને મદદનો હાથ લંબાવ્યો હતો. સોનુ સૂદ હજી પણ ટ્વિટર દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત