જેફ બેઝોસ હવે અંતરિક્ષમાં બનાવી રહ્યા છે એવી જગ્યા જ્યાંથી જોઈ શકાશે અદ્ભુત નજારો

ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને પૃથ્વીની ભ્રમણકક્ષા એટલે કે ઓર્બિટલ રીફમાં એક ખાનગી સ્પેસ સ્ટેશન બનાવવાની પહેલ કરી છે. જેફ બેઝોસે સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ સ્પેસ સ્ટેશનમાં 10 લોકો રહી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત બેઝોસે કહ્યું કે આ સ્પેસ સ્ટેશનને વર્ષ 2025 પછી ગમે ત્યારે લોન્ચ કરવામાં આવશે. એટલે કે તેને ઝડપથી તૈયાર કરવામાં આવશે.

image source

બેઝોસના આ સ્પેસ સ્ટેશનને ‘ઓર્બિટલ રીફ’ નામ આપવામાં આવ્યું છે. જે અંતરિક્ષમાં બિઝનેસ પાર્ક જેવું હશે. આ સ્પેસ સ્ટેશન માઇક્રોગ્રેવિટી રિસર્ચ અને નિનિર્માણને વેગ આપશે. બ્લુ ઓરિજિનના એક વરિષ્ઠ અધિકારી બ્રેન્ટ શેરવુડે આ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, “છેલ્લા 60 વર્ષોમાં નાસા અને અન્ય સ્પેસ એજન્સીઓએ ઓર્બિટલ સ્પેસ ફ્લાઇટ અને અંતરિક્ષમાં રહેવાના સ્થાનનું નિર્માણ કર્યું છે. આ દાયકામાં હવે તેઓ કોમર્શિયલ બિઝનેસનું નિર્માણ કરશે.

image source

શેરવુડે આગળ કહ્યું હતું કે, તેઓ ક્ષમતાનો વિસ્તાર કરશે અને ખર્ચ પણ ઘટાડશે. સાથે જ એ તમામ સુવિધા અને સેવા આપશે જે સ્પેસ ફ્લાઈટને સામાન્ય બનાવવા માટે જરૂરી છે. જેફ બેઝોસનું ઓર્બિટલ રિફ ધરતીથી 500 કિમીની ઊંચાઈ પર હશે. તે વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી થોડું વધારે ઊંચું હશે. તેમાં રહેનાર અંતરિક્ષ યાત્રી 24 કલાકમાં 32 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકશે.

image source

આ ઓર્બિટલ સ્પેસમાં 10 લોકો રહી શકશે અને આઈએસએસથી વધુ તેમાં જગ્યા હશે. તેમાં ઘણી વિશાળ બારીઓ હશે. આઈએસએસને વર્ષ 2011માં બનાવવામાં આવ્યું હતું. તેને અમેરિકા અને રુસ વચ્ચે અંતરિક્ષમાં સહયોગનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તે વર્ષ 2028 સુધી સુરક્ષિત છે. નાસાને આશા છે કે આઈએસએસ ના બંધ થવા સુધીમાં અન્ય કેટલાક સ્પેસ સ્ટેશન બની જાશે.

image source

બ્લૂ ઓરિજિન ઉપરાંત પણ કેટલીક કંપનીઓ અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા પર વિચાર કરી રહી છે. ગત સપ્તાહમાં સ્પેસ સેવા દેતી કંપની નાનોરોક્સની દિગ્ગજ કંપની લોકહીડ મોર્ટિન સાથે એક કરારા કર્યો હતો જેથી તેઓ 2017 સુધીમાં એક સ્પેસ સ્ટેશન બનાવી શકે. તેને સ્ટારલૈબ નામ આપવામાં આવ્યું છે.