શેરમાર્કેટમાં કડાકાથી અંબાણી, અદાણી સહિતના ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાનું ધોવાણ

ભારતીય શેર બજારમાં છેલ્લા 2 દિવસથી ભારે કડાકા બોલી રહ્યા છે. ગઈકાલે શેરમાર્કેટમાં બોલેલા કડકા બાદ આજે પણ માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને ઘણા સમય બાદ શેરમાર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો. ખુલતા બજારે સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 348 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો જેના કારણે મોટા ઉદ્યોગકારોની સંપત્તિમાં કરોડોનું ધોવાણ થયું હતું.

image soucre

શેર બજારામાં બોલેલા કડાકાથી સૌથી મૂલ્યવાન કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની ઘોષણા, પેટીએમનું નબળું લિસ્ટિંગ બાદ શેરબજારમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઘટાડાના કારણે રિલાયંસ ઈંડસ્ટ્રીના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપનીના શેર 2363.40 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. રિલાયંસ ઈંડસ્ટ્રીનું કહેવું છે કે તેઓ સાઉદી અરામકો સાથેના તેના પ્રસ્તાવિક કરાર પર નવેસરથી વિચાર કરે છે. કંપનીએ પોતાની તેલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ કારોબારમાં 20 ટકાની ભાગીદારી સાઉદી અરામકોને વેંચવાની યોજના બનાવી હતી. તેના પર ફેરવિચારણાની વાતથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને રિલાયંસના શેરમાં ઘટાડો નોંધાયો છે.

image soucre

શેર બજારમાં પડેલા ગાબડાના પરીણામે ગુજરાતી ઉદ્યોગકાર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની વેલ્થ ઘટી છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં 31,000 કરોડથી વધુનું અને ગૌતમ અદાણીની વેલ્થમાં 2600 કરોડથી વધારેનો ઘટાડો થયો છે.

જો કે આ કડાકાથી ગુજરાતના 5 ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિ ઘટી છે. આ અંદાજે 35,000 કરોડથી વધારેનો છે. જેમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સિવાય ઝાયડસ કેડિયા અને પંકજ પટેલને પણ અંદાજે 500 કરોડનો ફટકો પડ્યો છે. આ સિવાય ટોરન્ટ ગૃપના સુધીર મહેતાની નેટવર્થ 300 કરોડથી વધુ ઘટી છે.

image soucre

સપ્તાહની શરુઆતમાં રિલાયન્સનો શેર 109.35 રૂપિયા ઘટ્યો હતો. સોમવારે કંપનીની માર્કેટ કેપ 14.99 લાખ કરોડ પર આવી ગઈ હતી. જો કે 15 નવેમ્બરથી અત્યાર સુધીમાં રિલાયન્સનો શેર 215.15 રૂપિયા તુટ્યો છે.

image soucre

જો કે આ સમયે રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિ પણ ઘટી છે. તેમની નેટવર્થમાં અંદાજે 1071 કરોડોનો ઘટાડો થયો છે. ફોર્બ્સની યાદી અનુસાર ઝુનઝુનવાલાની નેટવર્થ 43,876 કરોડ છે.