ઝિંકની જરૂર માટે ડાયટમાં રોજ ખાઈ લો આ 1 ચીજ, મળશે અઢળક ફાયદા

શરીરમાં ઝિંકની જરૂરત બાકી પોષક તત્વોની જેમ જ હોય છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે તમે અહીં બતાવેલી ચીજોને ડાયટમાં સામેલ કરી શકો છો.

શરીરને બાકી પોષક તત્વોની સાથે ઝિંકની જરૂર વધારે પ્રમાણમાં રહે છે. જાણકારી અનુસાર પુરુષોને લગભગ 11 મિલિગ્રામ અને મહિલાઓને 8 મિલિગ્રામ ઝિંકની દૈનિક જરૂર રહે છે. શરીરમાં તેની ખામીથી ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, ઈમ્યુનિટી નબળી પડવી, વાળ ખરવા, ઘા ધીરે ધીરે ભરાઈ જવા જેવી તકલીફ થઈ શકે છે. આ તકલીફથી બચવા માટે ડાયટમાં આ ચીજોને સામેલ કરવી જોઈએ.

ઝિંકની ખામીને પૂરી કરવા માટે તમે કાજુ, ઓટ્સ, રેડ મીટ, સીપ અને ડેરી પ્રોડક્ટ જેવી ચીજોમાં વધારે હોય છે. જો તમે ઝિંકની ખામીને પૂરી કરવા માટે સસ્તી ચીજોનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આ ચીજને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

image source

કોળાના બીજ

કોળાના બીજ ઝિંકનો સારો અને સસ્તો સો્ર્સ છે. આ બીજના સેવનથી ઝિંકની સાથે તમને મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોલેટ અને બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળી રહે છે.

દાળ

દાળના સેવનથી તમને શરીરમાં ઝિંકની ખામી પૂરી થઈ શકે છે. આ સાથે જ તે તમારા શરીરમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સ જેવા પોષક તત્વોની ખામી પણ પૂરી કરશે.

image source

શિંગ

સસ્તા ભાવે મળતી શિંગ પણ ઝિંકનો સારો સોર્સ છે. તેનાથી શરીરમાં ઝિંકી ખામી પરી થાય છે અને સાથે જ આયર્ન, વિટામિન ઈ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને ફાઈબર જેવા પોષક તત્વો પણ શરીરને મળે છે.

તલ

ઝિંકની જરૂર પૂરી કરવા માટે તમે તલનું સેવન પણ કરી શકો છો. ઝિંકની સાથે જ શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પલેક્સ અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્વોની જરૂરને પણ પૂરી કરે છે.

image source

ઈંડાની જરદી

ઈંડાની જરદી એટલે કે તેનો પીળો ભાગ પણ ઝિંકની ખામીને પૂરા કરવા માટે ડાયટમાં સામેલ કરી શકાય છે. તેની સાથે તમે શરીરમા કેલ્શિયમ, થાઈમિન, વિટામિન, બી6, ફોલેટ, વિટામીન બી 12, આચર્ન, ફોસફરસ, પેથોનિક એસિડ જેવા તત્વોની ખામી પૂરી કરશે.

લસણ

લસમના સેવનથી તમને વધારે પ્રમાણમાં ઝિંક મળે છે. એટલું જન હીં લસણની એક કળી રોજ ખાવાથી ઝિંકની સાથે વિટામીન એ, બી અને સી સહિત આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!