તમે પણ એકવાર જોઈ લો શિલ્પા શેટ્ટીનું ડ્રીમ હાઉસ, આ સુવિધાઓથી છે સજ્જ, જાણીને આંખો થઈ જશે ચાર

દિલ વાલો કે દિલ કા કરાર લૂંટને…આ ગીત ભલે કોઈને યાદ ન હોય પણ એ ગીતામાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં દેખાયેલી શિલ્પા શેટ્ટીને ભલા કોણ ભૂલી શકે. શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તો તમને જણાવી દઈએ કે શિલ્પાની લાઇફસ્ટાઇલ પણ એકદમ લકઝરીયસ છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલો આવે છે શિલ્પા શેટ્ટીનો આલિશાન બંગલો જેને જોઈને તમારી આંખો પહોળી થઇ જશે.

image soucre

શિલ્પા શેટ્ટીએ જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. આમ તો રાજ અને શિલ્પાના ઘણા બાંગ્લા છે પણ જે ઘરમાં એ રહે છે એ મુંબઈના જુહુમા આવેલો છે. આ ઘર શિલ્પાનું ફેવરિટ છે જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ બંગલાના ફોટા જોઈને તમે સમજી જશો કે શિલ્પા કેટલી રોયલ લાઈફ જીવે છે.

image soucre

શિલ્પા શેટ્ટીએ જાતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ હંમેશાથી જ સી ફેસિંગ ઘર ઈચ્છતી હતી. આ ઘર એમનું ડ્રિમ હાઉસ છે. શિલ્પા શેટ્ટીના આ ઘરનું નામ કિનારા છે. કિનારા સેલિબ્રિટીના ફેમસ ઘરોમાંથી એક છે. જોઈ લો શિલ્પા શેટ્ટીના રોયલ હાઉસ કિનારાના ફોટા અને આ ઘર વિશે રસપ્રદ વાતો.

image soucre

શિલ્પા શેટ્ટીના ઘરનું નામ કિનારા છે. આ ઘરને શિલ્પા શેટ્ટીએ ભારતની જ નહીં પણ પોતાના ઇન્ટરનેશનલ ટ્રાવેલથી લાવેલી વસ્તુઓથી ડેકોરેટ કર્યું છે. આ ઘરમાં પરંપરા અને આધુનિકતાનો અદભુત સંગમ છે. પોતાના ઘરમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે શિલ્પા શેટ્ટીએ ફેંગશુઈ અને વાસ્તુના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

જો શિલ્પા શેટ્ટીના ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો ઝીબ્રા પ્રિન્ટ વાળું સેન્ટર ટેબલ અને એની સાથે મેળ ખાતા કુશન કવર્સથી ડ્રોઈંગ રૂમની સુંદરતા જોવા જેવી છે. શિલ્પા શેટ્ટીએ એમના ઘરને યુનિક લુક આપ્યો છે અને એમના ઘરમાં બધા રૂમમાં આ વસ્તુ જોવા મળે છે..

image socure

વાસ્તુ અનુસાર જો ઘરનો પ્રવેશ દ્વાર સુંદર અને સુરુચિપૂર્ણ હોય તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો હંમેશા વાસ થાય છે. આ વસ્તુ શિલ્પા શેટ્ટીના ઘરના એન્ટરન્સમાં પણ જોવા મળે છે. શિલ્પા અને રાજ કુન્દ્રાના ઘરનો પ્રવેશ દ્વાર કન્ટેપરેરી ડિઝાઇન્સથી પ્રેરિત છે અહીંયા દીવાલોથી લઈને શેંડીલિયર્સ, પેઇન્ટિંગ, હેંડીક્રાફ્ટસ, સોફનું સેટિંગ અને ગ્લાસ ફાઉન્ટન વ્યક્ત કરે છે કે શિલ્પા શેટ્ટી પોતાના ઘરમાં સુંદરતા જાળવી રાખવામાં કેટલો રસ ધરાવે છે.

શિલ્પા શેટ્ટીના ઘરની સીટીંગ એરિયા એટલે કે બેઠક એવી છે જ્યાં કલાકો આરામથી પસાર થઈ શકે છે. આ બેઠકની સજાવટ સુરુચિપૂર્ણ રીતે કરવામાં આવી છે. અહીંયા સોફા, ટેબલ અને આસપાસની દીવાલોના રંગ, બધું જ આંખોને આરામ આપે એવું છે.

શિલ્પા શેટ્ટીના ઘરના રૂમની સાથે સાથે એમની ગેલેરી પણ સુંદર છે. રૂમ સુધી લઈ જતી લોબીમાં ગોલ્ડન લુક, અહીંયા આર્ટ વર્ક, મરૂન પડદા અને એ સાથે વાઇબ્રન્ટ કલર્સ વાળું કાર્પેટ જોવામાં ખરેખર ખૂબ જ ભવ્ય લાગે છે.

image soucre

શિલ્પા શેટ્ટીનો બેડરૂમ પણ સંપૂર્ણપણે રિલેક્સ ફિલ કરાવે તેવો છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શિલ્પા શેટ્ટીએ પોતાન ઘરની ચર્ચા કરતા કહ્યું હતું કે મને કિનારાની સૌથી સુંદર વસ્તુ એ લાગે છે કે અહીંયાંથી સમુદ્રનો અદભુત નજારો દેખાય છે. તો રાત્રે સમુદ્રની લહેરોનો અવાજ સૂકુનનો અહેસાસ કરાવે છે. જો કે મને એની દેખરેખમાં ઘણી મહેનત કરવી પડે છે.

શિલ્પા શેતી આ ઘરમાં ઘણીવાર પોતાના સેલિબ્રિટી મિત્રો અને ઘરના લોકોને ભોજન પર ઇનવાઈટ કરતી રહેછે. એમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ફિલ્મ મેકર કરણ જોહર અને એમની બહેન શમિતા શેટ્ટી સામેલ છે. આટલા મોટા ઘરને સાચવવાનું કામ ખરેખર ચેલેન્જિંગ છે. સ્વાભાવિક છે કે શિલ્પા યોગ અને હેલ્થી લિવિંગથી એટલી એનર્જેટિક રહે છે કે એ ઘરને વ્યવસ્થિત રાખવાથી લઈને બાળકોની દેખભાળ અને પોતાની પ્રોફેશનલ લાઈફ વચ્ચે સરળતાથી સંતુલન સાધી લે છે.