કઝિનના લગ્નમાં શ્રદ્ધા કપૂર પહોંચી બોયફ્રેન્ડ સાથે, અને કેમેરામાં આવી પળો કેદ થતા બન્ને કરી બેઠા કંઇક એવું કે…શું તમે જોઇ આ તસવીરો?

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના દીકરા અને શ્રદ્ધા કપૂરના કઝીન પ્રિયાંક શર્માએ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

image source

કોર્ટ મેરેજ બાદ બંનેના લગ્નની ખુશીમાં મોરાની હાઉસમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સની સાથે એક ખાસ મહેમાને પણ હાજરી આપી હતી. આ મહેમાન હતો શ્રદ્ધા કપૂરનો બોયફ્રેંડ.

image source

શ્રદ્ધા કપૂર કઝીનના લગ્નમાં તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે પહોંચી હતી. પ્રિયાંક શર્મા અને શજા મોરાનીના લગ્નમાં શ્રદ્ધા કપૂર સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા જોવા મળતા ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

image source

બંને હાથમાં હાથ પકડી અને પાર્ટીમાં પહોંચ્યા હતા પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના ફોટો ક્લિક થઈ રહ્યા છે ત્યારે તુરંત જ બંને અલગ અલગ થઈ ગયા અને ફોટો ક્લિક કરાવવાની ના કહી દેવામાં આવી.

image source

પાર્ટીમાં શ્રદ્ધા વાઈટ કલરના આઉટફીટમાં સજ્જ થઈ પહોંચી હતી. જ્યારે રોહન બ્લૂ કલરના આઉટફીટમાં જોવા મળ્યો હતો. બંનેએ કોરોનાથી બચવા માટે માસ્ક પણ પહેર્યું હતું. બંને સાથે રોહન શ્રેષ્ઠાનો ભાઈ પણ જોવા મળ્યો હતો.

image source

મહત્વપૂર્ણ છે કે શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા સમયથી તેના સંબંધોના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ ખબરો વહેતી થઈ હતી કે શ્રદ્ધા ટુંક સમયમાં લગ્ન કરવા અંગે પણ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

image source

જો કે આ ખબરો પર શક્તિ કપૂરે કહ્યું હતું કે આવું કંઈ જ નથી, તે બંને નાનપણના મિત્રો જ છે. તેનાથી વધુ તેમની વચ્ચે કંઈ નથી. જો કે આ પહેલા જ્યારે શ્રદ્ધા કપૂરને જાહેરમાં પુછવામાં આવ્યું હતું કે હવે તે ક્યારે લગ્ન કરશે ત્યારે તેણે મરાઠીમાં કહ્યું હતું કે “ શું કહી રહ્યા છો તમે ? “

image source

જણાવી દઈએ કે હાલ તો વાત એવી છે કે રોહન અને શ્રદ્ધા ફક્ત સારા મિત્ર છે. પરંતુ અંદરખાને ચર્ચાઓ એવી છે કે રોહન નાનપણનો મિત્ર હોવાની સાથે શ્રદ્ધાની અને પરીવારની ખૂબ જ નજીકની વ્યક્તિ પણ છે. રોહન એક બિઝનેસમેન છે અને ઘણા સમયથી શ્રદ્ધા અને રોહન સાથે સમય પસાર કરી રહ્યા છે. તેવામાં વરુણ ધવન બાદ શ્રદ્ધા તેના લગ્નની જાહેરાત કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત