ખરાબ દિવસોમાંથી બહાર આવવા અને સાથે-સાથે પૈસાની તંગી દૂર કરવા દરરોજ તમે પણ બોલો શ્રી કૃષ્ણનો આ મંત્ર

કઈ વ્યક્તિ એવી છે જે પોતાના ઘરમાં સુખ- શાંતિ અને સમૃધ્ધિ નથી ઈચ્છતી ? દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, એના ઘરમાં સુખ- શાંતિ અને સમૃધ્ધિનો વાસ હંમેશા માટે થાય.

image source

ત્યારે હિંદુ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા જેને કરવાથી આપના ઘરમાં હંમેશા માટે સુખ- શાંતિ અને સમૃધ્ધિનો વાસ થાય છે. આજે અમે આપને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા શ્રીકૃષ્ણને ઠાકોરજીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે તે ઘરમાં અને તે ઘરમાં રહેતા વ્યક્તિઓ પર કોઇપણ પ્રકારની મુસીબત આવતી નથી.

એટલા માટે આવા જ કેટલાક કારણો છે કે મોટાભાગના ઘરોમાં શ્રી કૃષ્ણની સેવા- પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે. પણ આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ માટે શ્રી કૃષ્ણની વિધિવત પૂજા- અર્ચના કરવી શક્ય નથી. એટલા માટે આજે અમે આપને શ્રી કૃષ્ણના એવા કેટલાક મંત્ર વિષે જણાવીશું જેના જાપ કરવાથી આપના ઘરમાં સુખ- શાંતિ અને સમૃધ્ધિથી ભર્યું રહેશે.

image source

ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક એવા મંત્રો છે જેનો નિયમિત રીતે જાપ કરવાથી આપનો ખરાબ સમય દુર થઈ જશે અને આપનો શુભ સમય શરુ થઈ જશે. ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણના મંત્રો…

*कृं कृष्णाय नमः –

ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રને મૂળમંત્રના રૂપમાં જાણવામાં આવે છે. એટલે આપે ભગવાન શ્રી કૃષ્ણનો આ મૂળમંત્રનો જાપ નિયમિત રીતે કરવાથી આપના ઘરમાં સુખ અને ખુશીઓનું આગમન થવા લાગે છે. ઉપરાંત અટકી ગયેલ નાણા પણ પાછા મળી શકે છે.

image source

*ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा –

ઉપરોક્ત મંત્ર કોઈ સાધારણ મંત્ર નથી. આ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનો સપ્તદશાક્ષરનો મહામંત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ મહામંત્રનો જાપ કરવાથી આપની દરેક સમસ્યાઓ દુર થતી જણાય છે.

* गोवल्लभाय स्वाहा –

image source

આ મંત્ર જોઇને આપને લાગતું હશે કે, આ કોઈ સામાન્ય મંત્ર છે. હા આ મંત્ર ભલે બે શબ્દોનો બનેલો મંત્ર છે પણ ખુબ જ અસરકારક રીતે આપની પર તથા આપના પરિવારના સભ્યો પર ખુબ જ જલ્દી અને સારો પ્રભાવ જોવા મળે છે.

image source

ઉપરોક્ત જણાવવામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણના મંત્રો અત્યંત પ્રભાવશાળી અને લાભદાયક મંત્રો છે. ઉપરોક્ત દર્શાવવામાં આવેલ મંત્રોનું નિયમિત રીતે જાપ કરવાથી આપના ઘરમાં સુખ- શાંતિ અને સમૃધ્ધિનો વાસ થાય છે અને આપના પર અને આપના પરિવારના સભ્યો પર કોઈ મુસીબત આવતી નથી. જો આપ પણ આપના ઘરમાં સુખ- શાંતિ અને સમૃધ્ધિનો વાસ ઈચ્છતા હોવ તો પણ આપની પાસે સમયનો અભાવ છે તો આપે ઉપરોક્ત મંત્રો માંથી કોઈ એક મંત્રનો જાપ પણ રોજ નિયમિત રીતે કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત