સ્લિમ લુક માટે કેવી રીતે પહેરશો સાડી, કેવી રીતે સિવડાવશો બ્લાઉઝ, જાણો નહિં તો સાડીમાં લાગશો જાડિયા

સાડીને ગ્લેમરસ અંદાજ આપવો છે તો સાડી સ્ટાઈલિંગની અમુક બેઝિક વાતો જાણવી જરૂરી છે. અમુક ફેશન ટ્રિક્સનું ધ્યાન રાખવું જરૂરી છે તો જ તમે મેળવી શકશો પરફેક્ટ સાડી લુક.

તમારી બોડી ટાઈપનું રાખો ધ્યાન.

image source

જો તમે લાંબા છો તો પ્રિન્ટ અને ટેક્સચરને લઈને તમારી પાસે ઘણી સારી ચોઇસ છે કારણ કે તમારા પર બધું જ સારું લાગશે પણ જો તમારી હાઈટ ઓછી છે તો સારું રહેશે કે તમે ફ્લાઈ ફેબ્રિક સાડી સિલેક્ટ કરો. એ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે સાડી વધારે એમબલિશમેન્ટ ન હોય. તમે વર્ટિકલ લાઇન કે પ્રિન્ટ સિલેક્ટ કરી શકો છો. એમાં તમે લાંબા અને સ્લિમ દેખાશો.

તમારા ફિગર અનુસાર પસંદ કરો બ્લાઉઝ.

image source

સાચા બ્લાઉઝ સિલેક્શન તમારા સાડી લુકમાં નવો ગ્લેમર એડ કરી શકે છે. જો તમારા હાથ જાડા હોય તો સારું રહેશે કે તમે 3/4 સ્લીવનો બ્લાઉઝ જ પસંદ કરો. જો તમારે તમારા બસ્ટ એરિયામાં વોલ્યુમ એડ કરવું હોય તો એવું બલાઉઝ પસંદ કરો જેમાં એમબલિશમેન્ટ હોય. સારું રહેશે કે સૌથી પહેલા તમારા પ્રોબ્લમ એરિયાને ઓળખો અને બ્લાઉઝ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખો કે તમારો પ્રોબ્લમ એરિયા હાઇલાઇટ ન થાય. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે બ્લાઉઝનું ફિટિંગ એકદમ પરફેક્ટ હોય. વધારે ટાઈટ કે લુઝ બ્લાઉઝ તમારા સાડી લુકને બગાડી શકે છે.

તમારા સ્કિન ટોનનું પણ રાખો ધ્યાન.

image source

સાડી સિલેક્ટ કરતી વખતે તમારા સ્કિન ટોનનું પણ ખાસ ધ્યાન રાખો. ફેર સ્કિન ટોન પર પેસ્ટલ કલર્સ, પિંક, બેબુ બ્લુ કલર્સ સારા લાગે છે. પણ ફેર સ્કિનવાળા લોકોએ બેઝ ક્રીમ જેવા ન્યૂડ શેડ્સથી બચવું જોઈએ. એવી રીતે ઘઉંવર્ણી સ્કિન પર ઓરેન્જ, ટીલ બ્લુ, ડસ્ટી રોઝ શેડ્સ સારા લાગે છે, પણ એમને નિયોન શેડ્સથી બચવું જોઈએ. જ્યારે ડાર્ક સ્કિનની સ્ત્રીઓને પિચ, કોરલ જેવા અરદી ટોન અને બ્લુ, ઓલિવ અને પર્પલ જેવા જવેલ ટોન પસંદ કરવા જોઈએ.

ઇઝી ફેબ્રિક પસંદ કરો.

image source

સાડી માટે એવું ફેબ્રિક પસંદ કરો જે હેન્ડલ કરવામાં સરળ હોય. શિફોન, જ્યોર્જટ, નેટની સાડીઓ તમે સરળતાથી કેરી કરી શકો છો. જો તમને સાડી પહેરવાની આદત ન હોય તો કોટન, સિલ્ક જેવા ફેબ્રિકની સાડીઓથી બચો.

જો તમે જાડા હોય તો.

જો તમે સ્લિમ ટ્રિમ નથી તો મોટી પ્રિન્ટવાળી સાડીઓથી બચો. નાની પ્રિન્ટ વાળી સાડી સિલેક્ટ કરો. ડેલીકેટ વર્કવાળી સાડી જ પહેરો. એમાં તમે સ્લિમ દેખાશો. ડાર્ક કલર્સની સાડીઓ પહેરીને પણ તમે સ્લિમ લુક મેળવી શકો છો. એ સિવાય ધ્યાન રાખો કે મોટા બોર્ડર વાળી સાડી હેવી લુક આપે છે..એટલે હંમેશા પાતળી બોર્ડરવાળી સાડી પહેરો.

પરફેક્ટ ફૂટવેરનું સિલેક્શન પણ જરુરી.

image source

ફૂટવેર સિલેક્શન તમારી સાડીમાં નવું ગ્લેમર એડ કરશે. સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખો કે સાડી સાથે કમ્ફર્ટેબલ ફૂટવેર જ પહેરો. આમ તો સાડીની સાથે હિલ્સ ખૂબ જ સુંદર લાગે છે જો તમે પેન્સિલ હિલ્સમાં કમ્ફર્ટેબલ મહેસુસ ન કરતા હોય તો પ્લેટફોર્મ હિલ્સ કે વેજેજ સિલેક્ટ કરો.

ડ્રેપિંગની નવી સ્ટાઇલ ટ્રાય કરો.

image source

આજકાલ સાડી ડ્રેપિંગમાં પણ ઘણી સ્ટાઇલ આવી ગઈ છે તો તમે પણ ટિપિકલ ડ્રેપિંગ છોડીને કંઈક નવું ટ્રાય કરો. જો ડ્રેપિંગમાં તમારું પરફેક્શન નથી તો પ્રિ સ્ટીચડ સાડી ટ્રાય કરો. પ્રિ સ્ટીચડ સાડીમાં સાડી ગાઉન, ધોતી સાડી, કેપ સાડી, વન શોલ્ડર, ઓફ શોલ્ડર જેવા ઘણા ઓપશન છે. તમે એમાંથી કોઈપણ ઓપશન સિલેક્ટ કરી શકો છો અને મિનિટોમાં સ્ટાઈલિશ લાગી શકો છો.

સાડીને વધુ હાઈ કે લો ડ્રેપ કરવું.

સાડીને સરખી રીતે ડ્રેપ કરવું પણ સાડીને એલીગન્ટ લુક આપે છે. બહુ ઉપર કે બહુ નીચે સાડી પહેરવી એ તમારા સાડી લુકને સપોઇલ કરી શકે છે. જો બહુ ઉપર સાડી પહેરવામાં આવે તો એનાથી તમારી હાઈટ ઓછી લાગશે. એવી જ રીતે બહુ નીચે સાડી પહેરવામાં આવે તો તમારા પગ નાના લાગશે અને સાડી કલાસી નહિ લાગે.

જવેલરી સિલેક્શન પણ છે જરૂરી.

image source

સાડી પહેરવાનો મતલબ એ નથી કે તમે ઘણી બધી જવેલરી પહેરી શકો છો. એલીગન્ટ લુક માટે સાડીની સાથે સ્ટેટમેન્ટ નેક પીસ કે એથનીક ઈયરરિંગસ પહેરો. નેકલેસ અને ઈયરરિંગસને એકસાથે પહેરવાની ભૂલ ન કરો.