જ્યારે પડદા પર આ અભિનેત્રીઓએ ભજવ્યું રાણી લક્ષ્મીબાઈનું પાત્ર, અને લોકોએ કર્યા ખૂબ વખાણ

રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828માં બનારસના એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વર્ષ 1857ની ક્રાંતિમાં અંગ્રેજી હુકુમત વિરુદ્ધ લડતા લડતા રાણી લક્ષ્મીબાઈએ પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું. સાહસ અને બહાદુરીનું મિસાલ મનુએ મરતા દમ સુધી એ જ કહ્યું કે હું મારું ઝાંસી નહિ આપું.

image source

રાણી લક્ષ્મીબાઈના વ્યક્તિત્વએ દરેક વ્યક્તિને આકર્ષિત કર્યા, પછી એ લેખક હોય કે ફિલ્મકાર કે પછી નાટ્યકાર હોય. બોલીવુડની ફિલ્મોથી લઈને ટીવી સિરિયલ સુધી નિર્દેશકોએ એમની વિરગાથા પોતપોતાના અંદાજમાં બતાવી છે. ઘણી અભિનેત્રીઓએ રાની લક્ષમી બાઈનો રોલ કરીને ખૂબ જ પ્રશંસા પણ મેળવી છે. તો ચાલો જોઈ લઈએ કે કઈ કઈ અભિનેત્રીઓએ અત્યાર સુધી રાણી લક્ષ્મીબાઈનું ઉમદા પાત્ર ભજવ્યું છે.

મણિકર્ણીકા.

image source

સૌથી પહેલા વાત કરીએ કંગના રનૌતની. કંગના રનૌતે વર્ષ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ મણિકર્ણીકામાં રાણી લક્ષ્મી બાઈનો રોલ કર્યો હતો. એ માટે એમને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યું હતું. બાહુબલી સિરિઝને લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મની વાર્તા લખી હતી કંગના રનૌતે ફિલ્મમાં રાણી લક્ષ્મી બાઈનો રોલ ખૂબ જ સરસ રીતે અદા કર્યો હતો. જો કે આ ફિલ્મના નિર્માણ દરમિયાન કેટલાક વિવાદો પણ સર્જાયા હતા.

ઝાંસી કી રાની.

image source

24 જાન્યુઆરી 1953માં રાણી લક્ષ્મી બાઈની પહેલી બાયોપિક ઝાંસી કી રાની રિલીઝ થઈ હતી, જે હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે. એનું નિર્માણ અને નિર્દેશન સોહરાબ મોદીએ કર્યું હતું. આ ફિલ્મમાં રાણી લક્ષ્મી બાઈનું પાત્ર સોહરાબ મોદીની પત્ની મહતાબે ભજવ્યું હતું જ્યારે એ ખુદ રાજગુરુ એટલે કે રાજકીય સલાહકારના ખૂબ જ મહત્વના રોલમાં હતા. મહતાબના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

એક વીર સ્ત્રી કી કહાની ઝાંસી કી રાની.

image source

વર્ષ 2009માં શરૂ થયેલી સિરિયલ એક વીર સ્ત્રી કી કહાની ઝાંસી કી રાનીમાં સહરસા બિહારની રહેવાસી ઉલ્કા ગુપ્તાએ ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલમાં રાની લક્ષ્મી બાઈના યુવાવસ્થાનું પાત્ર કૃતિકા સેંગરે ભજવ્યું હતું. પોતાના સમયમાં આ સિરિયલ ટીઆરપીની બાબતમાં સૌથી સારા ટીવી શોમાંથી એક રહી હતી.

ઝાંસી કી રાની.

image source

બાલ વીર, દેવો કે દેવ મહાદેવ અને ઈન્ટરનેટ વાલા લવ જેવા શો કર્યા પછી એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ લડી મર્દાની ઝાંસી કી રાની સીરિયલમાં રાની લક્ષ્મી બાઈની ભૂમિકા ભજવી હતી. એમના આ રોલને ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!