એક સાપે આખાએ કુટુંબની ફેરવી નાખી પથારી – કંપારી છૂટી જાય તેવી ઘટના
એક સાપે આખાએ કુટુંબની ફેરવી નાખી પથારી – કંપારી છૂટી જાય તેવી ઘટના
મધ્ય રાત્રીએ જ્યારે માતાની આંખો ખૂલી તો સામે જ ફેણ ફેલાવીને ઉભો હતો સાપ અને પછી જે થયું તેજાણી તમારો પરસેવો છૂટી જશે

સાપ એટલે કે નાગદાદાને આપણે શંકર ભગવાનના માનીતા ગણીએ છીએ અને નાગ પાંચમના દિવસે તેમની પૂજા પણ કરીએ છીએ. સાપ આસપાસમાં ક્યાંય જોવામાં આવે તો ત્યાં હાજર દરેક વ્યક્તિ તે સાપને લઈને ભારે એક્સાઇડ થઈ જતો હોય છે. તો વળી ડીસ્કવરી પર કે પછી નેટ જીઓ પર આવતા સાપના શોઝ પણ નાના ભુલકાઓથી માંડીને વૃદ્ધોને પણ જોવાની મજા આવે છે.
તેની પાછળનું મુખ્ય કારણ છે સાપનું ઝેર અને તેના ઝેરમાં રહેલી માણસનો જીવ લેવાની ક્ષમતા. માટે જ સાપ જોઈને કોઈ પણ વ્યક્તિ સાવચેત બની જાય છે તેનાથી સોં ગાંવ છેટા રહેવામાં જ પોતાની ભલાઈ સમજે છે. અને આપણે પણ આપણી આસપાસ ક્યાંય સાપ જોવા મળે કે તરત જ સાપ પકડવાવાળાને બોલાવીએ છીએ અથવા તો વિવિધ ઉપાય કરીને ત્યાંથી સાપને ભગાડી દઈએ છીએ તો વળી ક્યાંક તો સાપને મારી પણ નાખવામા આવે છે.

તાજેતરમાં છત્તીસગઢના કવર્ધામાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી ગઈ. એક આખાએ હર્યા ભર્યા કુટુંબનો સાપે પોતાના ઝેરથી નાશ કરી દીધો. આ ઘટના ગત શનિવારે એટલે કે 30મી મેના રોજ રાત્રીના 12 વાગે ઘઠી હતી. ઘરના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેમનો 10 વર્ષનો દીકરો જમીન પર ભર ઘસઘસાટ સુઈ ગયા હતા. અને ખૂબ જ શાંતિથી ત્રણે જણને જરા પણ ખ્યાલ ન આવે તેમ સાપ ડંખ મારીને ત્યાંથી સરકી રહ્યો હતો.

આ દરમિયાન મહિલાની ઉંઘ ઉઘડી ગઈ અને તેણે સાપને ઓરડામાંથી બહાર જતો જોઈ લીધો. તેણે તરત જ પોતાના ઘસઘસાટ ઉંઘતા પતિને જગાડ્યો, દીકરાને પણ જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે તો બેભાન થઈ ગયો હતો. તેણીએ બૂમો પાડી પાડીને આજુબાજુના પાડોશીઓને પણ જગાડી દીધા. પાડોશીઓ તરત જ તે ત્રણેને હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સાપનું ઝેર આખાએ શરીરમા ફેલાઈ ગયું હતું અને તેમણે જીવ ગુમાવી દીધો.

છત્તીસ ગઢના કવર્ધા જિલ્લાના કુકદૂર ગામની આ ગોઝારી ઘટના છે. મૃતકોના નામ સમય લાલ ઉં.વ 40, તેમના પત્ની ગંગા બાઈ ઉં.વ 35 અને તેમનો દીકરો સંદીપ ઉં.મવ. 10. શનિવારે રાત્રે સાપ જમીન પર સુતેલા આ હર્યાભર્યા કુટુંબને ડંખ મારીને ત્યાંથી સરકી ગયો. ડંખની પીડાથી કે બીજા કોઈ કારણસર ગંગાબાઈ ઉંઘમાંથી જાગી ઉઠ્યા અને તેમની નજરે સાપ પડ્યો. તેણે તરત જ પતિને ઝગાડ્યો પણ પતિને પણ સાપ ડંખી ગયો હતો. અને પતિ-પત્ની બન્ને બૂમાબૂમ કરવા લાગ્યા. તરત જ આજુ બાજુથી પાડોશીઓ આવી ગયા. પાડોશીઓએ કેમે કરીને રાત્રીના 3 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલ લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા કરી. અને તેમને નજીકની પંડારિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

પણ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તે હોસ્પિટલમાંથી તરત જ તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અને રવિવારે છેક સવારના પાંચ વાગ્યે તેઓ કવર્ધાની જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું. પહેલાં 10 વર્ષિય દીકરાનું મૃત્યુ થયું ત્યાર બાદ પિતા એટલે કે સમયલાલે સવારના 7.08 વાગે જીવ ગુમાવ્યો અને તેની તરત એક મિનિટ બાદ ગંગાબાઈનું પણ મૃત્યુ થયું.

સમય અને ગંગાબાઈના કુલ ત્રણ સંતાનો હતા. જેમાંથી પાંચમાં ધોરણમાં ભણતા સંદિપનું મૃત્યુ થયુ હતું. પણ તેમના બીજા બે બાળકો જે બાજુના રૂમમાં સુતા હતા જેમાં એક એક વર્ષની દીકરી અને એક દીકરો હતો તેઓ બચી જવા પામ્યા હતા. જો તે વખતે ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમયસર થઈ ગઈ હોત. અને તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાયા હોત તો કદાચ આખાએ પરિવારનો જીવ બચી જવા પામ્યો હોત અને બચી ગેયલા બે નાનકડા જીવને અનાથ થવાનો વારો ન આવ્યો હોત.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત