સોનુ સુદને મળવા ઉઘાડા પગે હૈદરાબાદથી ચાલતો મુંબઈ પહોંચ્યો આ જબરો ફેન, તો અભિનેતાએ ફોટો શેર કરીને કહ્યું કે…

અભિનેતા સોનું સુદને મળવા માટે ઉઘાડા પગે હૈદરાબાદથી મુંબઈ પહોચી આ વ્યક્તિ, અભિનેતાએ શેર કરી છે આ ફોટો.

લોકો માટે મસીહા બનીને આગળ આવેલ અભિનેતા સોનું સુદ હાલમાં ચર્ચામાં છવાયેલા રહે છે. ક્યારેક તેઓ લોકોની મદદ કરીને ચર્ચામાં આવી જાય છે તો ક્યારેક પોતાના વ્યવહારના કારણે. ગત વર્ષે જયારે કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ ભારતમાં દસ્તક આપી તો સોનું સુદ રસ્તા પર ઉતર્યા અને પોતાના ઘરે જવા માટે હેરાન થઈ રહેલ પ્રવાસી મજૂરો અને જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવા માટે આગળ આવ્યા.

image source

ત્યાર પછીથી કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાં પણ તેમની જનસેવા ચાલુ છે. સોનું સુદને સામાન્ય જનતા ભગવાન માનવા લાગી છે અને સેલેબ્સ પણ એમની પ્રસંશા કરતા નથી થાકી રહ્યા. એમની જેટલી પણ પ્રસંશા કરવામાં આવે તે ઓછી જ છે. બેડની અછત હોય કે પછી ઓક્સિજનની, કોઈને ઘરે પહોચવું હોય કે પછી ક્યાંક બીજે લઈ જવાના હોય, સોનું સુદ મદદ કરવામાં પાછળ રહ્યા નથી.

image source

સોનું સુદએ શેર કરી ફોટો.

હમણાં તાજેતરમાં જ અભિનેતાએ પોતાના એક ફેનની સાથે ફોટો શેર કરી. ફોટો શેર કરતા અભિનેતાએ જણાવ્યું છે કે, વેંકટેશ, આ છોકરો ઉઘાડા પડે મને મળવા માટે હૈદરાબાદથી મુંબઈ આવ્યો છે. જો કે, એના આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ ખરેખરમાં એક પ્રેરક છે. જો કે, સોનું સુદએ અંતમાં આ વાત જરૂરથી લખી છે કે, મેં કોઈને આ વાત માટે પ્રેરિત કરીશ નહી કે, તેઓ આવું કોઈ પગલું ભરે. આપ બધાને ઘણો બધો પ્રેમ.

આની પહેલા સોનું સુદએ જણાવ્યું છે કે, તેઓ આખા દેશમાં અંદાજીત ૧૫ થી ૧૮ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. એની શરુઆત તેઓ કુરનુલ અને નેલ્લોર, આંધ્રપ્રદેશ, મેંગલોર, કર્ણાટકથી કરી રહ્યા છે. અભિનેતા સોનું સુદના જણાવ્યા મુજબ, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં સંયંત્ર સ્થાપિત કરવામાં આવશે.

image source

એના સિવાય સોનું સુદ ફાઉન્ડેશનના નામથી એમની સંસ્થા લોકોની મદદ કરી રહ્યા છે. એમને ઓક્સિજન સિલેંડર, આઈસીયુ બેડ્સ અને અન્ય બાબતે મદદ કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્લીથી મદદ મેળવનાર વ્યક્તિઓની સંખ્યા વધારે જણાવતા ત્યાના માટે એમને સ્પેશિયલ હેલ્પલાઈન નંબર લાગુ કર્યો છે. એના સિવાય સોનું સુદ ટેલીગ્રામની મદદથી પણ લોકો સાથે જોડાયેલ રહે છે.

image source

અભિનેતા સોનું સુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેંસને આ પ્રકારની અપીલ તો કરી રહ્યા છે સાથે જ તેઓ પોતાની શાનદાર ફોટોસ પણ શેર કરતા રહે છે. કેટલાક દિવસો પહેલા જ સોનું સુદએ પોતાના મોડલિંગના દિવસોના ફોટો શેર કર્યા હતા. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘મુંબઈમાં મોડલિંગના દિવસોના થ્રોબેક’.

image source

અભિનેતા સોનું સુદના આ લુકની વાત કરીએ તો એમણે જીંસની સાથે એક લોંગ કોટ પહેર્યો હતો. ત્યાં જ એક ફોટોમાં જ્યાં તેઓ દીવારના ટેકે પોઝ આપી રહ્યા છે તો ત્યાં જ બીજા ફોટોમાં તેઓ ફોન પકડીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સોનું સુદના આ ફોટોને એમના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!