આગળ વધી રહ્યું છે દક્ષિણી પશ્ચિમી મોનસૂન, આ શહેરોમાં 5 દિવસ રહેશે હવામાનમાં ફેરફાર, જાણો અને પછી નિકળો ઘરની બહાર કારણકે…

છેલ્લા 2 4 દિવસથી વાતાવરણમાં થઈ રહેલા પલટાને સૌ કોઈએ અનુભવ્યો હશે. એવામાં હવે ભારતના હવામાન વિભાગે શનિવારે કહ્યું કે આવનારા 5 દિવસોમાં લૂની બિલકુલ આશંકા રાખવામાં આવી રહી નથી.

image source

આઈએમડીનું કહેવું છે કે શનિવારે વધુમાં વધુ તાપમાનની સાથે પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન એજન્સીએ એક બુલેટિનમાં કહ્યું છે કે આવનારા 5 દિવસ સુદી દેશના કોઈ પણ ખૂણે લૂ જેવી સ્થિતિ જોવા મળશે નહીં.

તેમને આગળ કહ્યું છે કે પશ્ચિમી રાજસ્થાનના અનેક ભાગમાં અને હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીના કેટલાક સ્થાનો તથા પૂર્વી રાજસ્થાન, પંજાબ, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધારે નોંધાયું છે.

image source

તમને જણાવી દઈએ કે દેશના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણી પશ્ચિમી મોનસૂન ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીના અન્ય ભાગ તરફ આગળ વધી રહ્યું છે. આ ઓરિસ્સાના કેટલાક ભાગ અને સાથે પશ્ચિમ બંગાળના અનેક ભાગમાં તથા ઝારખંડ અને બિહારના કેટલાક ભાગમાં પહોંચી ચૂક્યું છે.

image source

હવે ઉત્તર ભારતમાં હવામાન વિભાગે ઉત્તર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગે ઈસ્ટર્ન યૂપીને માટે ઓરેન્જ એલર્ટ જ્યારે દિલ્હી એનસીઆરના માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગમાં 14 અને 15 તારીખે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગના કહેવા અનુસાર બિહારમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 3 દિવસ માટે એટલે કે 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

image source

તમને જણાવી દઈએ કે અહીં મોનસૂનની એન્ટ્રી થાય એ પહેલાં જ બિહારના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સોમવાર સુધીના 3 દિવસ માટે બિહારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત હવામાન વિભાગે શનિવારે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેમજ હવામાન વિભાગ દ્વારા ગોવા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન પણ જાહેર કરાયું હતું.

આ સાથે જ હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવાયું છે કે આવનારા 48 કલાક સુધી અહીં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ કારણે અહીં 2 દિવસનું રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ વલસાડ, નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.