સોનું લેવાની ઈચ્છા હોય તો આ છે ગોલ્ડન ચાન્સ, રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યા ભાવ

દિવાળીનો પર્વ આવે એટલે લોકો તૈયારી કરી લેતા હોય છે સોનાની ખરીદીની. કારણ કે આ દિવસો એવા હોય છે જ્યારે સોનાની ખરીદીને અતિ શુભ ગણવામાં આવે છે. દર વર્ષે ધનતેરસ નિમિત્તે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી થતી હોય છે. તેમાં વળી આ વર્ષે તો ધનતેરસ પહેલા ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્ર આવનાર છે જેમાં પણ સોનાની ખરીદી કરવામાં આવે છે. આ બંને મોટા દિવસો પહેલા સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે.

image soucre

ધનતેરસ 2021 પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે MCX પર સોનાની કિંમતમાં 0.10 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા પછી સોનું 47,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. MCX પર ચાંદી 0.09 ટકાના વધારા સાથે 65050 રૂપિયા પર કારોબાર કરી રહી હતી.

image soucre

ગત વર્ષે આ જ સમયે એટલે કે ઓક્ટોબર 2020 ના સોના ચાંદીના ભાવ પર નજર કરીએ તો અત્યારે સોનું ગત વર્ષ કરતાં 4 હજાર રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. ગયા વર્ષે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત આ દિવસે 51,079 રૂપિયા હતી. જ્યારે આજે સોનું 47,765 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કહી શકાય કે સોનું 3,314ના રેકોર્ડ સ્તરે સસ્તામાં વેચાઈ રહ્યું છે.

image soucre

સોનાના વર્તમાન ભાવને જોતા રોકાણકારો અને જ્વેલરી ખરીદનારા એક મોટા વર્ગની સામે સવાલ એ છે કે હવે સોનામાં રોકાણ કરવું કે નહીં. નિષ્ણાંતોનું માનીએ તો છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો સોનામાં ખરીદીને લઈને આ મજબૂત સ્થિતિ યથાવત રહેશે તો દિવાળી સુધીમાં સોનાની કિંમત 50,000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો જો તમે વર્તમાન ભાવે સોનાની ખરીદી કરો છો તો તમને 2,500 રૂપિયા સસ્તુ સોનું પડશે.

image soucre

ઉલ્લેખનીય છે કે ડોલરના ભાવમાં ઘટાડાના કારણે તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત તહેવારોની સિઝનમાં સામાન્ય ગ્રાહકોની માંગમાં વધારો થવાની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ભારતમાં કોરોના મહામારી બાદ ફરી એકવાર સોનાની આયાત વધી છે. જેના કારણે બજારમાં પણ સોનાની કિંમતો વધી રહી છે.

image soucre

તમે ઘર બેઠા પણ સોનાના રેટ જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે જ્યાર બાદ તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમને લેટેસ્ટ ગોલ્ડ રેટ જણાવવામાં આવશે.