સારા અલી ખાન હોય કે જહાનવી કપુર, જાણો કયા કલાકાર કેટલું ભણેલા છે?
અભિનેતા સુશાંત સિંહના નિધન પછીના સમાચારમાં સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રહ્યો છે, નેપોટીઝમ અને ગૃપીઝમ. જો કે ઘણા સમયથી આ મુદ્દો દબાયેલો હતો, જે હવે વધારે પડતો ખુલીને સામે આવી રહ્યો છે.
ઘણા લોકો તો એટલે સુધી કહે છે કે બોલીવુડમાં રહેલા સ્ટારના બાળકોને ફિલ્મમાં અવસર આપવાના ચક્કરમાં ફિલ્મ નિર્માતાઓ બહારથી આવેલા લોકોને ફિલ્મોમાં અવસર પણ નથી આપતા. આ સ્ટાર કીડ્સના દેખાવ, ફેશન અને અભિનયની ચર્ચાઓ તો અવારનવાર થતી રહે છે, પણ શું તમે જાણો છો કે આ લોકો કેટલું ભણ્યા ગણ્યા છે? આજે આ આર્ટીકલમાં આપને જણાવવા જઈ રહ્યા છીએ સ્ટાર કીડ્ઝના અભ્યાસ વિશે.
સારા અલી ખાન – પુત્રી : સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
સારા અલી ખાન એ સૈફ અલી ખાન અને અમૃતા ખાનની દીકરી છે. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ અને સીમ્બા દ્વારા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ જગતમાં પગ મુકતા પહેલા એમણે કોલંબિયા યુનીવર્સીટીમાંથી ગ્રેજ્યુશન પૂર્ણ કર્યું છે અને ડીગ્રી મેળવી છે. કહેવાય છે કે સારા એમના અભ્યાસમાં ખુબ જ સારી હતી.
જહાનવી કપૂર – પુત્રી : શ્રીદેવી અને બોની કપૂર
જહાનવી કપૂર એ બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે. જો કે જહાનવી કપૂરે ફિલ્મ જગતમાં પોતાના કરિયરની શરૂઆત ધડક ફિલ્મથી કરી છે. જહાનવી ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણી છે. આ સાથે જહાનવીએ ફિલ્મોમાં આવતા પહેલા કૈલીફોર્નિયાના સ્ટ્રાસબર્ગ થીયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે.
અનન્યા પાંડે – પુત્રી : ચંકી પાંડે અને ભાવના પાંડે
અનન્યા પાંડે એ ચંકી પાંડે અને ભાવના પાંડેની દીકરી છે. અન્યના પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2’ દ્વારા કરી હતી. અનન્યા પાંડેએ વર્ષ 2017 ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાંથી પોતાનું ગ્રેજ્યુશન પૂર્ણ કર્યું હતું.
સુહાના ખાન – પુત્રી : શાહરૂખ ખાન અને ગૌરી ખાન
સુહાના ખાન એ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી છે. સુહાનાએ પોતાનો શરૂઆતનો અભ્યાસ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં કર્યો હતો. હાલમાં એ ન્યુયોર્કમાં ફિલ્મ મેકિંગનું ભણી રહી છે. સુહાનાની દિલચસ્પી અભિનય ક્ષેત્રમાં છે એટલે જલ્દી જ તે બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે.
અહાન શેટ્ટી – પુત્ર : સુનીલ શેટ્ટી અને મના શેટ્ટી
અહાન શેટ્ટી એ સુનીલ શેટ્ટી અને મના શેટ્ટીનો દીકરો છે. જો કે હવે અહાન શેટ્ટી પણ ફિલ્મ જગતમાં ડેબ્યુ માટે તૈયાર છે. એમની ડેબ્યુ ફિલ્મ એ તેલુગુ ફિલ્મ RX 100ની રીમેક હશે. અહાને મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકાથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો.
Source: AmarUjala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત