ગરમીમાં આ ફ્રૂટ ખાવાથી ખાસ કરીને પુરુષોના સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, જાણો અને તમે પણ ખાવાનું કરી દો શરૂ

પુરૂષોએ ખાસ કરવું જોઇએ આ એક નાનકડા ફળનું સેવન, અનેક બીમારીઓથી મળશે છૂટકારો

પુરૂષો આમ તો ગરમીમાં પોતાની તબિયતને લઈને ખાસ ધ્યાન રાખતા હોય છે. કારણ કે, આજકાલ ભાગદોડવાળી જિંદગીમાં તબિયતનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ત્યારે આવા સમયે અમે અહીં આપને એક ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગરમીમાં જેનુ સેવન કરવાથી પુરૂષોને ખૂબ ફાયદો મળે છે. એટલુ જ નહીં, આ ફળ ખાવાથી આપને કેટલીય બિમારીઓથી રાહત પણ મળશે. અમે અહીં વાત કરી રહ્યા છીએ સ્ટ્રોબરી વિશે. ગરમીમાં પુરૂષો એ સ્ટ્રોબરીનું સેવન અવશ્ય કરવું જોઈએ.

image source

બ્લડ સુગર લેવલ કંટ્રોલ રાખે છે સ્ટ્રોબરી

સ્ટ્રોબરી ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ વાત વૈજ્ઞાનિકોના અધ્યયનમાં સામે આવી છે. જેમાં કહેવાયુ છે કે, સ્ટ્રોબરી ખાવાથી શરીરનું બ્લેડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે, એટલા માટે ગરમીમાં પુરૂષોએ સ્ટ્રોબરી ખાવી જોઈએ.

image source

કેન્સર જેવી બિમારીઓથી પણ રાખશે સુરક્ષિત

સ્ટ્રોબરીનું સેવન કરવાથી આપને કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ ખુદને સુરક્ષિત રાખશે. હકીકતમાં જોઈએ તો, સ્ટ્રોબરીમાં કેન્સર સેલ્સ નષ્ટ કરવાના ગુણો મળી આવે છે. એટલા માટે આ ફળને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ કે, પુરૂષોને સ્ટ્રોબરી ખાવાની સલાહ આપવામાં આવે છે, જે તમને બિમારીઓથી સુરક્ષિત રાખશે.

image source

સ્ટ્રોબરીથી દૂર થાય છે સ્ટ્રેસ

પુરૂષોમાં સ્ટ્રેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તણાવની સમસ્યાથી કેટલીય બિમારી આવી શકે છે. પણ શું તમે જાણો છો કે, સ્ટ્રોબરીનું સેવન કરવાથી આપને સ્ટ્રેસ વધશે નહીં. સ્ટ્રોબરીમાં સ્ટ્રેસ ઓછુ કરવાનો ગુણ રહેલો છે. એટલા માટે પુરૂષોએ પોતાનું સ્ટ્રેસ ઓછુ કરવા માટે સ્ટ્રોબરીનું સેવન જરૂર કરવુ જોઈએ. જે તમને સ્વસ્થ રહેવા માટે મદદ કરશે.

image source

હાર્ટ પ્રોબ્લેમ નહીં આવે

હાર્ટ પ્રોબ્લેમથી સુરક્ષિત રાખવા માટે આપને સ્ટ્રોબરીનું નિયમીત રીતે સેવન કરવુ જોઈએ. કારણ કે, સ્ટ્રોબરી ખાવાથી શરીરમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી બને છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમની પરેશાની પણ થતી નથી. જો તમે પણ નિયમિત રીતે સ્ટ્રોબરીનુંસ સેવન કરતા હોવ તો આપ કેટલીય બિમારીઓથી સુરક્ષિત રહી શકો છો.

શરીરમાં એનર્જી રહેશે

ગરમીની સિઝનમાં પુરૂષોને સ્ટ્રોબરીનું સેવન કરવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે, કારણ કે, તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી છૂટકારો મળે છે. સ્ટ્રોબરીનુ સેવન કરવાથી શરીરમાં એનર્જી બની રહે છે. જે આપને ગરમીમાં એનર્જિટિક બનાવી રાખે છે. આમ પુરૂષોએ આટલા ફાયદા જોતા ગરમીની સિઝનમાં ચોક્કસપણે સ્ટ્રોબરીનું સેવન કરવુ જોઈએ.

image source

સ્ટ્રોબેરીના ઉપયોગી ગુણધર્મો

ઉપયોગી વિટામિન્સ અને માઇક્રોએલિમેન્ટ્સની હાજરીની દ્રષ્ટિએ, સ્ટ્રોબેરી અન્ય લોકપ્રિય બેરી અને ફળોથી હલકી ગુણવત્તાવાળા નથી. પાંચ સ્ટ્રોબેરીમાં નારંગીની સમાન માત્રામાં વિટામિન સી હોય છે. શરદી અને વાયરલ રોગો દરમિયાન, એસ્કોર્બિક એસિડ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને રોગ સામે લડવામાં મદદ કરે છે. બી વિટામિન્સનું સંકુલ ચયાપચયને નિયંત્રિત કરે છે અને પેશીઓના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે.

અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે, આ ફક્ત ગોડસેંડ છે. સ્ટ્રોબેરી પલ્પમાં પાયરિડોક્સિન હોય છે, જેને સામાન્ય રીતે સારા મૂડ વિટામિન કહેવામાં આવે છે. તે નર્વસ પ્રક્રિયાઓને સંતુલિત કરે છે, ઊંઘને સામાન્ય બનાવે છે અને તાણ સામે લડવામાં મદદ કરે છે. ખુશખુશાલ થવું એ માત્ર સ્ટ્રોબેરીનો સુખદ સ્વાદ જ નહીં, પણ વિટામિન્સથી ભરપૂર રસદાર પલ્પની રચનામાં પણ મદદ કરશે.

image source

સ્ટ્રોબેરીના ફાયદા:

  •  હૃદય રોગની રોકથામ;
  •  બળતરા વિરોધી અસર;
  •  એથરોસ્ક્લેરોસિસ સામે લડવા;
  •  થાઇરોઇડ ગ્રંથિનું સામાન્યકરણ;
  •  ઓન્કોલોજીકલ પ્રક્રિયાઓનું તટસ્થકરણ;
  •  ચેપી આંતરડાના રોગોની રોકથામ;
  •  કોષ નવીકરણ;
  •  બાહ્યરૂપે લાગુ કરવામાં આવે ત્યારે એન્ટીબેક્ટેરિયલ અસર;
  •  આંતરડાની પેરીસ્ટાલિસિસની ઉત્તેજના;
  •  હાડકા અને સ્નાયુ પેશીઓ મજબૂત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *