શું તમારી પાસે છે આ કંપનીની કાર? તો તમને આ સેવા મળશે મફતમાં, નહિં થાય એક પણ રૂપિયો

જો તમે આ મહિન્દ્રાની કોઇ પણ એસયુવી અથવા તો કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર સાબિત થઇ શકે છે. મહિન્દ્રાએ દેશમાં પોતાના ગ્રાહકો માટે મેગા સર્વિસ કેમ્પનું આયોજન કર્યુ છે. આ કેમ્પમાં સ્કોર્પિયો, એક્સયુવી 200, મરાઝો, અલ્તુરસ જી4, એક્સયુવી300, ટીયુવી300, કેયુવી100, ઝાયલો, નુવોસ્પોર્ટ, વેરિટો, થાર વગેરે સામેલ છે. આ કેમ્પ 8 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2021 સુધી એટલે કે 10 દિવસ સુધી ચાલશે, જેમાં દેશના બધા જ મોટા શહેરોની 600 મહિન્દ્રા ડીલરશીપ પર વાહનોનું કામ કરવું પડશે. આ ઇનીશીયેટીવમાં ગ્રાહકોએ પોતાના વાહનને સારી અવસ્થામાં રાખવાનો મોકો મળશે. અહી ગ્રાહક પોતાના મહિન્દ્રા વાહનની 75 પોઇન્ટની તપાસ કરાવી શકે છે, જે સંપૂર્ણરીતે મફત અને અનુભવી ટેક્નીશીયન દ્વારા કરવામાં આવશે. આ સિવાય મહિન્દ્રા ગ્રાહકોને  સ્પેર પાર્ટ પર 5 ટકા, લેબર પર 10 ટકા અને મેક્સીકેયર ટ્રીટમેન્ટ માટે 25 ટકાની છૂટ આવશે.

image source

ગ્રાહક વ્હોટ્સઍપ દ્વારા વાહનની સર્વિસ બૂક કરી શકો છો, જ્યાં તમને મહિન્દ્રા વિદ યુ હંમેશા વૉટ્સઍપ અકાઉન્ટથી જોડાવું પડશે અને મહિન્દ્રા વેબસાઇટ દ્વારા પણ આસાનીથી કામ કરવાનો વિકલ્પ મળશે. રિપેરની મજૂરી માટે ગ્રાહકોની પરમિશન, વાહનની હાલની જાણકારી વગેરે મહિન્દ્રા વિદ યુથી કરી શકશો.

આ ઉપરાંત અન્ય સારા સમાચારએસયુવી નિર્માતા કંપીની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તહેવારોની સિઝનમાં ગ્રાહકોને 9.50 લાખ સુધીનુ ડિસ્કાઉન્ડ ઓફર કરી રહી છે. મહિન્દ્રા તેની એસયુવી રેક્સચન આરએક્સ7ને થી લઇને કેયુવી 100 સુધી ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર આપી રહી છે.

મહિન્દ્ર રેક્સટન આરએક્સ 7

image source

જો તમે આ તહેવારોની સિઝનમાં દમદાર એસયુવી ખરીદવાની ઇચ્છા ધરાવો છો, અને મહિન્દ્રા રેક્સન આરએક્સ 7 તમારી પસંદ છે, તો આ તહેવારની સિઝનમાં તમને બંપર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ એસયુવી પર મહિન્દ્ર 9.5 લાખ રૂપિયા સુધીનં મહત્તમ ડિસ્કાઉન્ટ આપી રહી છે,જેમાં 9 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 50 હાજાર રૂપિયા સુધીનું  એક્સચેન્જ ઓફરને સામેલ કરવામાં આવી છે. ખરેખર તો મહિન્દ્રા જલ્દી જ એક્સયુવી 700 લોન્ચ કરવા જઇ રહ્યું છે. અને આ પહેલા રેક્સટન આરએક્સ 7 નો સ્ટોક વહેલી તકે પૂરો કરવા માંગે છે.

મહિન્દ્રા કેયુવી 100

image source

મહિન્દ્રાની સોથી નાની અને ઓછા સમયમાં જલદી લોકપ્રિય બનેલી એસયુવી કેયુવી 100 પર મહત્તમ 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના 2 વેરિએન્ટ પર 20000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે કે4+ પેટ્રોલ વેરિએન્ટ પર 26,000 રૂપિયા અને કે4+ ડીઝલમાં 29,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, કે 6+ અને કે 8 મોડલમાં 43,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે જૂની કાર સાથે એક્સચેન્જ કરવા પર તમને 28,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે.

મહિન્દ્રા ટીયુવી 300

image source

મહિન્દ્રા ટીયુવી 300 પર તહેવારોની સિઝનમાં કુલ 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટનો ફાયદો થઇ શકે છે. જેમાં 38,000 રૂપિયા કૈશ ડિસ્કાઉન્ટ સિવાય 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 5,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટની પણ ઓફર આપવામાં આવી રહી છે.

મહિન્દ્રા સ્કોર્પીયો

image source

મહિન્દ્રા સ્કોર્પીયો 15 વર્ષથી પણ વધારે સમયથી લોકોની પસંદી એસયૂવી બની રહેનારી કાર છે. આ કાર પર કુલ મળીને 85,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મહિન્દ્રા સ્કોર્પીયોના એસ 7, એસ5 અને એસ 11 વેરિએન્ટ પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ સિવાય 25,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 5,500 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!