શુ તમે જાણો છો વરસાદને લઈને અપાતા રેડ, યલો, ઓરેન્જ એલર્ટને વિશે, આવો છે તમામનો અર્થ

દક્ષિણ પશ્ચિમ મોનસૂન દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કેરળમાં 2 દિવસ મોડું આવેલું મોનસૂન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં સમય પહેલા પહોંચ્યું છે. મુંબઈમાં મોનસૂન આવતા જ મૂશળધાર વરસાદની શરૂઆત થઈ છે. IMD એટલે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં આજે અને કાલે એટલે કે રવિવાર અને સોમવાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદને લઈને IMD યલો, ઓરેન્જ અને બ્લૂ તથા રેડ એલર્ટ જાહેર કરે છે. શુ તમને તેનો અર્થ ખબર છે. નહીં ને તો આજે જાણો અહીં.

image source

હવામાન વિભાગ સમય સમયે કેટલાક ખાસ રંગોના આધારે એલર્ટ જાહેર કરે છે. હવામાન વિભાગના અનુસાર એલર્ટના આ રંગોની પસંદગી અનેક એજન્સીની સાથે નક્કી કરાય છે. ખૂબ જ ગરમી હોય, શિયાળાની હવા હોય, મોનસૂન હોય કે પછી ચક્રાવાતી તોફાન, IMD તેની ગંભીરતા દેખાડવા માટે પીળો, બ્લૂ, નારંગી અને લાલ એલર્ટ જાહેર કરે છે.

યલો એલર્ટ

image source

ભારે વરસાદ, તોફાન અને પૂરની પ્રાકૃતિક સ્થિતિથી પહેલા લોકોને સચેત કરવા માટે હવામાન વિભાગ યલો એલર્ટ આપે છે. તેનો અર્થ એ છે કે 7.5થી 15 મિમિનો વરસાદ થવાની સંભાવના છે. એલર્ટ જાહેર થયા બાદ થોડા કલાકો સુધી વરસાદની સ્થિતિ બની રહે છે. પૂરની આશંકા પણ વધે છે.

બ્લૂ એલર્ટ

image source

વાદળ ગરજવા, પવન ફૂંકાવવો અને સાથે વરસાદની સ્થિતિ હોય ત્યારે આ સંભાવના જોવા મળે છે. વિભાગ ખાસ કરીને આ સમયે બ્લૂ એલર્ટ જાહેર કરે છે. આ સમયે અનેક વિસ્તારોમાં ગરજની સાથે વરસાદ થવાની શક્યતા રહે છે.

ઓરેન્જ એલર્ટ

image source

હવામાન વિભાગના અનુસાર જ્યારે ચક્રાવાકના કારણે હવામાનના વધારે ખરાબ રહેવાની આશંકા હોય છે. જાન અને માલના નુકસાનની સંભાવના રહેવાના કારણે આ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટના સમયે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ચક્રાવાતમાં હવાની ગતિ 65થી 75 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. સાથે 15થી 33 મિમિનો વરસાદની શક્યતા રહે છે.

રેડ એલર્ટ

image source

જેમ કે રંગથી સ્પષ્ટ છે કે લાલ ખતરાનું નિશાન હોય છે. રેડ એલર્ટમાં સૌથી વધારે નુકસાનની શક્યતા રહે છે. આ સાથે જ્યારે કોઈ ચક્રાવાત તીર્વતા સાથે આવે છે ત્યારે આ એલર્ટ અપાય છે. આ સમયે હવાની ગતિ 130 કિમિ પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સમયે પ્રશાસનને પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવે છે. અને આ સિવાય પણ જરૂરી તકેદારી રાખીને રેડ એલર્ટની જાણકારી ખાસ રીતે આપવામાં આવે છે.