SBIમાં એકાઉન્ટ છે તો આવનારા મહિનાથી એટીએમથી પૈસા કાઢવા માટે અને ચેકબુકને લઈને બદલાશે આ નિયમ, જાણો તમામ વાતો

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના એટીએમ અને બેંક બ્રાન્ચમાંથી રૂપિયા કાઢવાના નિયમોની સાથે સર્વિસ ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. SBIની વેબસાઈટના આધારે નવા ચાર્જ ચેકબુક, ટ્રાન્સફર અને અન્ય નોન ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર લાગૂ થશે. નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ 2021થી SBI બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતા ધારકો પર લાગૂ થશે.

image source

આપને જણાવી દઈએ કે SBI બીએસબીડી ખાતા, ઝીરો બેલેન્સ બચત ખાતાના રૂપમાં જાણીતું છે. મુખ્યરૂપથી સમાજના ગરીબ લોકો માટે છે. બેંક ઝીરો બેલેન્સ ખાતા પર રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટની જેમ વ્યાજ આપે છે.

SBI બ્રાન્ચથી કેશ વિડ્રોઅલ

image source

SBI બીએસબીડી ખાતા ધારકોના 4 ફ્રી કેશ વિડ્રોલ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. તેમાં બ્રાન્ચની સાથે સાથે એક બેંક એટીએમમાં કરાયેલી લેવડ દેવડ પણ સામેલ છે. ફ્રી લિમિટ સમાપ્ત થયા બાદ બેંક ગ્રાહકોની પાસેથી ચાર્જ વસૂલે છે. બ્રાન્ચ કે એટીએમથી કેશ કાઢવા માટે બેંક 15 રૂપિયાનો ચાર્જ વસૂલે છે. આ સિવાય જીએસટી પણ વસૂલે છે.

SBI ATM થી રકમ કાઢવા માટે

image source

SBI ની વેબસાઈટના આધારે બીએસબીડી ખાતાધારકોને દર મહિને નકદ કાઢવાની સુવિધા મળે છે. બેંક ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શનને માટે 15 રૂપિયાની સાથે જીએસટી ચાર્જ વસૂલે છે.

ચેકબુક ચાર્જ

image source

એસબીઆઈ બીએસબીડી ખાતાધારકોને એક નાણાકીય વર્ષમાં 10 ચેક ફ્રીમાં આપશે. આ પછી 10 ચેકવાળી ચેકબુક માટે 40 રૂપિયા અને જીએસટી, 25 ચેક વાળી ચેકબુક માટે 75 રૂપિયા અને જીએસટી વસૂલવામાં આવશે. આ સિવાય ઈમરજન્સી ચેકબુક માટે, 10 લીવ માટે 50 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લેવામાં આવશે. સીનિયર સિટિઝનને ચેકબુક પર નવા સર્વિસ ચાર્જથી છૂટ આપવામાં આવશે.

SBI અને નોન SBI બેંક બ્રાન્ચમાં બીએસબીડી ખાતા ધારકો દ્વારા નોન ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં, લેંડર્સે કહ્યું કે આ ખાતા ધારકો માટે બ્રાન્ચ અને વૈકલ્પિક ચેનલ પર ટ્રાન્સફર ટ્રાન્ઝેક્શન પણ ફ્રી રહેશે.

SBIથી કેશ કાઢવાનો નિયમ પણ બદલાયો

image source

કોરોના વાયરસ સંક્રમણના કારણે SBIએ પોતાના ગ્રાહકોને રાહત આપવાની સાથે કેશ કાઢવાની સીમાને વધારી છે. ગ્રાહકો પોતાના સેવિંગ ખાતાથી બીજી બ્રાન્ચમાં જઈને વિડ્રોલ ફોર્મ ભરીને 25000 રૂપિયા સુધી રકમ કાઢી શકે છે.

ચેકની મદદથી હવે અન્ય બ્રાન્ચથી 1 લાખ રૂપિયા સુધી રૂપિયા કાઢી શકાય છે. થર્ડ પાર્ટી કેશ કાઢવાની સીમા વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.