શું તમે જાણો છો ડાબી બાજુએ કેમ હોય છે છોકરીઓના શર્ટનું બટન, કારણ જાણીને રહી જશો દંગ..

મિત્રો, આજે અમે તમને એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. હવે, એમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં મહિલાઓ અને પુરુષો, છોકરાઓ અને છોકરીઓ બંને શર્ટ અને જીન્સ પહેરે છે. હવે જ્યારે સમય આટલો બધો બદલાઈ ગયો છે, ત્યારે છોકરીઓના પહેરવેશમાં ફેરફાર પણ અનિવાર્ય છે.

image source

જો આપણે છોકરાઓ અને છોકરીઓના કપડાંની વાત કરીએ તો બંનેના શર્ટ બરાબર સરખા જ હોય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો જાણે છે કે, છોકરાઓના શર્ટના બટન જમણી બાજુએ હોય છે અને છોકરીઓના શર્ટના બટન ડાબી બાજુએ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે છોકરીઓના શર્ટના બટન જમણી બાજુએ કેમ નથી? જો તમે પણ આ પ્રશ્ન વાંચ્યો હોય અને વિચારી રહ્યા છો, તો તમારે વધારે વિચારવાની જરૂર નથી કારણકે, આજે આ લેખમા અમે તમને તમારા આ પ્રશ્નના જવાબ આપીશુ.

image source

વાસ્તવમા અનેકવિધ ઇતિહાસકારો એવુ માને છે કે, છોકરીઓના શર્ટના બટન ડાબી બાજુએ એટલા માટે છે કારણકે, નેપોલિયન બોનાપાર્ટે પોતે આ નિયમ બનાવ્યો હતો કારણકે, નેપોલિયને પોતાનો ડાબો હાથ શર્ટમાં રાખ્યો હતો. આ કારણોસર છોકરીઓએ તેમની મજાક ઉડાવવા માટે તેમની નકલ કરી હતી પરંતુ, જ્યારે નેપોલિયનને છોકરીઓની મજાક ની ખબર પડી ત્યારે તેણે છોકરીઓના શર્ટના બટન ડાબી બાજુ મૂકવાનો આદેશ આપ્યો, જેથી આ મજાક અહી અટકી શકે.

image source

આ સિવાય આપણી અમુક જૂની પરંપરા મુજબ, પહેલા પુરુષો પોતાની ઈચ્છા મુજબ કપડાં પહેરતાં હતાં જ્યારે સ્ત્રીઓએ બીજા લોકોએ નક્કી કરેલા કપડાં પહેરવા પડતા. આ ઉપરાંત મોટાભાગના લોકો પોતાના જમણા હાથનો ઉપયોગ કામ કરવા માટે કરતા હતા એટલે જ પુરુષપ્રધાન શર્ટના બટન જમણી બાજુએ હોય છે અને છોકરીઓના શર્ટના બટન ડાબી બાજુ હોય છે કારણકે, અગાઉના સમયમાં છોકરીઓએ બીજી સ્ત્રીઓનાં કપડા પહેરવા પડતા હતા. જેના કારણે બટનને વહેલુ ખોલવુ અને બંધ કરવુ સરળ બનતુ હતુ.

image source

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, જે મહિલા કોઈપણ કામ માટે જમણા હાથને ઉપયોગમાં લ્યે છે, તે તેના બાળકને ડાબા હાથમા પકડતા હોય છે. મહિલા પોતાના જમણા હાથથી પોતાનું શર્ટ બટન ખોલે છે. એટલે જ મહિલાના શર્ટના બટન ડાબી બાજુએ હોય છે. આ વિષય વિશે ઘણી દલીલો થઇ છે તેમછતા સાચું સત્ય શું છે તે કોઈ જાણતું નથી. આ રીતે, આપણે કહી શકીએ કે છોકરીઓના શર્ટની ડાબી બાજુના બટન માત્ર તેમની સુવિધા માટે જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત