તમે પણ પર્સમાં રાખો છો આ ચીજો તો આજથી જ બદલો તમારી આદત, નહીં તો આવશે આર્થિક તંગી

વાસ્તુ શાસ્ત્રમાં આપણે સૌ માનીએ છીએ. ક્યારેક આપણે એવી નાની ભૂલો કરી દઈએ છીએ જેનાથી આપણે પોતાને જ મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ. જો તમે પણ આવી આદત રાખો છો તો તેને આજથી જ બદલી લો. તેનાથી તમારી આાર્થિક તંગી જલ્દી દૂર થશે.

image source

તમે ભાગ્યે જ જાણતા હશો કે પર્સમાં રૂપિયા સિવાય કોઈ પણ સામાન જેમકે ચાવી, કાગળ રાખવાની આદત તમારું પોતાનું જ નુકસાન કરે છે. આ ચીજોને પર્સમાં રાખવી અશુભ માનવામાં આવે છે. એટલું જ નહીં તે તમારા માટે આર્થિક નુકસાનીનું કારણ પણ માનવામાં આવે છે. તો જાણો કઈ ચીજોને પર્સમાં રાખવાથી દુર્ભાગ્ય સાથે આવે છે.

image source

પર્સમાં બિન જરૂરી કાગળો કે બિલો રાખવા નહીં. તેનાથી નેગેટિવ એનર્જી સર્જાય છે અને નુકસાન થાય છે.

વાસ્તુ અનુસાર પર્સમાં ક્યારેય ભગવાનના ફાટેલા ફોટો રાખવા નહીં. જો તમારા પર્સમાં એવી ફોટો હોય તો તેને નદીમાં પ્રવાહિત કરી લો. તે તમારા ભાગ્યમાં બાધા રૂપ બની શકે છે.

અનેક લોકો પર્સમાં પૂર્વજના ફોટો પણ રાખે છે. વાસ્તુ અનુસાર મૃતકનો ફોટો પર્સમાં રાખવાનું અશુભ મનાય છે. આમ કરવાથી કામમાં બાધા અને અશુભ સમાચાર પણ મળે છે.

image source

માનવામાં આવે છે કે પર્સમાં કોઈ અણીદાર વસ્તુ રાખવી નહીં. આમ કરવાથી નેગેટિવ એનર્જી આવે છે અને સાથે ધન હાનિના સંકેત પણ સર્જાય છે.

અનેક વાર લોકો પર્સમાં રૂપિયા વાળીને રાખે છે. આમ કરવાનું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે રૂપિયાને હંમેશા નાનાથી મોટા ક્રમમાં ગોઠવીને રાખવા.

image source

પર્સમાં નોટ કે સિક્કાને એક સાથે રાખવાથી પણ ધનનો વ્યય થાય છે. માનવામાં આવે છે કે સિક્કાની અવાજ માતા લક્ષ્મીને પસંદ નથી. માટે આ બંને ચીજોને પર્સમાં અલગ રાખો તે જરૂરી છે.

વાસ્તુ અનુસાર પર્સમાં ભૂલથી પણ કોઈ અશ્લીલ ફોટો કે સામગ્રી રાખવી નહીં. તેનાથી તમારી બરકત અટકી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત