શું તમે જાણો છો તમારી આંગળીઓની લંબાઈ ખોલી શકે છે તમારા વર્તમાન અને ભવિષ્યના રહસ્યો?

મિત્રો, કોઈપણ વ્યક્તિના શરીરની બનાવટને જોઈને તમે તેના વ્યક્તિત્વ વિશે તથા તેના આવનાર સમય વિશે સરળતાથી અનુમાન લગાવી શકો છો. આપણા શાસ્ત્રોમા ચહેરો, વાળ, ગળા અને દાંતની અનેક વાતો જણાવવામા આવેલી છે અને આપણે તેમના વિશે અગાઉના લેખમા ચર્ચા પણ કરી છે પરંતુ, આજે આ લેખમા આપણને આપણા હાથની આંગળીઓ વિશે ચર્ચા કરીશુ.

image source

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે આંગળીઓની લંબાઈ પરથી તમે કોઈપણ વ્યક્તિના ભવિષ્ય તથા આવનાર વર્તમાન વિશે જાણી શકો છો. તો ચાલો જાણીએ.

અંગૂઠો :

image source

જે વ્યક્તિનો અંગુઠો વધુ પડતો સુગઠિત અને સુવિકસિત હોય છે, તે વ્યક્તિની બૌદ્ધિક અને માનસિક ક્ષમતાઓ તેટલી જ વધારે હોય છે. તેનાથી વિપરિત જે વ્યક્તિનો અંગૂઠો નાનો, નબળો, પાતળો અને અવિકસિત હોય છે, તે વ્યક્તિમા બૌદ્ધિક ક્ષમતા અને નેતૃત્વ શક્તિનો અભાવ હોય છે.

તર્જની :

image source

જો તમારી આ આંગળી અનામિકા કરતા થોડી લાંબી હોય તો આવા લોકો વધુ પડતા આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને ઘણીવાર વધુ પડતા આત્મવિશ્વાસના કારણે તેમનામા અહંકાર આવી જાય છે અને તેના કારણે તે લોકો ઘમંડી બની જાતા હોય છે. જો કે, જ્યારે તે પોતાના સપનાને પૂરા કરવા માટે પાછળ દોડતા હોય ત્યારે તેમનો આ ગુણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

મધ્યમા :

image source

જો તમારી આ આંગળી વચ્ચેની આંગળી કરતા અડધી ઇંચ જેટલી લાંબી હોય તો આ લોકો વધુ પડતા સ્વાર્થી હોય છે. આ લોકો હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે છે. આ સિવાય જો તે લાંબી અને ઉપરથી થોડી ચપટી હોય તો તે વ્યક્તિ આર્ટના ક્ષેત્રે આગળ રહે છે.

અનામિકા :

image source

જે લોકોની આ આંગળીની લંબાઈ અંગુઠાની પછી આવનાર આંગળી એટલે કે તરજની આંગળી કરતા વધુ હોય તો તે લોકો દેખાવમા ખુબ જ વધારે પડતા આકર્ષક દેખાય છે. આ લોકોમા આત્મવિશ્વાસનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને તેમનો મગજ પણ એટલો જ ઝડપથી ચાલે છે. આ સિવાય તેમની વિચારસરણી પણ ખુબ જ સકારાત્મક હોય છે.

અનામિકા અને તર્જની :

જો કોઈ વ્યક્તિની આ બંને આંગળીઓની લંબાઈ એકસમાન હોય તો તેવા લોકો શાંતિપૂર્ણ સ્વભાવ ધરાવતા હોય છે. આ લોકોને અન્ય લોકો સાથે વાતચીત કરવી અને મિત્રો બનાવવાનુ વધારે પડતુ પસંદ હોય છે.

નાની આંગળી :

image source

આ આંગળીની નીચેના ભાગને બુધ ક્ષેત્ર કહેવામા આવે છે. જે લોકોના હાથમા આ આંગળીની નીચેનો ભાગ થોડો લાલાશ પડતો હોય છે, તે લોકો વ્યવસાય ક્ષેત્રે ખુબ જ સફળ સાબિત થાય છે. આ લોકોમા ઉત્સુકતા ખુબ જ વધારે પડતી હોય છે અને તે તેમના પરિવાર પ્રત્યે પણ ખુબ જ સમર્પિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત