સુરતમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પતિની લાશ પાસે બેસીને પત્ની 17 કલાક મદદની ભીખ માગતી રહી

કોરોના મહામારી ઘણા લોકોના જીવ લીધી છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે ઘણા પરિવારો આર્થિક મુસિબતોનો સામનો કરી રહ્યા છે. દેશમાં ઘણા લોકોને આ મહામારી દરમિયાન ત્રણ ટાઈમનું ભોજન પણ મળી રહ્યું નથી. આ ઉપરાંત વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. આર્થિક તંગીથી કંટાળી ઘણા લોકો આપઘાત કર્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવી જ એક હ્યદય દ્રાવક ઘટના સામે આવી છે સુરતમાં.

image source

કે જ્યાં શહેરના ઉનપાટિયા વિસ્તારની એક મહિલા પતિનું અવસાન થયું પરંતુ તેથી તેથી પણ ચોંકાવનારી વાત એ છે કે આ મહિલા પાસે પતિના મૃતદેહને વતન લઈ જવાના પૈસા પણ ન હતા આથી તેમના પતિનો મૃતદેહ 17 કલાક સુધી રજળી પડ્યો હતો. આ મહિલા મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી પરંતુ 17 કલાક સુધી તેમની મદદ કોઈ આવ્યું ન હતું. જો ત્યાર બાદ પત્ની પતિના મૃતદેહને આજે સવારે સિવિલ લઈ આવતા તબીબો પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા.

image source

ત્યારા બાદ હાજર ડોક્ટરોએ જોયુ કે મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબોએ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરી હતી. નોંધનિય છે કે, કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર થતા આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ મહિલાનું નામ મનીષા ઠાકોર છે. મળતી માહિતી પ્રમાણે તેમના પતિ રણજિત અટાસિંગ ઠાકોરનું મોત થયું છે અને તેઓ ઉન પાટિયાના મહેબૂબ નગરમાં રહે છે. તમને જણાવી દઈએ કે મનિષાના 13 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનો છે. જે મૂળ ઝાંસીના રહેવાસી છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in)

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મનિષાનો પતિ રણજીત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો વ્યસની હતો. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારના રોજ દારૂ પીધા બાદ બપોરનુ ભોજન કરીને સુઈ ગયો હતો. જ્યારે એક કલાક બાદ એના એક મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કરી તો ઉઠ્યો ન હતો. જેથી તાત્કાલિક તેના મિત્રએ એમ્બ્યુલન્સને બોલાવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ આ બાબતે તાત્કાલિક તેમના વતનમાં સગા સંબંધીઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી.

જોકે સામે પક્ષેછી ચેમના સંબંધીઓએ મૃતદેહને તેમના વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી. જો કે રણજીતની પત્ની મનિષા પાસે વતનમાં મૃતદેહને લઈ જવા માટે પુરતા નાણા ન હોવાથી લાશ 17 કલાક રજળી હતી અને તે તેના બાળક સાથે પતિના લાશ પાસે બેસી રહી હતી. મહિલાએ કહ્યુ કે, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે એની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાથી લાવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!