સુશાંત સ્યુસાઇડ કેસ: જાણો શું છે આ બેગનુ રહસ્ય, જે પછી થયું…

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસની તપાસ CBI અને ED કરી રહી છે. તેવામાં સુશાંત મૃત્યુનાં દિવસનો એક શંકાસ્પદ વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં એક યુવતી અને એક યુવકની શંકાસ્પદ હરકતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સુશાંતના વકિલ અને પરીવારે તેને લઈ પ્રશ્ન કર્યા છે.

આ વીડિયોમાં કાળા કપડમાં એક યુવક સુશાંતના પાર્થિવ દેહની પાસે જ કાળા રંગની બેગ લઈને ઊભેલો દેખાય છે. તેણે ગુલાબી રંગની ટોપી પણ પહેરી છે. આ વ્યક્તિ સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત છે તેવી શંકા છે. વીડિયોમાં તેને હાથમાં એક બેગ પકડીને સીડી ઉતરતા પર જોઈ શકાય છે.

આ સિવાય વીડિયોમાં બ્લૂ અને વ્હાઈટ રંગના ટીશર્ટમાં એક યુવતી પણ જોવા મળે છે જે સુશાંતની બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં દોડતી દેખાઈ રહી છે. તે કાળા કપડાવાળા માણસને મળે છે અને કંઈક વાત કરે છે. ત્યારબાદ તે વ્યક્તિના હાથમાંથી બ્લેક બેગ લઈ ત્યાંથી જતી રહે છે. આ દરમિયાન ખાસ વાત તો એ છે કે આ બધું થયું ત્યારે મુંબઈ પોલીસ પણ ત્યાં હાજર હતી.

image source

આ વીડિયો સામે આવ્યા પછી સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે શંકાસ્પદ વ્યક્તિ, બેગ અને મહિલાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સુશાંતનું મૃત્યુ થયું ત્યારે જો કોઈ માણસ ઘરમાંથી કંઈક લઇને જાય છે તો તે શંકાસ્પદ બાબત છે. તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુ લઈ જાય છે, એક છોકરી સાથે વાત પણ કરે છે અને પછી ગાયબ થઈ જાય છે.

image source

આ બધું નોર્મલ નથી. આ છોકરી કોણ હતી તેની તપાસ થવી જોઈએ. વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર પણ પ્રશ્નો કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસની હાજરીમાં કેવી રીતે બે વ્યક્તિ ક્રાઈમ સીનમાં આવી રીતે આવજા કરી શકે. આ બધુ જ પુરાવાનો નાશ કરવા માટે થયું હોય તેમ બની શકે છે.

આ વીડિયો ઉપરાંત વકીલ વિકાસ સિંહે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને પણ પ્રશ્નો કર્યા છે. વિકાસ સિંહે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં મૃત્યુનો સમય લખ્યો નથી. આ જાણકારી સૌથી વધુ જરૂરી છે. તેને મારીને લટકાવવામાં આવ્યો કે તે લટક્યા પછી મર્યો તે બધું જ મૃત્યુના સમય પરથી નક્કી થાય છે. આ સિવાય ત્યાં હાજર લોકોએ કહ્યું કે સુશાંતે જ્યુસ પીધું પણ કોઈએ તેને જ્યૂસ પીતા જોયો ન હતો.

image source

તેમણે વધુમાં કહ્યું હતું કે તપાસ સીબીઆઈના હાથમાં છે પરંતુ પુરાવા નષ્ટ થઈ જવાથી તેમના માટે તપાસ અધરી થઈ ગઈ છે. તેમણે કૂપર હોસ્પિટલને લઈને પણ પ્રશ્ન કર્યો હતો. તેમનું કહેવું છે કે આ હોસ્પિટલમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ સર્ટિફિકેટ મળી જાય છે આ હોસ્પિટલની છાપ ખૂબ ખરાબ છે. તેવામાં સુશાંતના મૃતદેહને ત્યાં લઈ જવો તે પણ શંકાસ્પદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,