નાનપણથી લઇને બોલિવૂડ સ્ટાર સુધીની સુશાંતની આ તસવીરો છે બધા કરતા અલગ

પટનના એક સામાન્ય યુવકથી બોલીવૂડ સ્ટાર સુધીની સુશાંતની સફર જુઓ તસ્વીરોમાં

બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયામાંથી વિદાઈ લીધી તેને લગભગ દોઢ મહિનાનો સમય થઈ ગયો છે અને દોઢ મહિના બાદ તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલિઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલિઝને લઈને ફેન્સમાં દીવાનગી એટલી હદે જોવા મળી રહી છે કે દિલ બેચારા કીવર્ડ ગૂગલથી લઈને ટ્વિટર પર દરેક જગ્યાએ ટ્રેન્ડ કરી રહ્યો છે.

image source

સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં ભલે ન રહ્યા હોય પણ તેમના ફેન્સના હૃદયમાં તેઓ હંમેશા જીવતા રહેશે. તેમની છેલ્લી ફિલ્મની રિલિઝ પર અમે તમને બતાવવા જઈ રહ્યા છે સુશાંતના જીવનની એ સફરના કિસ્સા જેમાં તેમણે ખૂબ બધું જોયું હતું. સાથે સાથે અમે તમને સુશાંતના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વણજોઈ તસ્વીરો પણ બતાવશું જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોઈ હોય.

image source

21 જાન્યુઆરી 1986ના રોજ સુશાંત સિંહ હરાજપૂનો જન્મ બિહારના પૂર્ણિયાં જિલ્લાના મલધિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ કુમાર છે અને માતાનું નામ ઉષા સિંહ હતું. તેમની બહેન મીતુ સિંહ સ્ટેટ લેવલની ક્રિકેટર છે. સુશાંતે પોતાની શાળાનો અભ્યાસ પટનાથી કર્યો છે અને તે દરમિયાન તેમનું આખું કુટુંબ પટનામાં જ રહેવા લાગ્યુ હતું. જો કે તે દરમિયાન તેમની માતાનું અવસાન થયું અને આ દુઃખદ ઘટનાથી સુશાંત ટૂટી ગયા અને તેમનો પરિવાર દિલ્લી શિફ્ટ થઈ ગયો.

image source

જો કે જીવનાં આગળ વધતા રહેવાની પિતાની શીખને તેમણે ધ્યાનમા રાખી. સુશાંતે ત્યાર બાદ દિલ્લીમાં અભ્યાસ કર્યો અને અભ્યાસમાં તે ખૂબ દિલ લગાવીને ભણતા. તેમણે ઘણી બધી એક્ઝામ્સમાં ટોપ કર્યું હતું અને ડીસીઈ એંટ્રન્સ એક્ઝામમાં તેમનો 7મો રેંક પણ આવ્યો હતો.

image source

આ દરમિયાન તેમણે થિયેટર અને ડાન્સમાં પણ પાર્ટિસિપેટ કરવાનુ શરૂ કર્યું હતું. જેમાં તેમનું ધ્યાન તે દિશા તરફ ફર્યું જે વિષે તેમણે ભાગ્યે જ વિચાર્યું હશે. સુશાંત ચાર વર્ષના એજિનિયરિંગ કોર્સના થર્ડ યરમાં જ હતા અને તેમણે અભ્યાસ છોડીને એક્ટિંગક તરફ પુરું ધ્યાન આપવાનો નિર્ણય લીધો.

image source

બાળપણના તે નિર્દોશ, નટખટ, ચિંતાવિહોણા જવનથી આગળ આવીને સુશાંત હવે ખૂબ જ ઝડપથી ગ્રો કરી રહ્યા હતા. તેમને શામક ડાવર ક્લાસમાં સિલેક્ટ કરી લેવામા આવ્યા અને તેમણે ફિલ્મફેયર અવોર્ડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પર્ફોર્મ પણ કર્યુ હતું. પણ હવે તેમની ભૂખ વધી રહી હતી અને તેઓ એક ફુલટાઈમ એક્ટર બનવા માટે કાયમી ધોરણે મુંબઈ આવી ગયા.

image source

અઢી વર્ષ સુધી નાદિરા બબ્બરના થિયેટર ગૃપનો ભાગ બનવા દરમિયાન તેમણે ઘણી બધી જાહેરાતોમાં કામ કર્યું અને પછી એવો સમય આવ્યો જ્યારે બાલાજી ટેલીફિલ્મ્સે સુશાંતના હુનરને ઓળખ્યું અને તેમને પોતાનો પહેલો ટીવી શો કિસ દેશમેં હૈ મેરા દિલ મળ્યો.

image source

આ શોમાં સુશાંતે એવો જાદૂ ચલાવ્યો કે એકતા કપૂરે આખી ટીમની પસંદગી વિરુદ્ધ જઈન સુશાંતનો હાથ પકડી લીધો. તેમણે ટીવી શો પવિત્ર રિશ્તામાં સુશાંતને લીડ રોલ આપ્યો. સિરિયલ પવિત્ર રિશ્તામાં સુશાંત અને અંકિતા લોખંડેની જોડી સુપર હીટ થઈ અને તેની સાથે જ આ રીલ લાઇફ પાર્ટનર રિયલ લાઇફમાં પણ એકબીજાને પસંદ કરવા લાગ્યા. એક તરફ જ્યા સુશાંત-અંકિતાની લવ લાઇફના ચર્ચા થઈ રહ્યા હતા તો બીજી બાજુ સુશાંત બેધડક રીતે પોતાની કેરિયરમાં આગળ વધી રહ્યા હતા.

image source

પવિત્ર રિશ્તા બાદ તેમણે જરા નચ કે દિખા અને ઝલક દિખલા જા 4માં કામ કર્યું. સુશાંત અંકિતાની કેમિસ્ટ્રીએ ધમાલ મચાવી દીધી અને આ દરમિયાન સુશાંતને એ અવસર મળ્યો જેનો તેઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 2013ના વર્ષમાં સુશાંતને એક ફિલ્મ ઓફર થઈ ફિલ્મનું નામ હતું કાઈ પો છે. ભારતના જાણીતા નવલકથા લેખક ચેતન ભગતની નવલકથા પર આધારિત આ ફિલ્મ હતી. સુશાંતે પોતાનું પુરુ જોર લગાવી દીધું અને આ ફિલ્મમાં સુશાંતનું કામ લોકોને ખૂબ પસંદ આવ્યું.

image source

ત્યાર બાદ શુદ્ધ દેસી રોમાંસ, ત્યાર બાદ પીકે અને પછી ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી. સુશાંત એકધારા આગળ વધી રહ્યા હતા અને તેમને ખૂબ કામ મળી રહ્યું હતું. પણ સુશાંતને હજુ પણ તે ફિલ્મ નહોતી મળી રહી જેને લઈને તેને યાદ કરવામાં આવે. આ અવસર સુશાંતને 2016માં મળ્યો જ્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમ એસ ધોની ધી અટોલ્ડ સ્ટોરી માટે સાઇન કરવામાં આવ્યા.

image source

સુશાંતે આ પાત્ર માટે ખૂબ મહેનત કરી. તેમણે માહિના એક્સપ્રેશનથી લઈને તેમની સ્ટાઇલ બધું જ કોપી કરી લીધું. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. એક બાજુ જ્યાં સુશાંત પોતાની કેરિયરમાં બુલેટની ઝડપે આગળ વધી રહ્યા હતા તો બીજી બાજુ તેમના જીવનમાંથી કંઈક એવું દૂર થઈ ગયું હતું જે તેમનો સપોર્ટ બનીને રહ્યું હતું.

image source

તે હતો તેમનો પ્રેમ. વર્ષ 2016માં સુશાંત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું જેનું કારણ મિડિયા રિપોર્ટ્સમાં ઇનસિક્યોરિટિની ફિલિંગ્સ બતાવવામાં આવી રહ્યું હતું. ત્યાર બાદ સુશાંતે રાબ્તા અને વેલકમ ટુ ન્યુયોર્ક કરી જે કંઈ ખાસ ન ચાલી. 2018માં કેદારનાથ આવી જેમાં સારા અલી ખાને ડેબ્યુ કર્યો. ફિલ્મ સારી ચાલી પણ આ વખતે બધી જ લાઈમલાઇટ સ્ટારકીડ સારા લઈ ગઈ.

image source

ત્યાર બાદ સુશાંતે સોનચિરૈયા અને છિછોરે કરી જે સારી ચાલી. અને તે પહેલાં ડ્રાઈવનાં કામ કર્યા બાદ સુશાંતે ફિલ્મ દિલ બેચારા કરી હતી જે રિલિઝ થાય તે પહેલાં તે સમાચાર આવ્યા જેણે આખા દેશને હચમચાવી મુક્યો.

image source

તારીખ હતી 14 જૂન 2020 જ્યારે સુશાંતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. પોલીસ તેને આત્મહત્યા બતાવી રહી છે અને આ મામલામાં તપાસ હાલ ચાલી રહી છે પણ સુશાંતના ફેન્સ સતત એવું કહી રહ્યા છે કે તેમની હત્યા કરવામાં આવી છે અને આ મામલાની સીબીઆઈ તપાસ થાય તેવો પણ તેના ફેન્સ આગ્રહ રાખી રહ્યા છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત