એક સવાલનો જવાબ આપીને ભૂરી આંખો વાળી હસીના ઐશ્વર્યા રાયને પછાડીને મિસ ઇન્ડિયા બની હતી સુસ્મિતા સેન

સુસ્મિતા સેન ભારતની એવી પહેલી સુંદર સ્ત્રી છે જેમને દેશ માટે પહેલો મિસ યુનિવર્સનો તાજ જીત્યો. સુસ્મિતા સેને પહેલા મિસ ઇન્ડિયા અને પછી મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ખાસ વાત એ છે કે સુસ્મિતા સેને ભૂરી આંખો વાળી સુંદર હસીના ઐશ્વર્યા રાયને હરાવીને મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 1994માં મિસ ઇન્ડિયા કોમ્પિટિશનનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું જેમાં સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બન્નેએ ભાગ લીધો હતો અને બન્ને છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી હતી. પછી મિસ ઇન્ડિયા 1994 માટે બન્ને વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ. છેલ્લા રાઉન્ડમાં જ્યારે બંને વચ્ચે મુદ્દો ટાઈ પર આવીને થોભ્યો તો જજે નિર્ણય કર્યો કે એક ફાઈનલ સવાલના આધારે એ નક્કી કરવામાં આવશે કે મિસ ઇન્ડિયાનો તાજ કોના માથા પર શોભશે. પછી બંનેને વારાફરતી સવાલ પૂછવામાં આવ્યો..

image source

જજે સુસ્મિતાને પૂછ્યું કે તમે ભારતના ટેકસટાઇલ હેરિટેજ વિશે શું જાણો છો? એ ક્યારે શરૂ રહ્યો અને શું તમે એને પહેરવાનું પસંદ કરશો? આ સવાલનો જવાન આપતા સુસ્મિતાએ કહ્યું કે મને લાગે છે કે એ મહાત્મા ગાંધીના સમયમાં શરૂ થયો હતો. એને ઘણો લાંબો સમય વીતી ચુક્યો છે. મને ઇન્ડિયન અને એથનીક વેર પહેરવું ખૂબ જ ગમે છે.

image source

પછી જજે એક સવાલ ઐશ્વર્યા રાયને પૂછ્યો કે તમે તમારા પતિમાં કઈ ખૂબીઓ જોવા માંગશો? તમે ‘The Bold’ ના Ridge Forrester અને Santa Barbaraના Mason Capwell માંથી કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં ઐશ્વર્યા રાયે કહ્યું કે મારામાં અને મેશનમાં ઘણી વસ્તુઓ સરખી છે. મેશન ખૂબ જ કેરિંગ છે અને એમનું સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ સારું છે. જે મારા કેરેક્ટર સાથે મેળ ખાય છે એટલે હું મેશનને પસંદ કરીશ”

image source

બંનેના જવાબમાંથી જજને સુસ્મિતા સેનનો જવાબ વધુ ગમ્યો એટલે મિસ ઇન્ડિયા 1994નો તાજ સુસ્મિતાને પહેરાવવામાં આવ્યો. આ રીતે એક સવાલનો જવાબ આપીને સુસ્મિતા સેને ઐશ્વર્યા રાયને પછાડીને મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો.

image source

તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેને એ જ વર્ષે એટલે કે 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ પણ જીત્યો અને દેશનું ગૌરવ વધાર્યું. ભારત માટે પહેલી વાર મિસ યુનિવર્સનો ખિતાબ સુસ્મિતા સેને જ જીત્યો હતો અને એ સમયે એમની ઉંમર ફક્ત 18 વર્ષની હતી.

સુસ્મિતા સેને બે દીકરીઓને દત્તક લઈને એ સાબિત કરી દીધું કે એમનું દિલ કેટલું મોટું છે. સુસ્મિતા સેને હંમેશા લિકથી હટીને પોતાની અલગ ઓળખ બનાવી છે અને એમની આ વાત સુસ્મિતાને અન્ય અભિનેત્રીઓથી ખાસ બનાવે છે.

image source

મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા પછી સુસ્મિતા સેને બોલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું. સુસ્મિતા સેને ભલે વધુ ફિલ્મોમાં કામ ન કર્યું હોય પણ એમના અભિનયને દર્શકોને હંમેશા પસંદ કર્યો છે.

હાલના સમયમાં પણ સુસ્મિતા સેન બોલિવુડથી દૂર છે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ એમના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!