તમે પણ ખરીદવા ઈચ્છો છો હેડફોન કે ઈયર બડસ, તો ખરીદતા પહેલા જાણી લો આ વાતો…

મિત્રો, હાલ ટેકનોલોજીના બજારમા જેટલી માંગ સ્માર્ટફોનની છે તેટલી જ માંગ ઇયરફોનની પણ છે અને આ કારણોસર જ હાલ મોબાઈલ ફોનની કંપનીઓ મોબાઈલ ફોનની સાથે ઈયરફોન પર પણ ખુબ જ વધારે પડતું ધ્યાન આપી રહી છે અને દર વર્ષે એક કરતા વધુ સારા અને ચડિયાતા ઇયરફોન લોન્ચ કરી રહી છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા બજારમા ઇયરફોનની બે પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ છે. એક છે વાયરવાળા અને એકદમ સાદી ટેકનોલોજી ધરાવતા ઈયરફોન અને બીજા છે અત્યારની લેટેસ્ટ વાયરલેસ ટેકનોલોજી ધરાવતા વાયર વિનાના ઈયરફોન. હાલ, આ બંને પ્રકારના ઈયરફોન પોતપોતાની રીતે બજારમા સારી એવી માંગ અને સારો એવો ચાહકવર્ગ પણ ધરાવે છે પરંતુ, તેમછતા જ્યારે પણ વ્યક્તિ બજારમા ઈયરફોનની ખરીદી કરવા જાય છે ત્યારે તે મૂંઝવણમા પડી જાય છે કે, કેવા પ્રકારના ઈયરફોનની ખરીદી કરવી જોઈએ?

image source

ઇયરફોનની ખરીદી કરતા પહેલા આપણે એ વાત જાણવી જોઈએ કે, આપણે કેવા પ્રકારના હેડફોન, ઇયરફોન કે ઇયરબડ્સ ખરીદવા છે. જો આ વાત તમારા મનમા ક્લીયર હશે તો તમારા માટે ઈયરફોનની ખરીદી કરવી એકદમ સરળ બની જશે. આજે અમે તમને જણાવીશુ કે, ઇયરફોન ખરીદતા પહેલા તમારે શુ-શુ ધ્યાનમા રાખવુ જોઈએ?

કયા પ્રકારના ઇયરફોન અથવા હેડફોન ખરીદવા?

image source

બજારમા બે પ્રકારના ઇયરફોન અથવા હેડફોન મળે છે વોઇસ ઈયરફોન અને બ્લૂટૂથ ઈયરફોન. બ્લૂટૂથ ઇયરફોન એ ચાર્જિંગ દ્વારા ચાલે છે, તેમા ઇનબિલ્ટ બેટરી આવેલી હોય છે, તેથી તેનું વજન પણ ખુબ જ વધારે હોય છે. જો તમે વારંવાર ઈયરફોન ચાર્જીંગ કરવાની ઝંઝટ નથી ઈચ્છતા તો તમારા માટે વોઈસ ઈયરફોન એટલે કે સાદા ઈયરફોનની ખરીદી બેસ્ટ રહેશે.

ઇયરબડ્સમા થઇ શકે છે તમને હેડફોન જેવો અનુભવ :

image source

હાલના આધુનિક સમયમા વાયરવાળા ઈયરફોનની સાપેક્ષે ઇયરબડ્સની માંગ ખુબ જ વધારે છે. ઇયરબડ્સ એ હેડફોનનુ સૌથી નાનુ સ્વરૂપ છે. વપરાશકર્તાઓને આ ઈયરબડ્સમા ઇયરફોન અને હેડફોન બંનેનો અહેસાસ થાય છે. જો કે, કાનની કળીઓ ખરીદવામા ખુબ જ મોંઘી પડે છે. ઈયરબડ્સ એ હેડફોન વોઇસ આસિસ્ટન્ટ અને નોઇઝ કેન્સલેશન ફીચર્સ સાથે આવે છે. માટે જો તમે આ ખરીદવા ઈચ્છતા હોવ તો તમારે એક સારું એવું બજેટ રાખવુ પડશે.

ડ્રાઇવર અને ડ્રમ સાઈઝ :

image source

જ્યારે પણ તમે ઇયરફોન અથવા હેડફોન ખરીદવા ઈચ્છો છો ત્યારે એક વાતની નોંધ લો કે, તેમના ડ્રાઇવરની સાઇઝ કેટલી છે? વધુ ડ્રાઇવરો સાથે ઇયરફોનની સાઉન્ડ ક્વોલિટી વધુ સારી છે. ઇયરફોન ખરીદતી વખતે ધ્યાનમા રાખો કે, તેમા ઇન-બિલ્ટ માઇક હોય છે જે સંગીત સાંભળવા માટે અને કોલ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત