કોરોનાની વેક્સિનને લઇને તમને થાય છે આવો પ્રશ્ન?

કોરોના વાયરસની સૌથી પહેલી વેક્સિન કોને લગાવવામાં આવશે ? શું તમને પણ થઈ રહ્યો છે આ પ્રશ્ન ?

2019ના ડિસેમ્બર મહિનાથી કોરોના વાયરસના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં માથું ઉંચક્યું છે. ચીનમાં ઉદ્ભવેલા આ વાયરસે સૌ પ્રથમ યુરોપના કેટલાક દેશોમાં મહામારી ફેલાવી મુકી ત્યાર બાદ માત્ર છ મહિનાના ગાળામાં આ મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની બાનમાં લીધું છે. આ વાયરસનો સૌથી મોટો પડકાર તેના બદલાતા રહેતા લક્ષણો છે અને ઘણા બધા કેસીસમાં તો લક્ષણો દેખાયા વગર જ લોકો આ વાયરસથી સંક્રમિત થતાં જોવામાં આવ્યા છે.

image source

આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં છ લાખ કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. અને રોજ હજારોની સંખ્યામાં નવા સંક્રમિતો ઉમેરાતા જાય છે. જ્યારથી આ વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારથી જ વિશ્વ આખાની વિવિધ લેબોરેટરીમાં તેની વેક્સિન તેમજ દવાઓ શોધવાના સતત પ્રયાસ શરૂ થઈ ગયા છે. તેમાંની કેટલીક વેક્સિનની ટ્રાયલ હાલ તેના છેલ્લા સ્ટેજ પર છે. હવે અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં એ વાતની ચિંતા ઉભી થઈ છે કે વેક્સીન સૌથી પહેલાં કોને આપવામાં આવશે. કેવા પ્રકારના લોકોને વેક્સિનનો સૌથી પહેલો સિમિત ડોઝ આપવામાં આવે જેથી કરીને મહામારીથી બચી શકાય એટલે કે મહામારીને રોકી શકાય.

હવે અમેરિકા સહિત ઘણા બધા દેશોમાં એવા લોકોને ઓળખવાના શરૂ કરવામાં આવી રહ્યા છે જેમને સૌથી પહેલાં વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. આ તૈયારીમાં મોટા ડોક્ટર્સ સહિત ઘણા બધા લોકોનો સમાવેશ થાય છે, જેમણે 2009માં H1N1 ઇન્ફ્લુએન્ઝાના સમયે એવી યોજનાઓ બનાવી હતી.

image source

અમેરિકામાં સૌથી પહેલાં જે સમૂહને કોવિડ-19ની વેક્સિનનો પહેલો ડોઝ આપવાની વાત ચાલી રહી છે તેમાં સ્વાસ્થ્યકર્મીઓ, વયસ્ક લોકો એટલે કે વૃદ્ધો, ફ્રન્ટલાઇન વર્કર્સ, આઈસીયુમાં દાખલ લોકો અને વધારે ગંભીર બીમાર લોકોનો સમાવેશ થાય છે. પણ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

image source

અમેરિકામાં ક્લીનિકલ ટ્રાયલ્સમાં બે વેક્સિને સારા પરિણામ આપ્યા છે. તે અંતિમ સ્ટેજ પર પહોંચી ગયા છે. તેમની સેફ્ટીની તપાસ 30 હજાર લોકો પર કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે વેક્સિન સારું પરફોર્મ કરી રહી છે. તેનો પ્રથમ ડોઝ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

image source

તેના માટે હાલ અમેરિકન સરકાર પાસે એ વિચારવાનો સમય છે કે કેરોના વયારસની વેક્સીનનો પહેલો ડોઝ સૌથી પહેલા કોને આપવામાં આવે. કારણ કે, અમેરિકામાં જાતિ ભેદ અને રંગભેદનો મુદ્દો ખૂબ મોટો છે. ત્યાં ઘણા બધા નિષ્ણાતો એ બાબતે ચેતવણી આપી રહ્યા છે કે જો વેક્સિનેશનના સમયે તેનું ધ્યાન રાખવામાં નહીં આવે તો મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

image source

પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સ, ડોક્ટર્સ ઉપરાંત હોસ્પિટલના કેફેટેરિયા વર્કર્સ, સફાઈકર્મીઓને એશેંસિયસ સર્વિસિસમાં ગણી શકાય ? શું તેમને પણ વેક્સીનનો પ્રથમ ડોઝ મળશે. એ શિક્ષકોનું શું જેઓ શાળામાં ભણાવી રહ્યા છે.

image source

નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થના નિર્દેશક ફ્રાંસિસ કોલિંસે જણાવ્યું કે આ સૌથી પહેલા વેક્સીન કોને આપવામા આવશે, એ એક મોટો વિવાદ ઉભો કરનાર મુદ્દો સાબિત થશે. તેના પર દરેક વ્યક્તિ જવાબ નહીં આપી શકે. અમેરિકાની સરકાર આ સમયે પ્રાથમિકતા નક્કી કરવામાં લાગેલી છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત