‘તારક મહેતા…’: કેન્સરની સફળ સર્જરીના ત્રણ મહિના બાદ નટુકાકાએ શૂટિંગ કર્યુ શરૂ, અને કહ્યું કે…નવ મહિના પછી….

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર નિભાવનાર ઘનશ્યામ નાયક છેલ્લા નવ મહિનાથી કોમેડી શો ‘તારક મહેતા…’માં જોવા મળ્યા છે નહી. તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ૭૬ વર્ષની ઉમર ધરાવતા ઘનશ્યામ નાયકએ ગળાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગળા માંથી આઠ ગાંઠોને બહાર કાઢવામાં આવી હતી. ત્રણ મહિના સુધી સતત ચાલી રહેલ કેન્સરની સારવાર (જેમાં કીમોથેરપી, રેડીએશન) થઈ ગયા પછી હવે ઘનશ્યામ નાયકના સ્વાસ્થ્યમાં સારો સુધાર જોવા મળ્યો છે એટલા માટે હવે ઘનશ્યામ નાયક ફરીથી ‘તારક મહેતા..’ શોનું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. પુરા નવ મહિના પછી સેટ પર પાછા ફર્યા.

image source

દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરવા દરમિયાન ઘનશ્યામ નાયકએ જણાવ્યું હતું કે, ‘મેં છેલ્લે તા. ૧૬ માર્ચ ૨૦૨૦ના રોજ શુટિંગ કર્યું હતું. દેશમાં લોકડાઉન થઈ જવાના લીધે અમારે શોના શુટિંગને રોકી દેવામાં આવ્યું હતું. એટલું જ નહી, જયારે અનલોકની પ્રક્રિયા શરુ થઈ ત્યારે પણ હું સેટ પર જઈ શક્યો હતો નહી. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ ત્યારે ૬૫ વર્ષ કે પછી તેના કરતા વધારે ઉમર ધરાવતા કલાકારોને શુટિંગના સેટ પર આવવાની મંજુરી આપવામાં આવી હતી નહી.

image source

ત્યારે જ મારે ગળાનું ઓપરેશન કરાવવાનું હતું અને ગળા માંથી ગાંઠો બહાર કાઢવામાં આવી હતી. જો કે, હવે હું સ્વસ્થ થઈ ગયો છું અને સેટ પર પાછો આવી ગયો છું. અને ફરીથી શુટિંગ શરુ કરવાની મને બહુ જ મજા આવી રહી છે. કેમ કે, હું મારા કામને ખુબ જ યાદ કરી રહ્યો હતો. પુરા નવ મહિના બાદ (તા. ૧૬ માર્ચ ૨૦૨૦થી લઈને તા. ૧૬ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી) હવે મને કેમેરાની સામે આવીને ઘણો સંતોષ થયો છે.’

પ્રથમ સીન જેઠાલાલ અને બાઘા સાથે.

image source

નટુકાકા જયારે સેટ પર પાછા આવ્યા ત્યારે પોતાના પહેલા દિવસના અનુભવ વિષે જણાવતા કહે છે કે, ‘અસિત મોદી અને તેમની ટીમના સભ્યો દ્વારા મારું ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. હું દરેક વ્યક્તિનો આભારી છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોશી અને બાઘા (તન્મય વેકરીયા)ની સાથે હતો. આ બંને કલાકારોએ મને સીન કરવા દરમિયાન કમ્ફર્ટ ફિલ કરાવ્યું હતું અને મને ડાયલોગ બોલવામાં પણ થોડીક પણ મુશ્કેલી આવી નહી. નટુકાકા હવે ગડા ઈલેક્ટ્રોનિકસમાં પાછા આવી ગયા છે. ત્યારે આ એપિસોડને આવનાર ૨- ૩ દિવસોમાં ટીવી પર બતાવવામાં આવશે.’

હાલમાં જ કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી કરી છે.

image source

આની પહેલા કેન્સરની ટ્રીટમેન્ટ વિષે વાત કરતા ઘનશ્યામ નાયકએ જણાવ્યું હતું કે, ‘કીમોથેરપીથી લઈને રેડીએશન સહિતની મારા ગળાને સંબંધિત બધા પ્રકારની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે હવે હું એકદમ સ્પષ્ટ બોલી શકું છું. જો કે, હજી પણ કેટલાક ફીઝીયોથેરપી સેશન્સ ચાલી રહ્યા છે જેના લીધે મને ઘણો આરામ છે મારા છેલ્લે કરાવવામાં આવેલ તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત