તારક મહેતા…ના દર્શકો માટે ખુશખબર, આ મામલે રચાશે ઇતિહાસ, જાણો પૂરી વાત તમે પણ

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૨ વર્ષથી સતત દેશના દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. હજી ગત વર્ષે જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને ૧૨ વર્ષ પુરા કરી લીધા છે એટલું જ નહી, ૩ હજાર એપિસોડ પણ પુરા કરી લીધા છે. ટેલીવિઝનના ઇતિહાસમાં કોઈપણ શોએ આટલા બધા એપિસોડ અત્યાર સુધી પુરા કર્યા નથી. ત્યારે હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ૩૧૦૦ એપિસોડ પણ પુરા કરવા જઈ રહ્યું છે.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ફેબ્રુઆરી મહિનામાં પોતાના ૩૧૦૦ એપિસોડ પુરા કરી લેશે. આ સાથે જ ‘તારક મહેતા…’ શો પોતાના ૧૩મા વર્ષમાં પ્રવેશ કરી લેશે. ‘તારક મહેતા….’ શો ફક્ત એક જ એવો શો છે કે, જેણે દેશના દરેક ઉમરના દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે અને તેઓ સતત દર્શકોને મનોરંજન કરી રહ્યા છે. ‘તારક મહેતા…’ શોની સફળતા પ્રાપ્ત કરવાની શ્રેય ભારતીય સોસાયટીને આપવામાં આવે છે અને શોના પાત્રોના માધ્યમથી એવું દર્શાવવામાં આવ્યું છે કે, ‘તારક મહેતા કા…’ શોમાં બતાવવામાં આવેલ ગોકુલધામ સોસાયટી એટલી  બધી ફેમસ થઈ ગઈ છે કે, ગોકુલધામ સોસાયટીને મિની ઈન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે.

image source

તા. ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ પહેલીવાર સબ ટીવી પર, સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા પર ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો. ‘તારક મહેતા કા…’ શોના નિર્માતા અસિતકુમાર મોદીનું કહેવું છે કે, ‘તારક મહેતા…’ શોના પ્રશંસકો અને સમર્થકોનો એટલો બધો પ્રેમ આપવામાં આવ્યો છે જેના માટે હું ધન્યવાદ કહું છું. તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ‘તારક મહેતા કા….’ શોએ પોતાના ૩ હજાર પુરા કરી લીધા હતા.

દયાબેન શો માંથી ગાયબ.

image source

‘તારક મહેતા કા…’ શોમાં દયાબેનનું પાત્ર નિભાવી રહેલ દિશા વાકાણી છેલ્લા ૩ વર્ષથી શોમાં જોવા મળી રહ્યા નથી. દિશા વાકાણીના લગ્ન મુંબઈના બિઝનેસમેન મયુર પડિયા સાથે કરી લીધા છે. ત્યાર બાદ દિશા વાકાણીની પ્રેગ્નેંસીની ખબર મળી ત્યાર બાદ દિશા વાકાણીએ મેટરનીટી લીવ લઈ લીધી હતી અને ત્યાર બાદ દિશા વાકાણીને શો માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. દિશા વાકાણીની દીકરીનું નામ સ્તુતિ પાડવામાં આવ્યું છે અત્યારના સમયે ચાલી રહેલ ચર્ચાઓના આધારે અંદાજ લગાવી શકાય છે કે, દયાબેન શોમાં પાછાફરી શકે છે પરંતુ દિશા વાકાણીના શોમાં પાછા આવવાના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી.

અંજલિ અને સોઢી બદલાઈ ગયા.

image source

‘તારક મહેતા કા…’ શો શરુ થયો ત્યારથી લઈને ૧૨ વર્ષ સુધીની કાસ્ટમાં ઘણા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ છેલ્લે ‘તારક મહેતા કા…’ શોમાં ગુરુચરણ સિંહ સોઢી અને અંજલિ મહેતાનું પાત્ર ભજવી રહેલ ગુરુચરણ સિંહ અને નેહા મહેતાએ શો માંથી વિદાઈ લઈ લીધી હતી. નેહા મહેતાના સ્થાને સુનયના ફોજદારને લેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!