OMG! રાજસ્થાનના આ મંદિરમાં ચઢાવવામાં આવ્યા એટલા રૂપિયા કે 2 દિવસથી ગણી રહ્યા છે લોકો, નોટો ખૂટતી જ નથી

આસ્થાના કેસમાં ભારતીયોની કોઈની સાથે કોઈ સરખામણી કરવામાં આવી શકતી નથી. ખુદના દિવસ કેવા પણ ચાલી રહ્યા હો, પરંતુ જો દર્શન માટે મંદિર આવ્યા છે તો પૈસા અથવા ફળ-ફૂલ મિઠાઈ ચઢાવ્યા વગર પરત આવતા નથી. મંદિરના ડોનેશન બોક્સ ખુલવા પર કરોડો રૂપિયાના દાનની જાણ થતી રહે છે. હાલમાં આવી એક ખબર રાજસ્થાનથી પણ આવી છે. રાજસ્થાનના જગવિખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં બે દિવસ પહેલા દાનપેટી ખોલવામાં આવી છે અને છેલ્લા દિવસથી ગણતરી ચાલુ હોવા છતાં દાનમાં આવેલી રકમ ગણી શકાઈ નથી. આસ્થાના મામલે ભારતીયો સૌથી આગળ રહે છે ત્યારે ભારતના અનેક મંદિરોમાં આસ્થાને આધારે દાન કરવામાં આવે છે. આ દાનની રકમ મોટા મંદિરોમાં અબજોમાં રહે છે ત્યારે રાજસ્થાનના જગવિખ્યાત મંદિરનો ખજાનો ખૂલતાં જ જે જોવા મળ્યું તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે.

શ્રી સાંવલિયા સેઠને મળેલ દાને કર્યા હેરાન

image source

જે લોકોની ભગવાનમાં અપાર શ્રદ્ધા હોય છે, તે પ્રસાદ અને ચઢાવાના નામ પર મંદિરોમાં ઘણુબધુ દાન કરતા રહે છે. હાલમાં જ રાજસ્થાનના મેવાડમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થ શ્રી સાંવલિયા સેઠના મંદિરની દાન પેટી ખોલી આપવામા આવી હતી. આ મામલો બુધવારે 10 ફેબ્રુઆરી 2021નો છે. શ્રી સાંવલિયા સેઠના 2 દિવસીય માસિક મેળાના પ્રથમ દિવસે ચતુર્દશની પર આ દાન પાત્રને ખોલવામાં આવ્યું હતુ. ત્યારબાદ ત્યાં જે થયું, તે દેશના વાયરલ સમાચારમાં છવાઈ ગયું.

બે દિવસ બાદ પણ દાનની રકમ ગણતરી પૂર્ણ થઈ શકી નથી

image source

રાજસ્થાનના મેવાડમાં તીર્થ ક્ષેત્ર સાંવલિયા સેઠ મંદિર જે સાંવરિયા સેઠના નામથી પણ ઓળખાય છે તે મંદિરની દાનપેટી 10મી ફેબ્રુઆરીના રોજ ખોલવામાં આવી હતી. બે દિવસના માસિક મેળાના પહેલા જ દિવસે આ દાન પાત્રને ખોલવામાં આવ્યો અને તે બાદ જેમાં એટલા બધા નાણાં મળી આવ્યા છે કે છેલ્લા બે દિવસથી આ રકમની ગણતરી કરવામાં આવી રહી છે. ભંડારમાં ભેટની રકમની ગણતરી કરવા માટે બેન્કના પણ કર્મચારીઓ કામે લાગ્યા છે પરંતુ બે
દિવસ બાદ પણ દાનની રકમ ગણતરી પૂર્ણ થઈ શકી નથી.

image source

બુધવારે મંદિરમાં આવેલ દાનની રકમ ગણવાની શરૂઆત થઈ અને એક દિવસમાં 6 કરોડથી વધારે રકમની ગણતરી થઈ છે અને કામ હજુ પણ ચાલુ જ છે. કોરોનાકાળ હોવા છતાં આ ચોથી વાર છે જ્યારે મંદિરના ભંડારમાં આટલી મોટી દાનની રકમ આવી હોય.

image source

નોંધનીય છે  કે મંદિરમાં પહેલા જ દિવસે આશરે 6.17 કરોડ રૂપિયા રોકડા મળ્યા અને સાથે સાથે 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી મેળવવામાં આવી છે. જ્યારે 71.83 લાખ રૂપિયા ઓનલાઈન દાન આપવામાં આવ્યા છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટો અને 50-100 તથા સિક્કાઓથી 8 થેલા ભરાઇ ગયા છે. અગાઉના અનામતમાંથી 4 કરોડ 54 લાખ રૂપિયા જાહેર કરાયા હોવાનું કહેવાય છે. પરંતુ આ વખતે રેકોર્ડ
પહેલા જ દિવસે તૂટી ગયો છે. નોંધનીય છે કે આ મંદિરની ભારતભરમાં ખૂબ આસ્થા છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. દર મહિને અમાસ પહેલા દાન પાત્ર ખોલવામાં આવે છે અને નોટોની ગણતરી માટે કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવે છે અને આશરે દર મહિને ત્રણથી ચાર કરોડ રૂપિયાનું દાન આ મંદિરમાં આવે છે. આ કામ માટે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે. નોંધનીય છે કે આ મંદિરનું નિર્માણ મેવાડના રાજપરિવર દ્વારા કરવામાં આવ્યું હતું અને દર વર્ષે લાખો ભક્તો આ મંદિરમાં પ્રભુના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં વિદેશોથી પણ મોટા પ્રમાણમાં દાન આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!