બોલિવુડના થલાઈવા અને નીરજ ચોપરાના ખાસ કનેક્શન વિશે રણદીપ હુડાએ કર્યું ટ્વીટ

નીરજ ચોપરાએ જ્યારથી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે ત્યારથી એમના નામનું રટણ આખા દેશમાં ચાલી રહ્યું છે. દેશના બધા જ લોકો નીરજ ચોપરાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. એ દરમિયાન રણદીપ હુડાએ તો નીરજ ચોપરા અને રજનીકાંત વચ્ચેનું એક કનેકશન જણાવી દીધું છે.

રજનીકાંત અને નીરજ ચોપરામાં કનેક્શન

image soucre

બોલિવુડ એકટર રણદીપ હુડાનું નામ એ કલાકારોમાં સામેલ છે જે કોઈપણ મુદ્દા પર દેશી અંદાજમાં પોતાની વાત મૂકે છે. તો રણદીપ હુડા ઘણીવાર કઈ ને કઈ અલગ પોસ્ટ્સ પણ સોશિયલ મીડિયા પર કરે છે. એવામાં હવે રણદીપ હુડાએ ટોકિયો ઓલમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નીરજ ચોપરા માટે એક ટ્વીટ કરી છે જેમાં એમને નીરજ ચોપરાનું કનેક્શન સુપરસ્ટાર રજનીકાંત સાથે બતાવ્યું છે.

વાયરલ થયું રણદીપ હુડાનું ટ્વીટ.

વાત જાણે એમ છે કે રણદીપ હુડાએ એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં રજનીકાંતનો ફોટો છે જેના પર લખ્યું છે જો તમે નીરજ, નીરજ, નીરજ…બુમો પાડશો તો તમને રજની, રજની, રજની…સંભળાશે. હવે તમે સિક્રેટ સમજી ગયા છો.રજનીકાંત દરેક જગ્યાએ છે.

નિરજે જીત્યું છે ગોલ્ડ મેડલ.

image soucre

તમને જણાવી દઈએ કે ટોકિયો ઓલમ્પિક 2020માં ભારતના એથલીટ નીરજ ચોપરાએ ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ જેવલીન થ્રો કોમ્પિટિશનમાં ભારતને ટોકિયો ઓલમ્પિકમાં પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું છે. નિરજની આ જીત પર આખા દેશે એમને શુભકામનાઓ આપી. બોલિવુડથી લઈને સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતથી લઈને નેતાઓએ પણ નિરજને શુભકામનાઓ આપી.

નિરજે બનાવ્યા એક સાથે ઘણા રિકોર્ડ.

image soucre

ભારતના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ શનિવારે ટોકિયો ઓલમ્પિકમાં ગજબ પ્રદર્શન કરતા 87. 58 મીટરનો બેસ્ટ થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય એથલીટ બની ગયા છે તો ઓલમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી છે. એ પહેલાં અભિનવ બિન્દ્રાએ વર્ષ 2008માં બેઇજિંગ ઓલમ્પિકમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યું હતું.

રણદીપની ફિલ્મ

image soucre

રણદીપ હુડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન અને દિશા પટની સ્ટારર ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જબરદસ્ત વિલનના રોલમાં દેખાયા હતા. એ સિવાય રણદીપ જલ્દી જ અનફેયરએનલવલીમાં ઈલિયાના ડિક્રુઝ સાથે દેખાવાના છે.