અમદાવાદી યુવતિએ ખાલી બ્રીજ પર સૂઈને વડાપ્રધાનને કરી હતી ‘આ’ અપીલ, સોનુ નાયકની લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ કરવામાં આવી ધરપકડ

ટીકટોકર સોનુ નાયકની લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ કરવામાં આવી ધરપકડ

image source

21 વર્ષિય ટીકટોકર સોનુ નાયકે લોકડાઉનનો ભંગ કરીને અમદાવાદના ઇસનપુર ખાતેના બ્રીજ પર વિડિયો બનાવી હતી જે કારણસર તેણીની બુધવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. જો કે તેણીને ત્યાર બાદ જામીન પર છોડવામાં આવી હતી.

સોનુ નાયક ઇસનપુરના કુન્ડલીયાવાસની રહેવાસી છે, અને તેણી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે. 21 વર્ષિય સોનુએ સોમવારે રાત્રે 9 વાગે આ વિડિયો શૂટ કર્યો હતો. અને તેને ટીકટોક પર શેર કર્યો હતો. ટીકટોક પર તરત જ તેણીનો આ વિડિયો વાયરલ થઈ ગયો હતો. અને તેણી વિરુદ્ધ પોલીસમાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેણીને ટ્રેક કરવમાં આવી હતી અને તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

image source

તેણીએ જે વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો તેમાં તેણી તેવું કહેતાં સાંભળવા મળી હતી, ‘આ અમારા ઇસનપુરનો બ્રીજ છે કોરે કોરો મોદીજી લોકડાઉન ખોલો, લોકડાઉન ખોલો.’

ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇનસ્પેક્ટર જેએમ સોલંકીએ આ બાબતે વિગત આપતા જણાવ્યું હતું, ‘તેણી રાત્રીના 9 વાગે ઇસનપુર બ્રીજ પર ગઈ હતી અને તેણીએ આ વિડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણી જણાવી રહી હતી કે આ અમારા ઇસનપુરનો બ્રીજ છે. મોદીજી લોકડાઉન ખોલો અને પછી ખડખડાટ હસી હતી. અને તેણીએ લોકોને પડકાર પણ ફેંક્યો હતો કે તેણી જે રીતે બ્રીજ પર સુતી છે તેવી રીતે લોકડાઉન ખુલ્યા બાદ બ્રીજ પર સુઈને બતાવો. આ પ્રકારની સોનુએ બે વિડિયો ટીકટોક પર શેર કરી હતી.

image source

આ અઠવાડિયાની શરૂઆતમાં ટીકટોક સ્ટાર ફૈઝલ સિદ્દિકીના એકાઉન્ટને પણ બેન કરવામાં આવ્યું હતું. તેની પાછળ કારણ એ હતું કે તેણે એસિડ એટેકનો પક્ષ લીધો હતો એટલે કે તેણે એસિડ એટેકને ગ્લોરીફાય કર્યો હતો. અને આ બેન તેના પર ત્યારે મુકવામાં આવ્યો જ્યારે ઘણા બધા લોકોએ તેના એક ટીકટોક વિડિયોનો વિરોધ કર્યો અને આ વિડિયોમાં કેટલીક સામાજીક માર્ગદર્શિકાઓનું પણ ઉલંઘન કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે ફૈઝલ પોતાના ટીકટોક અકાઉન્ટ પર 13 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. તેણે એક ક્લીપ પોસ્ટ કરી હતી જેમાં તે એક છોકરીના ચેહરા પર પ્રવાહી ફેંકી રહ્યો છે તેને દગો દેવા બદલ. ત્યાર બાદ તે છોકરીના ચહેરાને મેકઅપ દ્વારા કદરુપો બનાવવામાં આવ્યો હતો. અને આમ કરીને તેણે એસિડ એટેકને પ્રમોટ કર્યો હતો તેવું પણ કહી શકાય અને માટે જ તેનું અકાઉન્ટ બેન કરવામાં આવ્યું હતું.

Source : Freepressjournal

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત