ટ્રેનના પાટા પર કેમ નથી લાગતો કાટ, જાણો એ પાછળનું કારણ

ઘણીવાર તમે જોયું હશે કે ઘરમાં રહેલી લોખંડની વસ્તુઓ પર કાટ લાગી જાય છે. રેલવે ટ્રેક પણ લોખંડમાંથી જ બનાવવામાં આવે છે અને આ ટ્રેક ભારે વજનની સાથે સાથે વરસાદ, તડકો અને ઘણી કુદરતી આફતોનો પણ સામનો કરે છે પણ શું ક્યારેય તમારા મગજમાં એ સવાલ આવ્યો છે કે આટલો બધો પવન, તડકો અને પાણી લાગ્યા પછી પણ એમાં કાટ કેમ નથી લાગતો. તો ચાલો આજે જાણી લઈએ કે આખરે ક્યાં કારણને લીધે રેલવેના પાટા પર નથી લાગતો કાટ

image soucre

રેલવેના પાટા પર કાટ કેમ નથી લાગતો એ જાણવા માટે સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે લોખંડ પર કાટ કેમ અને કઈ રીતે લાગે છે. લોખંડ એક મજબૂત ધાતુ હોય છે પણ જ્યારે એના પર કાટ લાગે છે તો એ કોઈ જ કામનું નથી રહેતું. લોખંડ કે પછી લોખંડમાંથી બનેલી વસ્તુઓ ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે છે તો એની સાથે પ્રોસેસ કરીને અમુક વણજોઇતું કમ્પાઉન્ડ બનાવી લે છે અને ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. સાથે જ એનો રંગ પણ બદલાઈ જાય છે. અને એને જ લોખંડ પર કાટ લાગવો કહેવાય છે.

image soucre

હવે સવાલ એ થાય છે કે રેલવેના પાટા પર કાટ કેમ નથી લાગતો? ઘણા બધા લોકો વિચારતા હશે કે ટ્રેક પર ટ્રેનના પૈડાંના ઘર્ષણ બળને કારણે કાટ નથી લાગતો પણ એવું નથી. રેલવેના પાટા બનાવવા માટે એક ખાસ પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલ અને મેનગ્લોયને ભેળવીને ટ્રેનના પાટા તૈયાર કરવામાં આવે છે. સ્ટીલ અને મેનગ્લોયના આ મિશ્રણને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે. આ કારણે ઓક્સીકરણ નથી થતું અને ઘણા વર્ષો સુધી એમાં કાટ નથી લાગતો