ઉજ્જૈનના બાબાએ અ’વાદના ભુવાની પત્નીના 20 વર્ષ પહેલાંના આડા સંબંધો કર્યા છત્તા, પછી થયું કોઈએ ના ધાર્યું હોય એવું

લવ અફેરના કિસ્સા શહેરમાં બનતા રહે છે. તેમજ આપણે ઘણી પ્રજા ભુવા અને જ્યોતિષમાં માને છે તો ઘણો વર્ગ એવો પણ છે કે જે નથી માનતો. ત્યારે આ બધાની વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને જેની આખા ગુજરાતમાં હાલમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બન્યું એવું કે, એક ભુવાજી પરિવાર સાથે ઉજ્જૈન ફરવા ગયા અને જ્યોતિષે ભુવાનો હાથ જોઈ કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજીએ મિત્રો સાથે મળી પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી. ઘટના સામે આવતાં જ ચકચાર મચી જવા પામી હતી અને લોકોમાં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.

image source

હવે વિગવે આ કેસ વિશે વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે હાલમાં આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુખ્ય આરોપી સહીત છ હત્યારોની ધરપકડ કરી છે. શરૂઆતની વાત કરીએ તો ગત તારીખ 06/11/2020ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે, એક અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ વિરમગામ-માલવણ હાઇવે પરના નર્મદા કેનાલમાં મળી આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ મેસેજના આધારે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સૌથી પહેલા મૃતક કોણ છે એ તપાસમાં લાગી ગઈ હતી. ત્યારે જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમો પણ તપાસમાં લાગી ગઈ હતી કે, આ મૃતક કોણ છે?

image source

ત્યારબાદ ધીરે ધીરે એના પાર્થિવ શરીરની તપાસ કરવામાં આવી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતક ભાવનગરના કરદેજ ગામનો વતની છે જેનું નામ રાજુ હાડા છે અને કરિયાણાની દુકાન ધરાવે છે. ત્યારે પોલીસને શંકા ગઈ કે મૃતક રાજુ હાડાનો મૃતદેહ અહીંયા આખરે કઈ રીતે આવ્યો અને LCBએ મૃતકના પરિવારની તપાસ કરતા માલુમ થયું હતું કે, ગત તારીખ 29/10/2020 ના રોજ મૃતક રાજુ હાડા પોતાના સસરાની તબિયત પૂછવા માટે મોટરસાઇકલ લઇને આણંદના ભેટાસી ગામ ખાતે ગયા હતા. અને 1/11/2020 ના રોજ સવારે પોતાના ઘરે ભાવનગરના કદરેજ ખાતે જવા નીકળ્યા હતા. પણ સાંજ સુધી પરત ના આવતા સાસરિયા પક્ષ તરફથી ગુમ થયાની ફરિયાદ આણંદના આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

image source

જ્યારે આટલો મસલો સામે આવ્યો ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી માટે સૌથી મોટો સવાલ એ હતો કે આખરે મૃતક રાજુ હાડાની હત્યા કોણે અને ક્યાં સંજોગોમાં કરવામાં આવી છે. ત્યારબાદ ઘટનાને વધારે ગંભીરતાથી લઈને એલસીબીએ તપાસ વધુ તેજ કરી અને એક મહત્વની કડી હાથ લાગી હતી કે, મૃતકનું મોસાળ પણ આણંદના આંકલાવ ગામમાં જ છે અને બાળપણથી લઈને યુવાની સુધી વધુ અવરજવર રહેતી હતી. ત્યારે જ મૃતક રાજુ હાડાને પહેલો પ્રેમ મીનાબેન ઉર્ફે મઠી ભરવાડ સાથે થયો હતો. અને આ પ્રેમના કારણે જ હત્યા થઇ છે અને આ હત્યા અન્ય કોઈ નહિ પણ પૂર્વ પ્રેમિકાના પતિ શેલા ભરવાડ, સાળા દોલા ભરવાડ, મિત્ર ભરત ભરવાડ સહીતના છ લોકોએ કરી છે. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી ભુવાજી શેલા ભરવાડ, સાળા દોલા ભરવાડ, મિત્ર ભરત ભરવાડ, મિત્ર મહેશ ભરવાડ, મિત્ર રમેશ તુસાવડા અને મિત્ર પ્રતીક શેટ્ટીનો સમાવેશ થાય છે.

image source

ત્યારબાદ પોલીસે આ બધા જ આરોપીઓની પૂછપરછ કરતા માલુમ થયું હતું કે, ભુવાજી શેલા ભરવાડ પોતાના મિત્રો સાથે જન્માષ્ટમી વખતે ઉજ્જૈન ખાતે ફરવા ગયા હતા ત્યારે એક અઘોરી બાબાએ ભુવાજી શેલા ભરવાડની હસ્તરેખા જોઈ હતી. જેમાં અઘોરી બાબાએ શેલા ભરવાડને કહ્યું હતું કે, તારી સ્વરૂપવાન પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા. આ વાત સાંભળી ભુવાજી શેલા ભરવાડના પગ તળીએથી જમીન ખસકી ગઈ હતી અને ભુવાજી શેલા ભરવાડએ એક રાત્રિએ પોતાની પત્નીને બોલાવી કહ્યું કે, આપડે બંનેએ માતાજીમય થઇ જવાનું છે. તારો જે કંઈ ભૂતકાળ છે એ તું મને કહી દે હું પણ મારો તમામ ભૂતકાળ કહી દવ છું. આ વાત થતાની સાથે જ ભુવાજી શેલા ભરવાડની પત્ની મીના ઉર્ફે મઠી ભરવાડે પોતાના પહેલા પ્રેમીની તમામ કબૂલાત કરી હતી.

image source

પત્નીએ કબુલાત કરી અને તેનો પહેલો પ્રેમી રાજુ હાડા હોવાનું સામે આવ્યું હતું અને આ વાત ભુવાજી શેલા ભરવાડે પોતાના સાળા દોલા ભરવાડને કરી ને કહ્યું કે, મારે તારી બહેન સાથે હવે લગ્ન સબંધ નથી રાખવા ત્યારે સાળા દોલા ભરવાડે કહ્યું કે, ચાર ચાર બાળકો છે હવે આ ન કરો તો વધુ સારું. ત્યારે ભુવાજી શેલા ભરવાડે કહ્યું, તો મારે રાજુ હાડાની હત્યા કરીને તારે મને મદદ કરવી પડશે અને બસ આ વાત સંભાળી ભુવાજી શેલા ભરવાડે પત્નીના પૂર્વ પ્રેમીનું હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જો મૃતક વિશે વાત કરવામાં આવે તો રાજુ હાડા અને આરોપી ભુવાજી શેલા ભરવાડના પરિવામાં ચાર બાળકો છે ત્યારે આ એક ઘટનાની 6 પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરી વધુ તાપસ શરુ કરી છે. ત્યારે હાલમાં આ ઘટનાની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને ભુવા તેમજ જ્યોતિષની આગાહીને લઈને પણ અનેક તર્ક વિતર્કો કાઢવાનું શરુ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત