વિશ્વનુ પ્રથમ યુનિસેક્સ કોન્ડોમ, પુરુષો અને સ્ત્રીઓ બંનેને ફાયદો થશે, આટલી હશે કિંમત

વર્તમાન સમયમાં માર્કેટમાં બે પ્રકારના કોન્ડોમ ઉપલબ્ધ છે, સ્ત્રીઓ માટે અને પુરૂષો માટે, જો કે સ્ત્રીઓ કરતાં પુરૂષોના કોન્ડોમનુ વ્યાપક વેચાણ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સ્ત્રીઓના કોન્ડોમ નથી વેચાતા. તેનુ પણ એક ચોક્કસ પ્રમાણ છે. પરંતુ હવે એક એવા કોન્ડોમનો આવિશ્કાર થયો છે કે જે સ્ત્રી અને પુરૂષ બંન્ને પહેરી શક્શે.. કોન્ડોમ બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ એટલો પાતળો હશે કે પહેર્યો છે કે નહીં તેનો પણ અંદાજ નહીં આવે.. ઉપરાંત સેક્સ્યુલ લાઇફમાં અનેકગણો સુધારો કરી આપશે. જો કે તેને એક ખાસ પ્રકારના મટીરીયલથી બનાવવામાં આવ્યો છે. તમે પણ જાણો કે શેનાથી બન્યો છે આ કોન્ડોમ અને તેની કિંમત કેટલી હશે..?

image soucre

મલેશિયાના એક વૈજ્ઞાનિકે વિશ્વનું પ્રથમ યુનિસેક્સ કોન્ડોમ બનાવ્યું છે. આ યુનિસેક્સ કોન્ડોમનો ઉપયોગ સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. આ કોન્ડોમ મલેશિયાના ગાયનેકોલોજિસ્ટે મેડિકલ ગ્રેડ મટિરિયલમાંથી બનાવ્યું છે, આ સામગ્રીનો ઉપયોગ સર્જિકલ ઘા પર ડ્રેસિંગ માટે થાય છે.

યુનિસેક્સ કોન્ડોમ બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આનાથી લોકોના જાતીય સ્વાસ્થ્યમાં સુધારો થશે. યુનિસેક્સ કોન્ડોમથી પુરુષો અને સ્ત્રીઓ બંનેને ફાયદો થશે. યુનિસેક્સ કોન્ડોમ એક બાજુએ એડહેસિવ હોય છે.

image source

ટ્વીન કેટાલિસ્ટ ફર્મના ગાયનેકોલોજિસ્ટ જોન તાંગ ઇંગ ચિને જણાવ્યું હતું કે યુનિસેક્સ કોન્ડોમ અન્ય નિયમિત કોન્ડોમ જેવા જ હોય છે. ફક્ત તેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા કરી શકાય છે. યુનિસેક્સ કોન્ડોમ નિયમિત કોન્ડોમ કરતાં વધુ રક્ષણ ધરાવે છે.

તમને જણાવી દઈએ કે વોન્ડાલીફ યુનિસેક્સ કોન્ડોમના દરેક પેકેટમાં બે કોન્ડોમ હશે અને તેની કિંમત લગભગ 270 રૂપિયા હશે. મલેશિયામાં 20-40 રિંગિટમાં એક ડઝન કોન્ડોમ ખરીદી શકાય છે.

ગાયનેકોલોજિસ્ટે પોલીયુરેથીનમાંથી યુનિસેક્સ કોન્ડોમ બનાવ્યા છે. આ સામગ્રી પારદર્શક છે. પોલીયુરેથીન સામગ્રી ખૂબ જ પાતળી અને લવચીક હોય છે. તે મજબૂત અને વોટરપ્રૂફ છે.

image soucre

જ્હોન ટેંગ ઈંગ ચિને દાવો કર્યો છે કે યુનિસેક્સ કોન્ડોમ એટલો પાતળો છે કે તમે તેને ક્યારે પહેરશો તેની તમને ખબર પણ નહીં પડે. તે ડ્રેસિંગમાં વપરાતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે.

ગાયનેકોલોજિસ્ટ જોન ટેંગ ઈંગ ચિને જણાવ્યું કે યુનિસેક્સ કોન્ડોમ ઘણા રાઉન્ડ ક્લિનિકલ રિસર્ચ અને ટેસ્ટિંગ પછી બનાવવામાં આવ્યો છે. યુનિસેક્સ કોન્ડોમ ડિસેમ્બરથી પેઢીની વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે