જેલમાં મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે ઇલુ ઇલુ ચાલતું હતુ, લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન

તેનો ખૌફ એટલો હતો કે લોકો ભયથી થરથર ધ્રુજતા હતા, ગુંડાગીરી એવી હતી કે ડરાવવા માટે તેનુ માત્ર નામ કાફી હતુ.. અને પોલીસના નાકમાં પણ દમ કરી રાખ્યો હતો. આ ડર કોઇ પુરૂષનો નહીં પરંતુ મહિલાનો હતો.. અને માટે જ લોકો તેને લેડી ડોનના નામે ઓળખે છે. યેનકેન પ્રકારે તે લેડી ડોનને પોલીસે પકડીને જેલના હવાલે તો કરી દીધી.. અને હવે તેનો ત્રાસ જેલમાં પણ વર્તાઇ રહ્યો છે. અન્ય મહિલા કેદીઓ તેનાથી ત્રાહીમામ પોકારી ઉઠી છે. જેલમાં કેવો છે તેનો આતંક અને કઇ જેલમાં તે બંધ છે.. તે જાણો આ અહેવાલમાં

image soucre

સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક લેટરે ખડભાળાટ મચાવ્યો છે.. મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હોવાનો તેમજ આ પ્રેમીજોડા દ્વારા જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાના તેમાં ઉલ્લેખ છે. આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વિગતોનો ઉલ્લેખ છે. મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ આ લેડી ડોન પડાવી લેતી હોવાનું તેમજ મહિલા વોર્ડમાં મોબાઈલ ફોનના કોલ દીઠ રૂ.50, તમાકુના પેકેટના રૂ.500 અને સિગારેટના રૂ.100 લઈ ગેરકાયદેસર વેપાર કરતી હોવાની વિગતો પત્રમાં છે. લેડી ડોન પર આક્ષેપો કરતો પત્ર જેલના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યો હોવાથી તેઓએ આ મામલે ઈન્કવાયરી શરૂ કરી છે. જો કે, સાબરમતી જેલના મહિલા વિભાગમાં સ્ટ્રોંગ જામર હોવાથી મોબાઈલ ફોન રાખી કોલ કરવાનું નેટવર્ક શક્ય ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

સાબરમતી જેલમાં લેડી ડોનનો ત્રાસ! અન્ય કેદી મહિલાઓ સાથે જાહેરમાં જ બાંધે છે લેસ્બિયન સંબંધ
image soucre

લેડી ડોન અન્ય કેદીઓના નાસ્તા પડાવી લેતી હોવા અગેં જેલ સત્તાવાળાની ઈન્કવાયરી શરૂ થઇ.. તો સાબરમતી જેલમાં મોબાઈલ, તમાકુના વેપલાના લેટરથી ખળભળાટ મચ્યો છે.. સાહેબ, તમારી પેનમાં તાકાત નથી, એક મર્ડરની સજા 20 વર્ષ તો 10 મર્ડરની પણ એટલી જ છે. આવી ધમકીઓ પણ મળી રહી છે.

લેડી ડોનથી જેલના અધિકારીઓ પણ ડરતા હોવાનું અને તે અધિકારીઓને ખુલ્લેઆમ બદલી કરાવી દેવાની ધમકી આપતી હોવાનું પત્રમાં જણાવ્યું છે. લેડી ડોન તેનું કામ અન્ય મહિલા કેદી પાસે ધાકધમકી આપી કરાવે અને પગાર પોતે લઈ લે છે. તેણે અગાઉ રસોડામાં મુકવામાં આવી ત્યારે વીશીમાંથી સામાનની ચોરી કરી હતી. તે મહિલા કેદીઓ સાથે લડાઈ કરતી તેમજ વારંવાર કોઈની સાથે તકરાર થાય તો રસોડામાંથી ચપ્પુ લઈ મારવાની ધમકી આપતી હતી. આ અંગે અંદરખાને ફરિયાદ થતાં અધિકારીઓએ લેડી ડોનને સફાઈ કામ માટે મૂકી હતી. આ જગ્યાએ પણ કામ કર્યા વગર તે પોતાનો પગાર અધિકારીઓને ધમકી આપી ભરાવે છે. લેડી ડોનને અન્ય મહિલા કેદી સાથે લેસ્બિયન સબંધો હોવાથી બંને બેરેકના ટોઈલેટમાં જાહેરમાં શારીરિક ચેષ્ટાઓ કરતી હોવાથી અન્ય વૃદ્ધ મહિલા કેદીઓ શરમના માર્યા ઢાબળો ઓઢી રડયા કરે છે. અગાઉ લેડી ડોનનું પૈસાનું કૌભાંડ પકડાતા તેણે બરોડા મધ્યસ્થ જેલમાં ખસેડી પરંતુ તે ત્યાંથી પરત સાબરમતી જેલમાં આવી હતી. આ મુદ્દે જેલ અધિકારીઓને રાઉન્ડ દરમિયાન મહિલા કેદીઓ ફરિયાદ કરી શકતી નથી કેમકે લેડી ડોન ત્યાં પણ હાજર હોય તેમજ અન્ય કેદી સાથે તેના પ્રેમ સબંધો વિશે મહિલા કેદીઓ રાઉન્ડમાં પુરૂષ અધિકારી હોવાથી વાત કરતા સંકોચ અનુભવે છે.

અમદાવાદ: યુ.એન મહેતા ઇઝ શટ ડાઉન વેરી સુન, વી વીલ સ્ટોપ ટ્રીટમેન્ટ - કોણે કરી આવી પોસ્ટ?
image soucre

આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે, જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે.જો કે, મહિલા વિભાગમાં કેદી માટે મોબાઈલ વાપરવો અશક્ય બાબત છે. આ વિભાગમાં જામર એટલા સ્ટ્રોંગ છે કે, ત્યાંથી ફોન ઓપરેટ થઈ શકે તેમ નથી. મોબાઈલ ફોન કોઈ મહિલા કેદી પાસે હોય તે વાત માનવામાં આવે તેવી નથી.