કોરોનાના સંક્રમણથી અમદાવાદ કરતા નીકળી ગયુ આ શહેર આગળ, જાણો અને ખાસ રાખો ધ્યાન

હલમાં કોરોના સંક્રમણ સામે આખુય વિશ્વ જજુમી રહ્યું છે, આવા સમયે ભારત દેશ અનલોક 1 પછી વધુ છૂટછાટ સાથે અનલોક 2 માં પ્રવેશ કરી રહ્યું છે.

image source

એવા સમયે ચિંતાનો વિષય એ બની રહ્યો છે કે, કોરોનાના કેસ ઘટવાના સ્થાને સતત વધી રહ્યા છે. જેમ જેમ છૂટછાટ અપાઈ રહી છે તેમ કોરોના પોતાનું વર્ચસ્વ વધારી રહ્યો છે. અનલોકના બીજા જ દિવસે કોરોનાનો આંકડો ચિંતા જનક છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્ય ભરમાં કોરોનાના પોજીટીવ નોંધાયેલા કેસની જાણકારી આપાઈ છે. આ જાણકારી મુજબ હવે સુરત એ અમદાવાદને પણ પાછળ મુકીને કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું હોય એમ દેખાય છે. એક દિવસના કોરોના કેસનો આંકડો જોઈએ તો સુરત અમદાવાદ કરતા પણ આગળ નિકળી રહ્યું છે.

સુરત અમદાવાદથી પણ આગળ નિકળી ગયું

image source

ગુજરાતમાં પાછળના ૨૪ કલાકમાં કુલ 681 જેટલા નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ 19 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જો કે રાજ્યભરમાં કોરોનાના કારણે કુલ 1888 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલમાં રાજ્યભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 33,999 જેટલી થઈ છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓએ કોરોનાને હરાવીને સ્વસ્થ જીવનમાં પ્રવેશ કર્યો છે. જો કે નવા સંક્રમણ બાબતે જોઈએ તો ગત રોજના આંકડામાં સુરતે અમદાવાદને પણ પાછળ છોડયું છે.

image source

આજે નવા નોંધાયેલા કુલ 681 કેસમાંથી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના કોર્પોરેશન એરિયામાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 જેટલા કેસ સાથે મળીને કુલ 211 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશન એરિયામાં આજે 191 અને જિલ્લામાં 36 કેસ સાથે કુલ મળીને 227 કેસ સામે આવ્યા છે. આમ આજે સુરત અમદાવાદથી પણ આગળ નિકળી ગયું છે.

24,601 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

image source

આ બે મહાનગરોની તુલના માટે જો અન્ય મહાનગરની સ્થિતિ જોવામાં આવે તો વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 46 અને જિલ્લામાં 11 કેસ સાથે કુલ 57 કેસ નોધાયા છે, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 4 અને જિલ્લામાં 22 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 11 અને જિલ્લામાં 3 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 10 અને જિલ્લામાં 1 કેસ, જુનાગઢ કોર્પોરેશન એરિયામાં 9 અને જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. આમ રાજ્યભરમાં નોંધાયેલા કુલ નવા કોવિડ પોજીટીવ કેસમાંથી હાલ 68 જેટલા લોકો ગંભીર એટલે કે વેન્ટિલેટર પર છે. જ્યારે 7442 દર્દીઓ સામાન્ય સારવાર હેઠળ છે. તેમજ હાલ સુધીમાં 24,601 જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાજ્યમાં મૃતક દર્દીઓનો આંકડો પણ 1888 થયો છે.

ચોવીસ કલાકમાં જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

image source

· 227 – સુરત

· 211 – અમદાવાદ

· 57 – વડોદરા

· 26 – રાજકોટ

· 14 – ભાવનગર

· 13 – જૂનાગઢ

· 12 – બનાસકાંઠા

image source

· 12 – સુરેન્દ્રનગર

· 11 – જામનગર

· 10 – પાટણ

· 10 – ભરૂચ

· 09 – મહેસાણા

· 08 – વલસાડ

· 07 – ગાંધીનગર

image source

· 07 – અમરેલી

· 05 – ખેડા

· 05 – કચ્છ

· 04 – અરવલ્લી

· 04 – પંચમહાલ

· 03 – નવસારી

image source

· 03 – આણંદ

· 03 – બોટાદ

· 03 – સાબરકાંઠા

· 03 – ગીર સોમનાથ

· 03 – દાહોદ

· 03 – છોટા ઉદેપુર

· 03 – મોરબી

image source

· 01 – મહીસાગર

· 01 – દેવભૂમિ દ્વારકા

· 01 – પોરબંદર

· 01 – તાપી

( નોધ : માહિતી લખાવામાં અને પ્રકાશિત થવામાં એકાદ દિવસ નીકળી જતો હોવાથી આંકડાઓ વર્તમાન સમય પ્રમાણે આગપાછા એટલે કે તફાવત હોઈ શકે છે.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત